________________
૨૩૬
સમ્રાટ અકબર
ઉધાર તેને સહૃદયતાપૂર્વક નિર્ણય કરશે.કેવળ રોકડ રૂપિયાધારાજ મહેસુલ ભારી શકાય એ નિયમ કરશે નહિ. દુકાળના કે એવા બીજા ભયંકર પ્રસંગમાં કરને માટે લેકેને હેરાન કરશે નહિ. નિયમિત કર ઉપરાંત જે કઈ તમને ભેટ આપે તે તેને સ્વીકાર કરશે નહિ. લેકાની સ્થિતિ કેવા પ્રકારની છે, બજારના ભાવમાં કેટલી તેજી-મંદી થઈ છે. મહેસુલતરીકે કેટલું નાણું એકત્ર થયું છે તથા ગરીબ મનુષ્યની કેવી અવસ્થા છે વગેરે બાબતેને માસિક હેવાલ લખી મેકલશો. પ્રત્યેક વર્ષે ખેડુતની અવસ્થા સુધરતી જાય તેવો ગમે તે ભેગે પ્રયત્ન કરશે. તેમને સ. વંદા સંતુષ્ટ રાખશે. તેમના તમે મિત્રજ છે એવી તેમને ખાત્રી કરી આપશે. પ્રભુને પ્રસન્ન કરવા હેય તે ખેડુતને જ પ્રસન્ન કરશે. ખેડુતે જે આપણા ઉપર સંતુષ્ટ થાય તેજ ઈશ્વર સંતુષ્ટ થાય, એ વાત કદાપિ ભૂલી જશો નહિ.”
ખેતીવાડી–સમ્રાટે રાજ્યની રસકસવાળી સમસ્ત ભૂમિની માપણી કરાવી હતી અને ભૂમિની રસાળતાને અનુસરી તેને જુદા જુદા ભાગોમાં વહેંચી નાખી હતી; અર્થાત ભૂમિના વર્ગ પાડી કયી ભૂમિ ખેતીને માટે વિશેષ ગ્ય છે અને કયી ભૂમિ ખેતીને માટે વિશેષ યોગ્ય બનાવવાની છે તેને નિર્ણય કરાવ્યા હતા.' ખેડતો એક વીઘા જેટલી જમીનમાં જેટલું ધાન્ય ઉત્પન્ન કરે તેને એક તૃતીયાંશ ભાગ રાજ્યમાં મહેસુલરૂપે ભરે તે તેણે નિયમ કર્યો હતો. ખેડુતે પિતાની ઇચ્છા પ્રમાણે ધાન્ય આપીને કે રોકડા પૈસા આપીને રાજ્યને કર ભરી આપતા હતા. પહેલાં ઉકત કર પ્રત્યેક વર્ષે આપવાની ખેડુતોને ફરજ પાડવામાં આવતી; પણ પાછળથી તે કર દશ દશ વર્ષે ઉઘરાવવાનો નિયમ ચાલુ કર્યો હતે. પડતર જમીનને આબાદ બનાવવા માટે સમ્રાટે ખાસ પ્રયત્ન કર્યો હતો. એમ કહેવાય છે કે તેણે કોરી નામના એક અમલદારને, રાા લાખ રૂપિયા (એક કરોડયામ) મહેસુલ આપી શકે તેટલી વિશાળ પડતર ભૂમિ સોંપી હતી અને તેને એવી આશા કરી હતી કે ત્રણ વર્ષમાં ઉકત પડતર ભૂમિ આબાદ થઈ જવી જોઈએ. આ પ્રમાણે જે જમીન ઘણું લાંબા કાળથી નિર્જન અને ઉજજડ જંગલરૂપે પડી રહી હતી, તેને સમ્રાટ અકબરે રાજ્યના ખર્ચે ઉદ્ધાર કરાવ્યા હતા. સમ્રાટની કાળજીને લીધે ભારતવર્ષને મેટો ભાગ ટુંક સમયમાં લીલાં મેદાને તથા ધાન્યથી પરિપૂર્ણ સુંદર ક્ષેત્રોથી ખીલી નીકળ્યો હતો. સમ્રાટના સમયની ભારતવર્ષની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અબુલફઝલ લખે છે કે –“ જો કે ભારતવર્ષ એક બહુજ વિશાળ મહાદેશ છે, તે પણ તેના સમસ્ત પ્રદેશો ખેડાયા વગર પડયા રહેતા નથી. ગમે ત્યાં તમે બે માઈલ જેટલે દૂર જશે તે ત્યાં મનુષ્યોથી ઉભરાતું અને ઐશ્વર્યવાળું એકાદ ગામડું, નિર્મળ પાણી, આનંદદાયક ઘા ક્ષેત્રો તથા લીલાં મનહર મેદાને તમને મુગ્ધ કર્યા વિના રહેશે નહિ. સમ્રાટે તુર્કસ્તાન તથા ઈરાન જેવા બહુ દૂર દેશાવરોમાંથી ભારે મહેનત અને ભારે ખર્ચ કુશળ ખેડુતોને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat