________________
૨૪૬
સમ્રાટ અકબર
નાખવાની સેનાધિપતિને જરૂર પડે તે તે ઉગેલા ધાન્યની કિંમત રાજ્ય તરફથી ખેડુતને ભરી આપે એ સમ્રાટે લશ્કરના અમલદારને હુકમ કર્યો હતો. લશ્કરી છાવણીની આસપાસ પહેરેગીરે સર્વદા ઉભા રહેતા અને સૈનિક તથા સૈનિકોના હાથી-ઘડા આદિ જાનવર, પાસેનાં ધાન્યક્ષેત્રોમાં કાંઈ બગાડ ન કરે તે માટે કાળજી રાખતા હતા. મુસલમાન સૈન્ય જો એક દેશ ઉપર હલ્લો કરે અને ત્યાં વિજય પ્રાપ્ત કરે તો તેઓ ત્યાંના નિવાસીઓને, તેમનાં સ્ત્રી-પુત્રોને તથા સગાંવહાલાઓને કેદ કરી શકે, એટલું જ નહિ પણ તેમને કાયમને માટે ગુલામ બનાવી, મરજી પડે તે સ્થળે મરછમાં આવે તેટલી કિંમત લઈ વેચી દઈ શકે, એવો સૈનિકને અકબરના રાજ્ય પહેલાં અધિકાર આપવામાં આવતે. મનુષ્યમાત્રને કમકમાટ ઉપજાવે એવા આ દુષ્ટ ધરણને લીધે મુસલમાને કરતાં કમ નસીબ હિંદુઓને જ અનેકગણ ત્રાસ ખમવો પડતે, એમ કહેવાની જરૂર નથી. સમ્રાટ અકબરે સિંહાસન ઉપર આવ્યા પછી સાતમે વર્ષે ઉકત તિરસ્કારપાત્ર તથા નિષ્ફર ધોરણ રદ કર્યું હતું. “પિતાના અપરાધ માટે પુત્રને સજા કરવી, એ ઉચિત નથી, તેમજ સ્વામીના દોષમાટે સ્ત્રીને અપરાધી ગણવી એ ન્યાય નથી,” એમ જણાવી સમ્રાટે ઉદારતાપૂર્વક એક એવી આશા બહાર પાડી હતી કે - હવે પછી રાજકીય સેના કેઈ પણ કારણે કોઇને કેદ કરી શકશે નહિ, તેમજ ગુલામતરીકે વેચી પણ શકશે નહિ.” જે બળવારે વારંવાર બળવો ઉઠાવી સામ્રાજ્યને મેટી મુશ્કેલીમાં ઉતારતા હતા અને સૈન્ય તથા દ્રવ્યને નિરર્થક નાશ કરતા હતા, તેઓ પણ જ્યારે સમ્રાટના શરણે આવી ક્ષમા યાચતા ત્યારે સમ્રાટ તેમને ક્ષમા આપ્યા વગર રહી શકતો નહિ, એટલું જ નહિ પણ એકવાર ખુંચવી લીધેલી જાગીર પણ પુનઃ પાછી સોંપી દેત. શત્રુ રાજાની નગરી ઉપર વિજય મેળવ્યા પછી ત્યાંના કોઈ ધનિકની ધન-સંપત્તિને સમ્રાટે સ્પર્શ પણ કર્યો નહોતો. તેથી ઉલટું તેણે પોતે પોતાના સૈનિકોને નગરીના જુદા જુદા લત્તામાં ગોઠવી દઈ શહેરની પ્રજાને દુષ્ટ મનુષ્યના પંજામાંથી બચાવવાને પૂરતા પ્રયત્ન કર્યા હતા. વૈર લેવાની વૃત્તિ તે સમ્રાટના હૃદયમાં હતી જ નહિ, એમ કહીએ તે અસત્ય નથી. ગમે તે શત્રુ સમ્રાટની પાસે હાજર થઈ ક્ષમા માગત, તે દયાળુ સમ્રાટ તે આપ્યા વગર રહેતા નહિ. બળવાખોરો શરણે આવ્યા પછી સમ્રાટ તેમને પિતાના મિત્ર સમાનજ લેખ. શત્રુરાજાની રાજધાની તાબે કર્યા પછી, સમ્રાટ જનસમાજના અપરાધોને માફ કરો અને પિતાની તરફ સ્વાભાવિક ઉદારતાપૂર્ણ ઢંઢેરે બહાર પાડતા.
તેપ-બંદુક–સમ્રાટે જે સેંકડે શિલ્પશાળાઓની સ્થાપના કરી હતી, તે શાળાઓમાં ઉત્કૃષ્ટ તપ, બંદુક, દારુગોળો, છરાઓ, તરવાર, બખ્તરો તથા હાલો આદિ યુદ્ધોપયોગી સામગ્રી તૈયાર થતી હતી. સમ્રાટે પોતાની શિલ્પશાળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com