________________
• શાસનનીતિ
૨૩૭
ભારતવર્ષમાં ખેલાવ્યા હતા અને તેમની મારફતે ભારતવર્ષમાં દ્રાક્ષ આદિ અનેક પ્રકારનાં સુમધુર ક્ળાની ખેતી કરાવી હતી. પજામમાં આવેલાં આખામાં વામાં • પશુ તેણે ધણેાજ · સુધારાવધારા કરાવ્યા હતા. ખેતીવાડીની ઉન્નતિ માટે અનેક તળાવા, નહેરા તથા કૂવાઓ પણ ખેાદાવ્યા હતા.
કાહાર—સમ્રાટે પ્રત્યેક જીલ્લામાં એક રાજકીય કાઠારની સ્થાપના કરી હતી. જે ખેતરામાં ધાન્ય ઉત્પન્ન થતું, તે ખેતરામાંથી એક વીધે દશ શેર જેટલુ ધાન્ય કરરૂપે લેવામાં આવતુ' અને તે ધાન્ય ઉકત કાઠારામાં સંગ્રહવામાં આવતું.
આ કાઠારામાંથી ખેડુતને બીજને માટે ધાન્ય આપવામાં આવતુ. દુષ્કાળ જેવા પ્રસ ંગે પ્રજાવર્ગને અપ કિંમતે ધાન્ય વેચવામાં આવતું. રાજ્યનાં અનાથાશ્રમામાં • પણ ઉકત કાઠારામાંથીજ ધાન્ય પહેાંચાડવામાં આવતું. રાજ્યનાં પશુઓને પણ્ ત્યાંથીજ આહાર પૂરા પાડવામાં આવતા હતા. આવી રીતની વ્યવસ્થાવર્ડ સમ્રાટ અકબરે તે કાળે પોતાની પ્રજા ઉપર તથા ખાસ કરીને ખેડુતવર્ગ ઉપર ભારે ઉપકાર કર્યાં હતા, એમ કહેવાની જરૂર રહેતી નથી.
શિષ——શિપની ઉન્નતિ માટે પણુ સમ્રાટે સારા પ્રયત્ન કર્યાં હતા. ભારતવર્ષની સર્વપ્રકારની શિલ્પકળાને ઉત્તેજન આપવાને તે સદા તત્પરજ રહેતા. ગાલીચાઓ તૈયાર કરાવવા તેણે અનેક સ્થાને રાજકીય શિલ્પશાળા ખુલ્લી મૂકી હતી. ઇરાન, મ ંગોલિયા તથા યાપ જેવા દૂરના દેશાવામાંથી તેણે માલીચા માટેની સામગ્રી એકઠી કરી હતી. રાજકીય શિલ્પશાળાઓમાં ગાલીચા ઉપરાંત ખંદુકા તથા તાપા પણ એટલી બધી સુંદર તૈયાર થતી કે વિદેશી મુસાકા તેની મુક્તકૐ પ્રશંસા કર્યા વગર રહેતા નહિ. અકબરે રેશમ તથા રેશમનાં સ` પ્રકારનાં વસ્ત્રો ભારતવષ માં તૈયાર કરાવવા કારીગરાને પુષ્કળ ઉત્તેજન માચ્યું હતું. કાશ્મીર અને લાહારમાં જે શાલા તૈયાર થતી તેની બહેાળી ખપત ચાય તેવા ઇલાજો તેણે લીધા હતા અને એ રીતે શિલ્પીઓને ઉત્સાહિત કર્યો હતા. સેકડા રાજકીય શિલ્પશાળાઓમાં અનેક પ્રકારની સામગ્રી, રાજ્યના ખર્ચે તથા રાજ્યની દેખરેખ નીચે તૈયાર થઈ બહાર પડતી.
ચિત્રકળાની ઉન્નતિ માટે પણ સમ્રાટે અનેક ચિત્રકારાને સહાયતા આપી પેાતાના રાજ્યમાં રાખ્યા હતા. સખ્યાબંધ ચિત્રકારા એક અઠવાડીઆ સુધી પાતપેાતાની કપના પ્રમાણે ચિત્રા તૈયાર કરી, એક દિવસે સમ્રાટ પાસે રજી કરતા. સમ્રાટ તે સર્વે ચિત્રોની ખારિકાથી પરીક્ષા કરતા અને જેનુ ચિત્ર સર્વોત્તમ કરે તેને પુષ્કળ ઇનામ આપીને કે પગારમાં વધારા કરીને યોગ્ય ઉત્તેજન આપતા. અક્ષરની રાજસભાના સેક્રડા ચિત્રકારો પણ આજે ઇતિહાસમાં અમર રહી ગયા છે. ત સ ચિત્રકારામાં સર્વોત્તમ ચિત્રકાર એક હિંદુ હતા, એમ જણાવવામાં આવે છે. તેણે સમ્રાટનાં તથા મુખ્ય અમય઼ાનાં ચિત્રો તૈયાર કર્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com