________________
૨૨૪
સમ્રાટ અકબર
સાંભળવા જેટલું વૈર્ય રાખવું પણ તેને માટે મહા કઠિન કાર્ય થઈ પડયું હતું. અંતે આસાદનું ચિત્ર તથા તેનું વર્ણન સમ્રાટે સંપૂર્ણ લક્ષમાં લીધું. ઉપસંહારમાં આસાદબેગે કહ્યું કે –“કઈ પણ સેનાપતિએ ઇરાદાપૂર્વક વીરસિંહને નાસી જવા દીધો હોય, એમ મને લાગતું નથી. ખરું કહીએ તે આ ભૂલમાં સઘળા સિનિકે વધતેઓછે અંશે જવાબદાર છે. ” એટલામાં રાજસભાને એક સભાસદ બેલી ઉઠે કે:-“ એ બચાવ નહિ ચાલે, અસાવધાનતા કિંવા ભૂલ એજ અપરાધ છે અને તેને માટે સેનાપતિઓને યોગ્ય સજા થવી જોઈએ.” આસાદે જણાવ્યું કે –“ જે કંઈ પણ મનુષ્ય ઈરાદાપૂર્વક કેઈ દુષ્ટ કાર્ય કર્યું હોય, તેજ તેને અપરાધી ગણ ઉચિત છે. અસાવધાનતાને ગંભીર અપરાધ માની લે, એ ઠીક ન ગણાય.” સમ્રાટે છેવટે એ ચર્ચાને અંત આણતાં કહ્યું કે, “આસાદનું કહેવું હું માન્ય રાખું છું.” આવી રીતે આસાદબેગના ન્યાયી બચાવને પ્રતાપે સઘળા સૈનિકે ગંભીર સજામાંથી બચી ગયા. વીરસિંહ જ કે નાસી જવામાં ફતેહમંદ નિવડયો હતો, તે પણ નાસતાં નાસતાં કેટલાક આઘાતે તેને સહન કરવો પડયા હતા અને તેની સમસ્ત મિલ્કત લૂંટી લેવામાં આવી હતી. આ તરફ સમ્રાટ અકબરના દહાડા પણ ભરાઈ આવ્યા હતા, તે જે વધારે દિવસ જીવતે રહી શક્યો હોત તો વીરસિંહ જેવા નરાધમને પ્રાણ લીધા વિના રહત નાહ.
ગ્વાલિયરથી ૧૫ માઈલ ઉપર, દક્ષિણ-પૂર્વ ખૂણામાં અંત્રિનામક સ્થાને મહાત્મા અબુલફઝલનું સમાધિમંદિર ભાંગીતૂટી અવસ્થામાં આજે પણ જોઈ શકાય છે. હવે તેની સંભાળ લેવાની કે તેને સન્માન આપવાની ભારતવાસીઓને શું જરૂર છે ?
अष्टादश अध्याय-शासननीति
“રાજાઓને ન્યાય અને સારો રાજ્યકારભાર એજ તેમની પ્રભુતા છે.” અકબર
સમ્રાટ અકબરના મનહર વનબાગમાં ફરતા ફરતા હવે આપણે તેના એક ઉત્કૃષ્ટ વિભાગમાં આવી પહોંચ્યા છીએ. યુરોપની સભ્ય પ્રજા પણ કહે છે કે જે રાજા પિતાની પ્રજાના હિતાર્થે પિતાનાં તન-મન-ધનને ભોગ આપવાને તૈયાર ન થાય, તે રાજા રાજગાદીને યોગ્ય નથી. આ નિયમથી જોતાં પણ આટલું તે સિદ્ધ થશેજ કે અકબર રાજસિંહાસનને માટે યોગ્ય હતા, એટલું જ નહિ પણ તેણે એક રાજા તરીકેનું સિંહાસન અપૂર્વ રીતે શોભાવ્યું હતું. અકબરના જીવનરૂપી કુંજમાં પ્રજાહિતકારક કૃત્યરૂપી કુસુમ સુંદરરૂપે ખીલી નીકળેલા
જણાઈ રહે છે. Shree Stdnarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com