________________
૧૫
સાટે અમ્મર
સ્વી મહાત્માઓએ ફળ-ફૂલાદિ ભક્ષણ કરી, પણકુટી તૈયાર કરી, સ્વેચ્છાપૂર્વક વિલાસ, વૈસવ અને ઐશ્વને લાત મારી, કેવળ ધર્મ અને જ્ઞાનના અનુશીલનાથૅજ પેાતાનું સમસ્ત જીવન વહન કર્યું હશે ! આ તાવનમાં કેટલીક સ્ત્રીઓ, કન્યા, તથા કેટલાએ વિદ્યાથી ઓ માળા નિત્ય વૃક્ષની સુશીતળ છાયામાં એસી, અમૃતભાષી તપસ્વીના મુખથી વેદ-વેદાંતનુ અધ્યયન કર્યાં કરતાં હશે ! આજ તપાવન એક સમયે ઋષિએના ગંભીર સામવેદધ્વનિવડે પ્રભાતે તથા સાયક્રાળે ધ્વનિત થઇ રહેતુ હશે ! આ તાવનમાં રાજા અને રાણી સ્વયં પધારી ઋષિએની પાસેથી રાજનીતિનું શિક્ષણ પ્રાપ્ત કરી, પુનઃ પેાતાના આવાસે વિનયપૂર્વક ચાલ્યાં જતાં હશે ! આ ભારતમાં આ તાવનમાં એક કાળે નિઃસ્વાર્થી, પરોપકારી ઋષિ-મુનિ વિરાજતા હતા. જેમના પ્રતાપે ભારતમાતાએ પૂર્વે અનેક આદર્શ રાજાઓ, આદર્શ રાણીઓ તથા આદશ ગૃહસ્થા ઉત્પન્ન કર્યા હતા. ભારતવર્ષના ઇતિહાસમાં આદર્શોચરિત્રશાળા મનુષ્યેાના અભાવ નથી. જનસમાજમાંના પૂજ્યપાદ પુરુષો અર્થાત્ ઋષિ-મુનિ મહાન ઉન્નત હતા, તેનેજ લીધે ભારતવર્ષે સત્ર મહત્તા અને ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. પૂર્વ પુરુષો ભારતની પ્રાચીન જાહેાજલાલીનું, ભારતના પ્રાચીન ગૈારવનુ મનેાહર ચિત્ર સુવ પટ ઉપર યત્નપૂર્વાંક આંકી ગયા છે ! આ સ્વર્ગીય ચિત્ર તેમણે કાને માટે અંકિત કરી રાખ્યું હશે તેના ઉત્તર અમે આપી શકતા નથી; કારણુ કે અમે તે જાણતા નથી. અમારા ભૂતકાળના ઇતિહાસને પેાતાના હૃદયમાં સ્થાન આપી, અમારૂં સાહિત્યમ ંદિર શામાટે સમુજજવળ બની રહ્યુ છે, તેના ઉત્તર કાણુ આપી શકે તેમ છે ?
द्वितीय अध्याय - अधःपतन
કહે, એ ઇતિહાસ ! અમારા ભારતવર્ષના ગૌરવ–રિવ એવા તે કેવી રીતે અસ્ત થયા કે પુન: તે ઉતિજ થઇ શકયા નહિ ? એવું તે શું કારણ હતું કે પઠાણાના સામ્રાજ્યનું પતન થવા છતાં પણ હિંદુ–સામ્રાજ્ય સ્થાપિતજ થઈ શક્યું નહિ ? એવા તે શા અંતરાય આવી પડયા કે મોગલ–સામ્રાજ્ય છિન્ન ભિન્ન થવા છતાં હિંદુઓના ગૌરવ-સૂર્ય પુનઃ ભારતાકાશમાં પ્રકાશિતજ થઇ શકયા નહિ ?
હવે ૪૦ સ॰ ના આઠમા સૈકામાં આપણે પ્રવેશ કરવા પડશે. જેમ કરતાં આપણી દૃષ્ટિએ તે સમયનાં કઈં જૂદાંજ દૃશ્યો પ્રતીત થયા વિના રહેશે નહિ. તમે ધારીને જોશો તા જણાશે કે જે નિઃસ્વાર્થી મહાપુરુષા અપૂર્વ પ્રકારે એશિયા, આફ્રિકા અને યુરાપમાં ભારતના ગૈારવા વિસ્તાર કરી રહ્યા હતા, તેઓ ચિરwww.unaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat