________________
શાસનનીતિ
૩e
લડવા માટે બહાર નીકળતા ત્યારે ભાગ્યયોગે જે કોઇને ત્યાં વિશ્રામ લેતે. તે તે ઘરવાળા પાસેથી તેની જમીનસંબંધે કઈ પણ પ્રકારને કર કદાપિ લેવામાં આવતે નહિ.
તબલ. શેરડી તથા ગળી ઇત્યાદિ વસ્તુઓ ઉપર સમ્રાટના સમયમાં કર : લેવાતું હતું. નકાઠારા નદી ઓળંગતી વેળા અશ્વ તથા ગાય-ભેંસ દીઠ એક આને તથા ૧૦ માણસો વચ્ચે માત્ર એક પૈસે ભરે પડતા હતા. આ પ્રમાણે જે આવક થતી તેમને ના ભાગ રાજ્યની ત્રિજેરીમાં જાતે અને બાકીને ભાગ નીકાવાળાની પાસે રહેતો. તે ઉપરાંત વિવાહપ્રસંગે પણ રાજ્યની તરફથી મકર લેવાનો કાયદો હતે. મનસબદારો પોતાના ગજા પ્રમાણે ૪ રૂપિયાથી લઇ ૧૦ સુવર્ણમુદ્રાપર્યત રાજ્યની ત્રિજોરીમાં કર આપતા. ધનવાન ગૃહસ્થ ૪ રૂપિયા, સામાન્ય સ્થિતિના મનુષ્યો ૧ રૂપિયા તથા સાધારણ જનસમાજ બે પિસાથી કિંચિત ન્યૂન રકમ વિવાહપ્રસંગે રાજ્યના ખજાનામાં આપતા હતા. કાબૂલ, કંદહાર અને ઈરાન આદિ દેશોમાંથી જે ઉત્તમ અશ્વો ભારતમાં વેચવા માટે લાવવામાં આવતા તે પ્રત્યેક અશ્વદીઠ ૨-૩ રૂપિયા કરતરીકે લેવામાં આવતા.
ટંકશાળ–અકબરે પિતાના રાજ્યમાં જુદે જુદે સ્થળે ૪૨ ટંકશાળોની સ્થાપના કરી હતી. ઉક્ત ટંકશાળોમાં સનારૂપાના તથા ત્રાંબાના સિકકાઓ તૈયાર થતા; જેમાં એક વિશુદ્ધ ધાતુને જ ઉપયોગ કરવામાં આવતો હતે.
ધનભંડાર–સમ્રાટ અકબરના સમયમાં બાર ધનભંડારો હતા. તેમાંના ત્રણ ભંડારમાં રોકડ નાણું, એકમાં કિંમતી મણિમુક્તાઓ, એકમાં કેવળ સેનું તથા એકમાં સુવર્ણ અને મણિમુક્તાવાળા અલંકાર રહેતા હતા. તે સિવાયના ભંડારમાં અસંખ્ય મણિહાર તથા હીરાના હાર સંગ્રહવામાં આવતા. ઉક્ત ભડારોમાંથી જાગીરદારોને તથા સેનાપતિઓને ઉછીનું નાણું આપવામાં આવતું. સમ્રાટના પોતાના લિખિત હુકમ સિવાય રાજ્યભંડારમાંથી કેઈને કાંઈ વસ્તુ મળી શતી નહિ.
સિંહાસન-સમ્રાટની પાસે જુદી જુદી જાતનાં અનેક સિંહાસને હતા. તેને કિંમતી મણિઓ, મુક્તાઓ અને જવાહીરોથી શણગારવામાં આવતાં. સિંહાસનેમાં સેનાને જ મુખ્યત્વે ઉપયોગ થતો. તેની ઉપર જે રાજઇ વિરાજતાં તે પણ મણિ મુકતાવડે શણગારવામાં આવતાં હતાં.
કેળવણી વિશાળ ભારતવર્ષમાં તે વેળા પણ અનેક ભાષાઓ પ્રચલિત હતી. સમ્રાટે સમગ્ર ભારતમાં એક ભાષાને પ્રચાર કરવા અર્થે સંસ્કૃત, હિંદુસ્તાની અને ફારસી ભાષાના અમુક અમુક શબ્દો લઈ “ ઉ૬ ” નામની એક નૂતન ભાષા તૈયાર કરાવી હતી. ફારસી લિપિના મૂળાક્ષરોની સહાયતા લીધી હોય તો. થોડા સમયમાં શેડી જગ્યામાં ગંભીર અર્થવાળાં અનેક વાકયે લખી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com