________________
શાસનનીતિ
:
૨૪૯
બચાવ કરતા. જહાજના આકાર પ્રમાણે તોપખાનાના માણસે પ્રત્યેક જહાજમાં વધતા-ઓછા પ્રમાણમાં રહેતા. (૧૧) મુખ્ય ખલાસી. (૧૨) સાધારણ ખલાસી. ઉપર જણાવેલા નેકને પગાર ભિન્ન ભિન્ન બંદરે ભિન્ન ભિન્નરૂપે આપવામાં આવતું. હુગલી પાસે આવેલા સંગ્રામ બંદરે અધ્યક્ષને રૂા. ૪૦૦, કપ્તાનને રૂ. ૨૦૦, મુખ્ય ખલાસીને રૂ. ૧૨૦, પ્રત્યેક સાધારણ ખલાસીને રૂા. ૪૦ તથા પ્રત્યેક સૈનિકને રૂા. ૧૨ ને માસિક પગાર આપવામાં આવતું. પ્રત્યેક જહાજમાં વિવિધ ગૃહે હતાં. કોઈ ગૃહમાં મુસાફરોને રહેવાની તથા કોઈ ગૃહમાં કેવળ વાણિજ્યની સામગ્રી જ રાખવાની પરવાનગી આપવામાં આવતી. જહાજના મુખ્ય
કરેને ઉકત પગાર ઉપરાંત રહેવાને અમુક ગૃહે પણ મુફત મળતાં. તેમાં તેઓ પિતાના વ્યાપારની વસ્તુઓ ભરતા અને પરદેશમાં તે વેચી દઈ પગાર ઉપરાંત બીજે પણ ઘણા લાભ મેળવી શકતા હતા. સમ્રાટ અકબરના સમયમાં સતગ્રામ ખંભાત, લોહાડી આદિ સમુદ્રકિનારે આવેલાં સ્થાને બંદરતરીકે સુપ્રસિદ્ધ થયાં હતાં. લાહાડી બંદર વર્તમાન કરાંચીની પાસેજ આવેલું હતું. સમ્રાટનાં જહાજે પોર્ટુગાલ, મલાકડા તથા સુમાત્રાના ટાપુઓ અને પેગુ આદિ સ્થાને પર્યત આવ-જા કરી શકતાં હતાં. સમ્રાટની પાસે જહાજોની મોટી સંખ્યા હતી. વિવિધ બંદરની પણ તેના સમયમાં બહુ સારી ઉન્નતિ થઈ હતી.
કિલ્લાઓ ઈત્યાદિ–સમ્રાટે અનેક સ્થળે મજબૂત કિલ્લાઓ બંધાવ્યા હતા. કિલ્લાઓની આસપાસ ઉંડી ખાઈઓ પણ ખોદાવી હતી. આ કિલ્લાઓમાં અટક, આગ્રા તથા અલાહાબાદને કિટલે આપણું ખાસ ધ્યાન આકર્ષે તેમ છે. તે સિવાય ગ્વાલિયર, અજમેર, ચિતડ, આસીરગઢ, સુરત, ચુનાર, રેતાસગઢ તથા પુરાતન દિલ્હી વગેરે શહેરોના અસંખ્ય કિલ્લાઓ સમ્રાટના તાબામાં હતા. તેણે કેટલીક નૂતન નગરીઓની પણ સ્થાપના કરી હતી. અનેક રાજમાર્ગો પણ તૈયાર કરાવ્યા હતા. અનેક ધર્મશાળાઓ, નહેર, તળાવો તથા કૂવાઓ પણ પ્રજાહિતાર્થે બંધાવ્યા હતા. કેટલીએ જાતના મહેલ, ઉદ્યાને તથા પ્રાસાદેવડે ભારતવર્ષ જેવા વિશાળ મહાદેશને તેણે અલંકૃત કર્યો હતો. તેને તે નિર્ણય પણ અત્યારે થઈ શકતું નથી.
સૈન્ય–સમ્રાટે કુમાર સલીમને દસ હજાર, કુમાર મુરાદને આઠ હજાર, કુમાર દાની આલને સાત હજાર તથા સલીમના પુત્ર ખુશરૂને પાંચ હજાર સેનાનું મનસીબદારપદ કિંવા સેનાપતિપદ આપ્યું હતું. રાજ્યના મુખ્ય અને પ્રધાન પુરુષે પાંચ હજાર સેનાનું સેનાપતિપદ પ્રાપ્ત કરી શકતા હતા. તેથી અધિક સેનાનું સેનાપતિપદ ખાસ કારણ સિવાય કોઈને આપવામાં આવતું નહોતું. છતાં હિંદુ અને મુસલમાનમાં એક માત્ર રાજા માનસિંહજ સર્વ પહેલાં સાત હજાર સેનાનું સેનાપતિપદ મેળવવાને ભાગ્યશાળી થયો હતો. ઉપર કહ્યાં તે પહે
Shree SudharmaSwami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com