________________
ર૩૮
સમ્રાટ અમર
પ્રસિદ્ધ મુસાફર બનયર સાહેબે પણ ભારતની પ્રાયઃ તે સમયની ચિત્રકળા માટે બહુજ ઉચ્ચ અભિપ્રાય આપ્યો છે.
વેપાર– સમ્રાટે સર્વે પ્રકારના વેપારને પણ ઉત્તેજન આપ્યું હતું. વિદેશી વ્યાપારીઓને હિંદમાં બેલાવવા માટે તેણે પિતાથી બનતું કર્યું હતું. જે કોઈ વિદેશી વ્યાપારી ભારતવર્ષમાં આવતો તે સમ્રાટ તેની મુલાકાત લઈ, અતિ સહદયતાપૂર્વક તેની સાથે વાર્તાલાપ કરતો અને તેની પાસે જે વસ્તુ હોય તે વસ્તુની કિંમત ઉપરાંત અમુક દ્રવ્ય ભેટતરીકે આપી તે ઉત્કૃષ્ટ વસ્તુ પિતાની પાસે રાખ. તે ઘણીવાર એમ કહેતો પણ ખરો કે –“જે આપણે વિદેશી વેપારીઓને યોગ્ય ઉત્તેજન ન આપીએ, તે વિદેશીઓ આપણું દેશમાં આવે નહિ અને જે તેઓ ન આવે તે તેમના જેવી ઉત્કૃષ્ટ વસ્તુઓ તૈયાર કરવાની આપણને કલ્પના પણ ન થાય.”
સમ્રાટના સમયમાં સુરત તથા ગાવા આદિ દરિયાને કિનારે આવેલાં બંદરમાં ચૂરોપના અનેક વેપારીઓ રહેતા હતા અને ત્યાં પિતાને વેપાર કરતા હતા. યુરોપ, આફ્રિકા, ઈરાન, અરબસ્તાન, ચીન, જાપાન તથા હિંદી મહાસાગરમાં આવેલા ટાપુઓમાં ભારતવર્ષને વેપાર ધમધોકાર ચાલતો હતો. વિદેશી વેપારીઓ ભારતની દ્રવ્યસામગ્રી સાથે પોતપોતાના દેશમાં તૈયાર થયેલી વસ્તુઓની અદલા બદલી કરતા. ભારતવાસીઓ પણ અતિદૂરના દેશોમાં જઈ વાણિજ્ય કરતા હતા.
મહેસુલ–અબુલ ફઝલે લખ્યું છે કે –“ શેરશાહના સમય કરતાં સમ્રાટ અકબરના સમયમાં પ્રજાને બહુ અલ્પ મહેસુલ ભરવું પડતું હતું. દિલ્હી, આગ્રા, અલાહાબાદ, અયોધ્યા, અજમેર, માળવા, અમદાવાદ, કાબુલ (કાશ્મીરને સમાવિશ કાબૂલમાંજ થઈ જાય છે), લહેર, મુલતાન, બિહાર તથા બંગાળા (એડીસાને સમાવેશ બંગાળામાં જ થાય છે) ઈત્યાદિ બાર પ્રાંતમાંથી નવ કરોડ રૂપિયાથી કિંચિત વધારે મહેસુલની આવક થતી હતી. ” ટોમસ સાહેબના અભિપ્રાય પ્રમાણે અકબરની સર્વ પ્રકારની આવક ૩૨ કરોડ રૂપિયાની થતી હતી. આબરના સમયમાં મનુષ્યોને અન્ન-વસ્ત્ર સંબંધી તંગીઓ વેઠવી પડતી નહતી, તેમજ અમુક વર્ષે ભયંકર દુષ્કાળ આવીને ઉભેજ રહે, તેમ પણ બનતું નહતું.
બીજા કરો–સમ્રાટે જયાવેરો, તીર્થવેર, બંદરનો વેરો, મીઠા ઉપરને કર, વૃક્ષ ઉપરના કર, બળદો ઉપર કર, ચુલાવેર, માથાવેરો, ( માથાદીઠ જે કર લેવાય તે માથાવેરે), હાટ ઉપરને કર, ગ્રહના વેચાણ તથા ખરીદ ઉપરને કર, પશુવિયસંબંધી કર, તેલ તથા ચામડી ઉપરનો કર તેમજ સલામી વેરો અને એવા બીજા અનેક નાના-મોટા કરે માફ કર્યા હતા. જમીનનું માપ કરાવતી વેળા જે કર આપે પડતે તથા રાજ્યના ઉચ્ચ હોદ્દેદારોને જે ફરજીયાત વેરો ભરવો
પાતા. તે સર્વ કરમાંથી સમ્રાટે હિંદી પ્રજાને મુકત કરી હતી. સમ્રાટ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
wwû.umaragyanbhandar.com