________________
શાસનનીતિ
૨૪૭
એવી મહાન તપ તૈયાર કરાવી હતી કે તેધારા ૧૨ મણુને ગેળો સહેલાઈથી દૂર ફેંકી શકાતા હતા. અનેક હાથીઓ તથા બળદ જોડવામાં આવતા ત્યારે જ એક તોપ એક સ્થળેથી અન્ય સ્થળે પહોંચી શકતી હતી. કેટલાક ઐતિહાસિક એમ પણ જણાવે છે કે તે કાળે ભારતવર્ષમાં એવી મહાન તપ તૈયાર થતી હતી કે એક એક તપ ૩૦ મણને લઢાને ગેળા સહેલાઈથી બહુ દૂરપર્યત ફેંકી શક્તી હતી. ડાવ સાહેબ લખે છે કે –“જે ઢાકામાં અને આરકેટમાં મહાન મજબૂત તે આપણને દષ્ટિગોચર ન થતી હતી તે આપણે અકબરના સમયની અતિ મહાન તેના વર્ણનસંબધે સદા શંકાશીલજ રહી જાત.”પ્રસિદ્ધ મુસાફર બનીયર સાહેબ કે જે અકબરની પછી ૫૦ વર્ષે હિંદુસ્તાનમાં આવ્યો હતો, તે ભારતવર્ષમાં તૈયાર થતી બહુજ મજબૂત તેનું નિરીક્ષણ ર્યા પછી એટલે સુધી લખી ગયા છે કે –“ભારતના જેવી તે અને બંદુક હજી યૂરોપમાં પણ તૈયાર થાય છે કે નહિ તેનજ મને તે શક છે.” પિતાની શિલ્પશાળામાં ઉત્તમ તપ વગેરે તૈયાર કરાવવા માટે સમ્રાટ પોતે જાતે જે પરિશ્રમ તથા ઉત્સાહ લે તે ખરેખર આપણને આશ્ચર્યમુગ્ધ કરે તેમ છે. તેની શાળામાં એવાં બખતરે તૈયાર થતાં કે બંદુકની ગોળીઓ તે બખતરને ભેદી શકવાને સમર્થ થઈ શકતી નહતી. સમ્રાટ પોતે તેમજ તેના સૈનિકે પણ એજ બખતરો પહેરીને યુદ્ધાર્થે સજજ થતા. સમ્રાટે પોતે જ પોતાના બુદ્ધિબળથી તેપ અને બંદુક આદિ યુદ્ધસામગ્રીમાં સુધારો વધારો કર્યો હતો. તે તે ગાડાં તથા ગાડીઓદ્વારા લઈ જવામાં આવતી. તેણે એક એવા પ્રકારની તોપ પણ તૈયાર કરાવી હતી કે જે સગવડની ખાતર છૂટી પડી શકે અને યુદ્ધસમયે થોડી જ વારમાં સંયુકત પણ થઈ શકે. તેણે એક એવું યંત્ર પણ તૈયાર કરાવ્યું હતું કે જેની સહાયથી એકીસાથે સત્તર તેને અગ્નિ લાગે અને તે જ ક્ષણે ગોળાઓ તથા ગોળીઓની વૃષ્ટિ શત્રુપક્ષ ઉપર થવા લાગે ! એકીવેળા એક મનુષ્ય ૧૬ બંદુકે સાફ કરી શકે એવું પણ એક યંત્ર સમ્રાટે તૈયાર કરાવ્યું હતું. ખેતીવાડીને માટે ઉપયોગી થઈ શકે એવાં પણ અનેક યંત્રો સમ્રાટે પિતાના બુદ્ધિબળથી તૈયાર કરાવ્યાં હતાં.
જહાજ–જે સમયનું અમે આ સ્થળે વર્ણન કરીએ છીએ તે સમયે ભારત–સમુદ્રમાં યુરોપની પ્રજાએ પ્રબળ સત્તા ફેલાવવા માંડી હતી. યૂરોપી પ્રજાનાં જહાજે ભારતની બન્ને બાજુએ નિર્ભયપણે વિહરતાં હતાં. જો કે યુરોપિયનેને ભારતવર્ષ તથા મકકાની સાથે લાંબો સંબંધ નહોતે, તે પણ તેમની રજા સિવાય તથા તેમની મહેરબાની સિવાય ભારતીય મુસલમાને સમુદ્રમાર્ગે માકાપર્યત જઈ શકતા નહોતા. પિટુગીઝના અમલદારો સંતુષ્ટ થાય તેજ તેઓ મુસલમાનોને મકકા સુધી જવાનો પરવાનો આપતા. આ પરવાના ઉપર મથાળે ઇસુ ખ્રિસ્તની
Shree Sudhanaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com