________________
ર૩૪.
સમ્રાટ અકબર
હમે સાંભળતી વેળા કેવળ સાક્ષીઓની સંખ્યા જોઈને અથવા તેમની પ્રતિજ્ઞા અભિળીને જ બેસી રહેશે નહિ; પરન્તુ સાક્ષીઓની આકૃતિ નિહાળીને અને તેમને અનેકાનેક પ્રશ્નો પૂછીને પિતાની સ્વતંત્ર વિચારશક્તિથી સત્ય વાતને નિર્ણય કરશે. ધાર્મિક વિચારે કે સંપ્રદાયની ખાતર કે મનુષ્ય ઉપર અન્યાય ગુજારવામાં આ વશે નહિ. પ્રત્યેક મનુષ્યને પોતપોતાની વિવેકશક્તિને અનુસરી ધર્મના માર્ગે ચાલવાનો એકસરખો અવિકાર છે.” સમ્રાટે ગુજરાતના શાસનíપ્રત્યે જે એક આના પત્ર મોકલ્યા હતા, તે પત્ર સદ્દભાગ્યે કાળના વિકરાળ પંજામાંથી બચી ગયો છે. એ પત્રમાંના શબ્દો સમ્રાટની સહૃદયતા સિદ્ધ કરવાને બહુ ઉપયોગી થઈ પડશે. એમ ધારી અમે આ સ્થળે તેનો સંક્ષિપ્ત સાર આપીએ છીએ. અકબર પિતાના શાસનકર્તાઓને ફટકા મારવાની, કેદમાં પૂરવાની તથા પ્રાકૃતિદંડ કરવાની સત્તા આપતાં પિતાના પત્રમાં લખે છે કે –“પ્રાણતિબંડની સજાનો (ફાંસી અથવા શૂળીની સજાને) ઉપયોગ તે કવચિત જ કરે. ભયંકર રાજદ્રોહના અપરાધ સિવાય, મારી રજા લીધા વગર કઈને દેહાંતદંડની સજા કરશો નહિ; તેમજ અપરાધી મનુષ્યને પ્રાણુ લેતાં પહેલાં તેના હાથ-પગ આદિ અવયવો કાપી લેવાની જે ત્રાસદાયક અને ઘાતકી રીતે પ્રવર્તે છે, તેને તમારે વળગી રહેવાની જરૂર નથી.” અકબર ગાદીએ આવ્યું તે પહેલાં, રોમાંચ ઉભાં કરે તેવી ક્રૂર સજા કરવામાં આવતી હતી, એ ઇતિહાસ વાચકોને જણાવવાની જરૂર નથી. સમ્રાટ અકબર કેટલીકવાર સિહાસનની પાસે ઉભો રહી દયા અને ઉદારતાપૂર્વક ન્યાયના કાર્યમાં સહાય આપતે.
પોલિસ–મુખ્ય મુખ્ય શહેરોની પિલિસ કેટવાળાને અધીન રહેતી અને નાનાં નાનાં ગામડાંની પિલિસ ગ્રામ્ય અધિકારીઓના તાબામાં રહેતી. જે નિયમોને માન આપી કોટવાળો વર્તવાને બંધાયેલા હતા તેમાંના થોડા નિયમ અમે આપીએ છીએ-“પ્રજાજનો પરસ્પરને સહાય કરે, પરસ્પરના સુખ-દુ:ખમાં ભાગ લે અને સર્વ કઈ હળીમળીને રહે તે માટે કેટવાળેએ પિતાથી બની શકે તેટલા પ્રયત્નો કરવા. રાત્રિવેળાએ સાવચેત રહી,એક પ્રહરીનીજ માફક ફરતા રહી શહેરમાંની ચેરીઓ અટકાવવાનો કોટવાળે સંપૂણ બંદોબસ્ત કર. કોઇની ચોરાયેલી ધન-સંપત્તિ પુનઃ પ્રાપ્ત ન થાય તે કેટવાળાએ તે ભરી આપવી ઉદ્યોગ અને ઉત્સાહી મનુષ્યને જ પલિસખાતામાં નિમવા. લેકેને જાનમાલના રક્ષણમાં પૂરતી સહાયતા આપવી. કોઇની સ્વતંત્રતા ઉપર અન્ય કોઈ ત્રાપ મારે નહિ, ગુલામે વેચવાને અને ખરીદવાને ધધ ચાલે નહિ, કોઈ વિધવાને જોરજુલમપૂર્વક પિતાના સ્વર્ગસ્થ પતિના શબ સાથે બળી મરવાની ફરજ પાડે નહિ. બાર વર્ષની ઉંમર થયા પહેલાં કોઈ મુસલમાન બાળકની સુન્નત (વદ) ક્રિયા ન થાય, બાળ
લગ્નને કુરિવાજ પ્રચલિત ન થાય, કોઈ દુષ્ટ પુરુષ કે નિષ રમણને દુરાચારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com