SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૬ સમ્રાટ અકબર અને ભારતવર્ષ જ્યાંને ત્યાંજ પડી રહો ! સમ્રાટ અકબરે ભારતવર્ષને રસાતળની ઉંડી ખાઈમાંથી ઉન્નતિના ઉચ્ચ શિખરે લઈ જવાને એકવાર ભગીરથ પ્રયત્ન કર્યો હતો. સમ્રાટના સમયને આ આર્યદેશ પ્રત્યેક વિષયમાં યુરોપની સાથે સ્પર્ધા કરવાને સમર્થ હતા, પરંતુ આજે ભારતમાં અને યૂરેપમાં કેટલો બધો ભેદ પડી ગયા છે ? યૂરોપે આપણાથી કેટલી વિશેષ ગતિ કરી છે, તેને વિચાર કરે એ પણ અત્યારે ઉપહાસાસ્પદ ગણાય. ભારતવર્ષે અકબરના બતાવેલા માર્ગથી ભ્રષ્ટ થઈ પુનઃ અવનતિના અંધકારમાં પ્રવેશ કર્યો છે. ભારતવાસીઓએ જે અકબરની નીતિને પરિત્યાગ કર્યો ન હોત તે આજે આર્યપ્રજા પણ જગતની એક મહાશક્તિવાન પ્રજા લેખાતી હેત એમાં શંકા નથી. અકબરરૂપી ચંદ્ર ભારતવર્ષરૂપી–અંધકારઆકાશમાં પ્રકાશિત થઈને માર્ગ બષ્ટ, દિગમૂઢ તથા આત્મકલેશમાં જ તલ્લીન રહેનારા ભારતવાસીઓને એકવાર ઉન્નતિને સીધે અને સરળ માર્ગ દર્શાવી આપ્યો હતો. અકબરે–ચકે, અંધકારમાં આથડી આથડીને કંટાળી ગયેલી ભારતીય પ્રજાને જે નિર્મળ અમીરસ પાઈને નવું જીવન આપ્યું હતું, તેને બદલે કઈરીતે વળી શકે તેમ નથી. હાય ! ભારતભૂમિ ખરેખરજ હતભાગિની છે. જે તેમ ના હેત તે અકબરનાં દૃષ્ટાંતની તથા તેના ઉપદેશની આ દેશમાં આટલી બધી ઉપેક્ષા ન થાત ! उनविंश अध्याय-धर्मनीति “વિવેકબુદ્ધિ, એજ ધર્મને એકમાત્ર પાયો છે.” અકબર ધર્મને ઉદેશ શું? સમ્રાટ અકબર તેને ઉત્તર આપતાં કહે છે કે મનુષ્યસમાજનું કલ્યાણ કરવું, એજ ધર્મને ઉદ્દેશ છે. ધર્મનું મૂળ શું? તેને ઉત્તર આપતાં તે કહે છે કે જ્ઞાન અને યુક્તિ એ ધર્મનું મૂળ છે. જે આમ છે તો પછી ઇસ્લામધર્મ અને ક્રિશ્ચિયન ધર્મ એ ઉભય ધર્મો “અમે તે ઈશ્વરદ્વારાજ પ્રત્યક્ષભાવે (સીધી રીતે) ઉત્પન્ન થયા છીએ” એવા અહંકારપૂર્વક એક ધર્મ તરવારના બળથી તથા દ્વિતીય ધર્મ કૂટનીતિના પ્રાબલ્યથી પૃથ્વીનું અકલ્યાણ શામાટે સાધી રહ્યા હશે? જો કોઈ એક ધર્મ સાક્ષાત ઈશ્વરઠારાજ સીધી રીતે ઉત્પન્ન થયો હોય તે પૃથ્વીના સમસ્ત ધર્મો તે ઇશ્વરીધર્મની સામે હરિફાઈ કરવાને શું શક્તિમાન થઈ શકે? વસ્તુતઃ ઇશ્વરની ઈચ્છા સામે કેણું ટકી રહે છે જે ઈશ્વરને પિતાને કોઈ એક ધર્મની ઉત્પત્તિ કરવી હેત તે તે હજારો અને લાખ વર્ષ પૂર્વે Shree Suhanaswami Gyanbhandar-Umara, Surat જ્યારે મનુષ્યસમાજની ઉત્પાત થઈ તે જ સમયે–એક ધર્મને પ્રચાર કેમ ન કરત? www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy