________________
ભારતનું ગૌરવ
૧૫
ર્તાવ્યું. ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં મહારાજ વિક્રમાદિત્યે જન્મ લીધું હતું. તેમને પ્રતાપ અને યશ આજે પણ ભારતવર્ષનાં સેકડે મનુષ્યો મુક્તકંઠે ગાઈ રહ્યાં છે. વિક્રમાદિત્યના સમયમાં જ મહાકવિ કાલિદાસે ભારતના સાહિત્યોદ્યાનમાં સુરમ્ય કા. વ્યની સુગંધ પ્રસારવાનો આરંભ કર્યો હતો.
ઈ. સ. ના સાતમા સૈકામાં બૈદ્ધ મહારાજ હર્ષવર્ધન અથવા શિલાદિત્યે કાન્યકુબ્બના સિંહાસન ઉપર વિરાછ સમસ્ત આર્યાવર્ત ઉપર પિતાને અધિકાર વિસ્તાર્યો હતો. તેમની પાસે ૫૦ હજાર પદાતિક, ૨૦ હજાર ઘોડેસ્વાર તથા પચિ હજાર હાથીઓની સેના હતી. તેઓ પ્રત્યેક પંચમ વર્ષે એક બોદ્ધમત્સવ કરતા અને તે સમયે દીન-દરિદ્ર મનુષ્યોને માટે હજાર અને લાખો રૂપીઆની સખાવતે કરતા.
હિંદુઓ પોતાનગરવપૂર્ણ સમયમ નિઃશંકપણે વિદેશયાત્રા અથવા સમુદ્રયાત્રા કરતા હતા. તે કાળે સમુદ્રયાત્રાના કારણે કોઈને જ્ઞાતિબહાર થવું પડતું ન હતું અને એવી સામાજિક ઉદારતાને લીધેજ હિંદુઓ આટલી ઉન્નતિ તથા મ હત્તા પ્રાપ્ત કરી શકયા હતા. ઘણું લાંબા વખત પહેલાં એક પ્રકારની ખાસ નૌકાદ્વારા સમુદ્ર પાર કરવાની કળા હિંદુપ્રજામાં જાણતી હતી. ત્યાર બાદ તેમણે મહાન સમુદ્રયાને તૈયાર કરી સમુદ્રમાં મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું હતું. પૂર્વે તેલૂક બંદર સમુદ્રકિનારે વસેલું હતું. ફાહિયાને આ બંદરથી એક મોટી હિંદુ નકામાં બેસી લંકાની મુસાફરી પૂરી કરી હતી. અને જાવાના ટાપુમાંથી પણ તે હિંદુનીજ નૈકામાં બેસીને ચીન દેશમાં પાછો ફર્યો હતો. ચીનના પરિવારજકો ભારતીય સમુદ્રયાનોઠારાજ પિતાના દેશમાં જઈ શકતા હતા. આ નૌકાઓની વ્યવસ્થા તથા તેને હંકારવાનું કાર્ય પણ હિંદુઓજ કરતા હતા. એક એક નૈકામાં કિંવા પિતમાં ૨૦૦ મુસાફરે યાત્રા કરી શકતા. બ્રાહ્મણે પણ તે સમયે ઉક્ત તૈકાએમાં બેસી ચીન દેશમાં જતા હતા. ઉડીસાવાસીઓ પણ બહુ લાંબા વખતથી નાનાં નાનાં વહાણો તૈયાર કરી સમુદ્રમાં મુસાફરી કરતા હતા. ચીનાઈ પરિવ્રાજક કહ્યુએનસીંગ, જે ઇસ. ના સાતમા સૈકામાં ભારતવર્ષમાં આવ્યું હતું તે લખે છે કે-“ઉડીસાના બંદરેથી નૈકામાં બેસીને અનેક વણિકે અતિ દૂર દેશમાં જતા હતા.” જ્યારે હિલસ અરબી સમુદ્ર પાર કરવાનું સાહસ કરી શકો નહોતો,
જ્યારે ગ્રીસ અને રેમ દેશનાં વહાણોએ ભારતના મહાસાગરમાં દર્શન પણ આપ્યાં નહતાં, તે વખતથી હંદુએ મહાન સમુદ્રયાને તૈયાર કરી શકતા હતા; અને બંગાળાના સમુદ્રને અતિ સહેલાઇથી પાર કરી લંકા, બ્રહ્મદેશ, મલાકા તથા સુમાત્રાના ટાપુઓમાં પિતાને વ્યાપાર-ધંધે વિસ્તારતા હતા. બંગાળી પ્રજા મોલુક બંદરે વહાણે તૈયાર કરતી હતી. તેઓ બંગાળી ઉપસાગરના સમીપમાં થોડા ખર્ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com