________________
૧૪
સમ્રાટ અકબર
મંદિરની તથા ધર્મમંદિરની પ્રતિષ્ઠા કરી હતી, તેજ પ્રમાણે મનુષ્ય અને પશુએની સેવા-સુશ્રુષા તથા ઔષધાદિની વ્યવસ્થા થઈ શકે તે માટે અગણિત ઓષધાલયો તથા પશુશાળાની પણ સ્થાપના કરી હતી. ઔષધાલયમાં પીડિત મનુષ્પો વિના ખર્ચે આહાર તથા આષધ મેળવી શકતાં. સગુણ પુરુષોના ગુણની કદર કરવા માટે પ્રસંગેપાત અશક એક મહાન સભા બોલાવતો અને તે સભામાં ગુણી પુરુષના ગુણે બદલ તેમને પુરસ્કાર આપી સંતુષ્ટ કરતે. આથી ગુણ મનુષ્યોને અનેકગણું ઉત્તેજન તથા ઉત્સાહ મળતા, એ કહેવાની જરૂર નથી. તેણે અનેક રાજમાર્ગો તૈયાર કરાવી, પ્રવાસીઓને બહુ તાપ ન લાગે તે માટે રસ્તાની બંને બાજુએ વૃક્ષો રોપાવ્યાં હતાં તથા તૃષાતુરો માટે સ્થળે સ્થળે અનેક કૂવાઓ તેમજ વિરામને માટે અનેક મુસાફરખાનાં પણ તૈયાર કરાવ્યાં હતાં. તેના અનુશાસન સંબંધી અનેક શિલાલેખ આજે પણ ભારતનાં ભિન્ન ભિન્ન સ્થાનોમાં મળી આવે છે કે જે અંધકારરૂપ સમુદ્રની મધ્યમાં દીવાદાંડીસ્વરૂપ ઉભા રહી ભારતના અને તીત ગૌરવનું દર્શન કરાવતા, ઇતિહાસને અજવાળી રહ્યા છે. શિલાલેખવાળે એક એક સ્તંભ સળંગ એકજ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હોય, એમ પ્રત્યક્ષ જોઈ શકાય છે. એક મહાન કઠિન પથ્થરને કોતરતાં અને તેને ગાળ તથા સીધે બનાવતાં કેટલી મહેનત અને બુદ્ધિ વાપરવી પડે છે તેને ખ્યાલ શિલ્પશાસ્ત્રીઓ સિવાય અન્યને ભાગ્યેજ આવી શકે. આ અનુશાસન-સ્તંભ ઉપર એવા ભાવનાં વાકય કેતરવામાં આવ્યાં છે કે “સાધારણ જનસમાજને માટે અવિરામ નિર્મળ ન્યાય મળે તેના જેવું મંગળકારી કાર્ય અન્ય એક પણ નથી. આ અદલ ઈ
સાફ પ્રજાગણને મળી શકે તેને માટે હું સર્વને જવાબદાર છું–અર્થાત પ્રજાગણને નિષ્પક્ષપાતપણે ન્યાય આપ એ મારું મુખ્ય કર્તવ્ય છે કારણ કે ન્યાય એજ પ્રજાકીય ઉન્નતિમાં મુખ્ય હેતુભૂત છે. પ્રજાને ન્યાય આપવા પ્રતિ મારું સંપૂર્ણ લક્ષ છે.” કઈ કઈ શિલાલેખમાં એમ પણ જાહેર કરવામાં આવ્યું છે કે –“મારી એવી એકાંત અને પ્રબળ ઈચ્છા છે કે ભિન્ન ભિન્ન જાતિઓ, પિતપોતાના સંપ્રદાયને ભલે અવલંબે, પણ તેઓ પિતાપિતાના ચારિત્ર્યની ઉન્નતિ કરવામાં સર્વદા પ્રયત્નશીલ રહે અને પરસ્પરમાં સુલેહ-સંપ તથા શાંતિ સચવાઈ રહે, તથા મતભેદ, ઈર્ષ્યા અને કૅપના હેતુભૂત ન થાય, એ સર્વે લક્ષમાં રાખે, એવી મારી ઇચ્છા છે.” અશોકના નામનું કીર્તન આજે યુરોપના બલગંડીથી જાપાનપર્યત અને સાબીરીયાથી લઈ લંકાપર્યત એકસરખા સન્માનપૂર્વક થાય છે, તેનું કારણ તેનાં ઔદાર્ય તથા સચ્ચરિત્ર સિવાય બીજું સંભવતું નથી. પંડિતવર કેપેનના મત પ્રમાણે ભારતવર્ષને અશોક એ યુરોપના સીઝર તથા શામેન કરતાં પણ વધારે સુપ્રસિદ્ધ છે.
-
iPI
ત્યારબાદ ઉત્તરભારત Shree Sudamaswami Gyandhandar-Untala, Surat
જાઓએ શાસન પ્રવwww.umaragyanbhandar.com