________________
ભારતનું ગારવ એટલું જ નહિ પણ રાજદંપતી પિતે જાતે પ્રજા વર્ગની સ્થિતિનું નિરીક્ષણ કરી
ગ્ય ઉપાય લેતાં. અત્યારે પણ મહારાષ્ટ્ર દેશમાં તથા નેપાળમાં પડદાપદ્ધતિ કે લાજ કાઢવાની પ્રથા નથી. ભારતીય રમણીઓ ઘણા લાંબા કાળ પૂર્વે યથા
ગ્ય શિક્ષણ પ્રાપ્ત કરી શક્તી અને શિક્ષણની સાથે સંગીતનું પણ જ્ઞાન મેળવી શકતી. ગાગી, મૈત્રેયી, લીલાવતી તથા ખન્ના આદિ વિદુષી રમણીઓના પવિત્ર જીવનચરિત્રથી ભારતવર્ષને ઇતિહાસ ઉજજવળ છે. આ કાળે પણ મહારાષ્ટ્ર દેશ માં તથા નેપાળમાં અને એરીસા પ્રાંતમાં સ્ત્રીઓને કેળવણી આપવાની પ્રથા બરાબર ચાલી આવે છે. ભારતીય હિંદુસમાજમાં એક કાળે વિધવાવિવાહ પણ પ્રચલિત હતો. અત્યારે પણ પંજાબ, ઉડીસા તથા નેપાલના બ્રાહ્મણોમાં વિધવાવિવાહને રિવાજ પ્રવર્તે છે, એટલું જ નહિ પણ બંગાળા સિવાયના ઘણાખરા પ્રદેશોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા કાયસ્થ સિવાય સર્વ જાતિઓમાં વિધવાવિ. વાહ પ્રચલિત છે. પૂર્વે આ દેશમાં બાળલગ્નનું નામ-નિશાન પણ નહતું. એક દિવસે ભારતીય વીરરમણીઓ રથ ચલાવવામાં, ઘોડેસ્વારીમાં તથા હથિયાર વાપરવામાં બહુ કુશળતા ધરાવતી હતી. અત્યારે પણ મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના કેટલાક પ્રદેશોમાં સ્ત્રીઓ ઘેડેસ્વાર થઈ બહાર નીકળે છે. ઓગણીસમા સૈકાના મધ્યભાગમાં કેટલીક હિંદુલલનાઓએ હાથમાં બંદુક લઈ અંગ્રેજોની સાથે યુદ્ધ પણ કર્યું હતું. પૂર્વે આર્યો મૂર્તિપૂજક નહતા. સર્વથી પ્રથમ તેઓ પ્રકતિનું સૈદર્ય નિરખી બહુજ આશ્ચર્યમુગ્ધ થયા હતા. અને એ સૌંદર્યની પૂજાઆરાધના કરવામાં તત્પર થયા હતા. ઋગ્રેદમાં આકાશ તથા ઉષા આદિની આરાધના સંબંધે કેટલીક ગીતિઓ મળી આવે છે, તે ઉક્ત સૈદિર્યપૂજાનું જ સૂચન કરે છે. તેઓ જેમ જેમ નાનની ઉન્નતિ કરતા ગયા તેમ તેમ તેઓ પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી ઇશ્વરતત્ત્વ સમીપ પહોંચતા ગયા. છેવટે તેમણે નિર્ણય કર્યો કે ઈશ્વર એક છે અને તે જ આ વિસ્મયકર સૃષ્ટિને સૃષ્ટા છે. આવી શ્રદ્ધાએ પહોંચ્યા પછી અર્થાત ઈશ્વર અને પ્રકૃતિનું સ્વરૂપ જાણ્યા પછી તેઓ ઇશ્વરની માનસિક ઉપાસના કરવા લાગ્યા. આ ઉપાસનાના ફળસ્વરૂપે અતિ ૌરવપૂર્ણ ઉપનિષદો આ કાળે પણ આપણી પાસે રહી ગયાં છે. જ્યારે આપણે કોઈ એક નિર્મળ ઝરણુવાળા, સુંદર હજારો પક્ષીઓના કંઠરવથી ગાજી રહેલા, સ્નિગ્ધ મલય પવનથી સુવાસિત થયેલા તથા સ્થિર–શાંત, આમ્ર, નારિ. કેળ, વટવૃક્ષ, અશોકત આદિ સુંદર વક્ષવાળા અને મધુર ફળયુક્ત અનેકવિધ લતાઓવાળા નાના ગામડામાં એકલા ફરવા નીકળી પડીએ છીએ ત્યારે આસપાસનું મનહર હૈદર્ય તથા શાંતિ આપણું મનને આશ્ચર્ય પમાડ્યા વિના રહેતાં નથી. તે સમયે આપણને એમજ લાગી આવે છે કે ખરેખર આજ સ્થળે
એક દિવસે આપણું પવિત્ર તપોવન હતું. આજ સ્થળે કોણ જાણે કેટલાએ તપShree dimaswami Gyanbhandar-Umara, Surat
એલાગવતી હોના
www.umaragyanbhandar.com