________________
ર૫૦
•
સમ્રાટ અકબર
કાકાની છાપ
કેવળ સન્મમાનસૂચકજ હતાં, એમ અમે પૂર્વે જણાવી ગયા છીએ. આવશ્યકતા પ્રમાણે એક સેનાપતિ પચ-સાત હજારથી અધિક સેનાનું સેનાપતિપદ પણ ધારણ કરી શકતો હતો.
અબુલ ફઝલ લખે છે કે, “સમ્રાટ પાસે ૪૪ લાખ સિનિક હતા. તેમને મેટે ભાગ જાગીરદારે તરફથીજ સમ્રાટને મળ્યું હતું. સમ્રાટના પિતાના
અધ્યક્ષપણું નીચે ૫ હજાર હાથીઓનું સૈન્ય, ૪૦ હજાર ઘોડેસ્વારની સેના તથા • અનેક પાયદળસૈન્ય પણ હતું.”
સમ્રાટે ઉચ્ચ વર્ગના મનુષ્યનું એક સૈન્યદળ તૈયાર કર્યું હતું. તેમાં દર બારના નોકરે, ચિત્રકાર તથા શિલ્પશાળાના અધ્યક્ષ વગેરેને ખાસ કરીને દાખલ કરવામાં આવ્યા હતા. ઉક્ત માનનીય સૈનિકામના અનેકને રૂ. ૫૦૦ સુધીનો માસિક પગાર આપવામાં આવતું. આ ઉચ્ચ વર્ગના સૈન્ય ઉપર એક પ્રધાન અમાત્ય નાયકતરીકે નિમાતો અને તે નાયક ઉપર સમ્રાટ પિતે સેનાપતિતરીકે રહી, સઘળી વ્યવસ્થા સંભાળ. આ પ્રકારના સૈન્યને વર્તમાન કાળની વૈજંટિયની ટુકડી સાથે સરખાવી શકાય.
મનસીબદારોને જ્યારે જાગીર આપવામાં આવતી, ત્યારે તેઓ પિતાના રાજ્યમાં સૈન્યની અમુક સંખ્યા રાખવાનું કબૂલ કરતા; પરંતુ તેઓ તેમ કરતા નહિ અને સમ્રાટના અમલદારે તેમના સૈન્યની તપાસ કરવાને આવતા ત્યારે બીજાના અશ્વો માગી લાવીને હાજર કરતા. પાયદળ સૈનિકને બદલે તેઓ પિતાના ગામમાંથી અમુક વાણિયાઓને કે મજુરને પકડીને સૈનિક જેવો વેષ પહેરાવીને રજુ કરતા. જાગીરદારોની આવી લુચ્ચાઈની સમ્રાટને ખબર પડતાં તેણે મનસબદારના હાથીઓ, અને ઇત્યાદિ પશુઓની પીઠ ઉપર અમુક પ્રકારની છાપ મારવાનું ચાલુ કર્યું અને જાગીરદારેની પાસેથી જાગીર લઈ, તેને બદલે અમુક પગાર આપવા માંડે. પાંચ હજાર સેનાનું સેનાપતિપદ ધરાવનારા મનસબદારોને ૨૮૦૦૦-૩૦૦૦૦ રૂા. ને માસિક પગાર આપવામાં આવતે અને તેઓ પોતાના ખર્ચે ૩૪૦ અરે, ૫૦ હાથીઓ, ૧૦૦ બળદ જેવાં ભારવાહક પશુઓ તથા ૧૬૦ ગાડીઓ રાખતા. એક હજાર સેનાનું સેનાપતિપદ ધરાવનારા મનસીબદારોને ૮૦૦૦-૮૨૦૦ રૂપીયાને માસિક પગાર આપવામાં આવતા અને તેઓ પિતાને ખર્ચે ૧૦૪ અ. ૩૧ હાથીઓ. ભારવાહક ૨૫ પશુઓ તથા ૪૨ ગાડીઓ રાખતા. સમ્રાટના સમયમાં સઘળા મળીને ૪૧૫ મનસીબદાર હતા. તેમાં હિંદુઓની સંખ્યા માત્ર ૫૭ની જ હતી. મુસલમાન મનસબદા કરતાં હિંદુ મનસીબદારોની સંખ્યા ન્યૂન હતી, એટલા માટે સમ્રાટ મુસલમાન પ્રત્યે
વિશેષ પક્ષપાત ધરાવતા હશે, એવી કલ્પના કરવાની જરૂર નથી. હિંદુઓ પ્રત્યે G Àષવૃત્તિ ધરાવનાર બાટાઉની જે ઐતિહાસલેખક એક સ્થાને લખી ગયો છે
Shreeudnarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com