________________
સમ્રાટ અકબર
એમ ધારી નૂતન ભાષાના મૂળાક્ષરે તેણે ફારસી લિપિમાંથી જ પસંદ કર્યા હતા. તેમાંના અનેક શબ્દો હિંદુસ્તાની હેવાથી સઘળાં મનુષ્ય બહુજ સહેલાઇથી તેને ઉપયોપ કરી શકતાં હતાં. રાજા ટેડરમલ “ઉર્દુ ” ભાષાને પિતા હેવાનું માન ધરાવે છે.
સમ્રાટે સર્વ પ્રકારની કેળવણીને યોગ્ય ઉત્તેજન આપ્યું હતું. તેણે અનેક વિદ્યાલયની પણ સ્થાપના કરી હતી. તે વિદ્યાલયોમાં હિંદુઓ તથા મુસલમાનો કેળવણી લઈ શકતા હતા. સમ્રાટે વિદ્યાલય સંબંધે નીચે પ્રમાણે ધારાઓ બહાર પાડયા હતાઃ “પ્રત્યેક બાળકને ઈશ્વરસ્તુતિ સંબંધી તથા સદાચારસંબંધી સુંદર કવિતાઓ કંઠસ્થ કરવી પડશે. પ્રત્યેક બાળકને ધીમે ધીમે નીચેના વિષયો શીખવા પડશે નીતિગ્રંથ, પાટિગણિત, ખેતીવાડી વિદ્યા, ભૂમિતિ, તિઃ શાસ્ત્ર, આકૃતિ જોઇને પ્રકૃતિ પારખી કહાડવાની વિદ્યા, ગૃહસ્થાશ્રમસંબંધી ઉપયોગી શિક્ષણ, કાનુન, વૈદક, ન્યાય, વિજ્ઞાન તથા ઇતિહાસ. જેમાં સંસ્કૃતને અભ્યાસ કરવા ઇરછતા હોય તેમને વ્યાકરણ, ન્યાય, વેદાંત તથા પાતંજલ દશનનું ખાસ કરીને અધ્યયન (અભ્યાસ) કરવું પડશે.” સમ્રાટની કેળવણી સંબંધી પદ્ધતિ ભારતને માટે કેટલી હિતકર હતી, તેનો નિર્ણય કરવાને કાણુ સમર્થ છે?
સમ્રાટે સ્ત્રીકેળવણીને પણ ઉત્તેજન આપ્યું હતું. તેના અંતઃપુરમાં એક પુસ્તકાલય હતું. અંતઃપુરની સ્ત્રીઓ તેમાંથી પુસ્તકે લઈ સમ્રાટ પાસે બેસીને વાચન તથા મનન કરતી. બહેરામખાંની વિધવા પત્ની બહુ ઉત્તમ પ્રકારની કવિતાઓ રચી શકતી હતી. સમ્રાટના અંતઃપુરને આવક–ખર્ચ સંબંધી હિસાબ - તપુરની સ્ત્રીને કરજ રાખતી હતી, એ વાત પૂર્વે કહેવાઈ ગઈ છે. રાણી રૂપમતી પણ એક સુશિક્ષિતા રમણ હતી. ભારતવર્ષમાં એક કાળે સુશિક્ષિતા સ્ત્રીઓને અભાવ નહતો.
ગુણાનુરાગ–સમ્રાટે સર્વ પ્રકારની કળાઓને તથા વિદ્યાઓને ઉત્તેજન આપ્યું હતું. સારા કવિઓને તથા જ્ઞાનની શોધમાં તલ્લીન રહેતા અભ્યાસીઓને તે નિયમિતપણે પૈસાસંબંધી સહાય આપતા હતા. તે કેટલીકવાર કહેતો કે:-“જે એવા કળાવાન અને બુદ્ધિમાન અભ્યાસીઓને આપણે ખાનપાન માટે યોગ્ય મદદ ન આપીએ, તે તેમને ભરણપોષણ માટે મહેનત કરવી પડે અને એમાં જે સમય જાય તે વિદ્યાવૃદ્ધિમાં એકંદરે ગંભીર હાનિ કર્યા વગર રહે નહિ.” સમ્રાટના દરબારમાં ૫૯ કવિઓ હતા. તે સર્વને અકબર દ્રવ્યસંબંધી મદદ આપતા. ઉક્ત કવિએમાં કવિવર ફૈઝી સર્વોત્તમ ગણુતો હતે. રાજા મનહર ફારસીમાં બહુ મનેહર કાવ્યો રચી શકતા હતા. તેથી સભાસદે તેને “મહંમદ મનહર”નું નામ આપી તેની પ્રશંસા કરતા હતા. તે ઉપરાંત ૧૫ કવિઓ રાજ્યનાં જુદાં જુદાં સ્પાનામાં રહી કવિતાઓ રચીને સમ્રાટની પાસે મોકલી આપતા હતા. તેમને પણ
Shree Sudhalmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com