________________
શાસનનીતિ
૫૧
કે—“ હિંદુ મનસાદારાની સંખ્યા વધારવાને માટે સમ્રાટે અનેક પ્રયત્ન કર્યો હતા; પરંતુ હિંદુઓની સંખ્યામાં કેમે કરતાં હજી વૃદ્ધિ થઇ નથી. છતાં થાડાજ સમયમાં સેનાપતિએ અને તેવાજ ખીજા ઉચ્ચ હાદ્દેદારોની જગ્યા હિંદુ ગૃહસ્થાવતી તે ભરી દેશે એમાં શક નથી. ” વસ્તુતઃ તે કાળે હિંદુએ અત્યારની માફક રાજ્યની નાકરી કે રાજકા પ્રાપ્ત કરવાની એટલી બધી લેાલુપતા ધરાવતા નહાતા. તેમજ દૂર દેશામાંથી દિલ્હી અને આગ્રા જેવી રાજધાનીમાં વારવાર જવું–આવવું તે પણ તેમને માટે સહજ નહાતુ. આ સધળાં કારણાને લીધે હિંદુએ સમ્રાટની સેવામાં જોડાયા ન હેાય તેા તેમાં અકબર ઉપર આક્ષેપ કરવાની જરૂર નથી. મનસઅન્નાના લીસ્ટમાં ઉડીસાના કેટલાક જમીનદારાનાં નામેા મળી આવે છે; પરંતુ કાઇ પણ બંગાળી જમીનદારનું નામ તેમાં જણાતું નથી. તે ગમે તેમ હા પણ એટલુ તા ચોકકસ છે કે સમ્રાટના સમયમાં અનેક હિંદુ રાજ્યની સર્વથી ઉચ્ચ પદવી અને અધિકારો ધરાવતા હતા. ત્યારખાદ તેના પૌત્ર શાહજહાનના સમયમાં પ્રથમ અને દ્વિતીય વર્ગના ઉચ્ચ અધિ કારા હિંદુઓ પાસેથી લઇ લેવામાં આવ્યા હતા અને પછી અકબરના પ્રપાત્ર ઔરંગઝેબના સમયમાં સામ્રાજ્યના સધળા વિભાગામાંથી હિંદુઓને હાંકી કઢાડવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ મુસલમાનેાથી ભરવામાં આવી હતી.
જે સૈનિક વિભાગમાં પ્રવેશવાની ઉમેદવારી કરતા, તેમની પરીક્ષા સમ્રાટ અકબર પોતે કરતા અને તેમની આકૃતિ ઉપરથી તેમની પ્રકૃતિની અતિ સૂક્ષ્મ કસોટી કર્યા પછીજ તેમને સૈન્યમાં દાખલ કરતા. એક સ્થળે એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમુક વ્યકિત વસ્તુત: સૈનિક છે કે સૈનિકના વેષવાળા કાઇ વણિક છે, તે માત્ર તેના ચહેરા જોયા પછી સમ્રાટ તરતજ કહી દેતા.
વર્તમાન સમયની યુદ્ધપદ્ધતિ એવા પ્રકારની છે કે અમુક ધોડેસ્વારા સર્વાંપ્રથમ આગળ ચાલે છે અને વિશાળ સૈન્યને પાછળ આવવા દઇ, દુશ્મનેાના આકસ્મિક હલાઓનું પાતે નિવારણુ કરે છે; અથવા તે શત્રુની સંખ્યા અમુક સ્થળે છે, એવા પત્તો મેળવી પોતાની પાછળ આવતા સૈન્યને યાગ્ય સમયે સાવચેત બનાવે છે. સમ્રાટે પણ પોતાના સૈન્યમાં એ પદ્ધતિ દાખલ કરી હતી. કાઇ કાષ્ઠ સ્થળે મોટાં જંગલો કપાવીને, તેણે મોટા રાજમાર્ગ તૈયાર કરા વ્યા હતા અને એ નવીન રાજમાર્ગે પાતાના મેાગલ સૈન્યને લડવા માટે રવાના કર્યું" હતુ. સૈન્યની સગવડ માટે સમ્રાટ કેટલી કાળજી રાખતા, તે આ ઉપરથી સ્પષ્ટ થાય તેમ છે.
સમ્રાટના સમયમાં હાથી અહુ ઉપયાગી લેખાતા હતા. તેઓ મહાન તાપેા રક્ષેત્રમાં ઉપાડી જતા. બહાદૂર સૈનિા હાથમાં ખંદુક લઇ, હાથી ઉપર
એ શત્રુસેનાના સંહાર કરતા. નાની નાની તાપા તા હાથીની પીડ ઉપર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com