________________
શાસનનીતિ
ગુપ્તચરના અહેવાલ સાથે કરજે અને એ રીતે સત્ય વાતને નિર્ણય કરજે. જે મનુષ્ય ડાહ્યા અને અનુભવી ગણાતા હેય, તેમની પ્રસંગોપાત સલાહ લેવામાં સંકોચ રાખશે નહિ; તથાપિ જેની તેની પાસે સલાહ માગવી એ ઠીક નથી, કારણ કે ડાહ્યા પુરુષોની સંખ્યા અ૫જ હેય છે. સ્વાથી મનુષ્ય ઘણીવાર એવા ગંભીર ગુંચવાડા ઉભા કરે છે કે તેનું સમાધાન કરતાં ઘણું સમય નિષ્ફળ ચાલ્યા જાય છે, માટે એવી પ્રપંચજાળમાં ન ફસાવાનું લક્ષ રાખજો. તમારા પોતાના કામકાજ ઉપર દેખરેખ રાખી શકે એવા કોઈ એક વિશ્વાસ અને બુદ્ધિમાન મિત્રને તમે શેધી કહાડજો અને તેની પાસે તમારાં કાર્યોની પરીક્ષા કરાવજે, તમારી કાર્યપદ્ધતિમાં જે ક્યાંય દેષ અથવા ભૂલ હશે તે તે તમને ખાનગીમાં બતાવશે અને તેથી તમને સુધારવાની તક પ્રાપ્ત થશે. તમે તમારા હાથથી હત્યા કરીને માંસાહાર કરશે નહિ. તમારી વર્ષગાંઠ પછી એક માસપર્યત માંસાહાર કરશે નહિ. તમારી વર્ષગાંઠને દિવસે તથા તમારા મૃત સગાંવહાલાંઓની વષીના દિવસે બની શકે તેટલાં ગરીબોને ભોજન કરાવજે ટુંકામાં
જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી પરકાળને માટે સ્વર્ગ નું ભાથું તૈયાર કરશો; નહિતર મૃત્યુ પછી તમારાથી કાંઈ બની શકશે નહિ.” '
સુબેદારેને પિતપોતાના પરગણાને અમુક ભાગ જાગીરરૂપે આપવામાં આવતે. તે ભાગની ઉપજને તથા આવકને સુબેદારે ઉપભોગ કરતા અને તે બદલ તેમને કરરૂપે કાંઈ ભરવું પડતું નહતું. તે ઉપરાંત સુબેદાર પિતાના પરગણામાંથી જે મહેસુલ એકઠી કરતા તેમાંથી પણ અમુક ભાગ તેમને રાજ્ય તરફથી આપવામાં આવતું. સુબેદારે બહુ બળવાન બની જાય નહિ તે માટે સમ્રાટ ત્રણ ત્રણ વર્ષે તેમની બદલી કરતે. સુબેદારની આજ્ઞામાં રહી ઊદારો અમુક ભાગની રાજ્યવ્યવસ્થા કરતા. આથી સુબેદારને શિરે હદ ઉપરાંત કામને આજે પડતો નહિ.
ન્યાયમીર આદિલ અને કાછ મળીને લેકેને અદલ ઇન્સાફ આપવાનું કાર્ય બજાવતા. જ્યારે વાદી અને પ્રતિવાદી બન્ને જણા હિંદુ હોય ત્યારે તેમના મુકામાનો નિર્ણય કરવા એક બ્રાહ્મણ ન્યાયાધીશ રાજ્ય તરફથી નિમાર્યો હતો. ન્યાય ખાતામાં જે સિક્કો વાપરવામાં આવતે તેમાં નીચેના શબ્દો છેતરવામાં આવ્યા હતા“ઇશ્વરને સંતુષ્ટ કરવાને સદાચાર જે અન્ય એકે ઉત્તમ માર્ગ નથી. નીતિના માર્ગે ચાલવાથી કોઇનું અધ:પતન થયું હોય એમ કદાપિ સાંભળવામાં આવ્યું નથી.” સમ્રાટે નીચેની ઉદાર અને લોકહિતકર આજ્ઞા સર્વ પ્રજાજનેને સંભળાવી દીધી હતીઃ- કાયદાની દષ્ટિએ ન્યાયાધીશ પાસે હિંદુ અને મુસલમાન તથા પૈસાદાર અને ગરીબ એવા ભેદો રહેશે નહિ. સવળા ન્યાયાધીશ ન્યાય, દયા અને ઉદારતાની સાથે પોતપોતાનાં કર્તવ્યો બજાવશે. ન્યાયાધીશો મુક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com