________________
સલીમને બળ અને અબુલફઝલની હત્યા
૨૩
માટે અબુલફઝલના પુત્રને, રાજા રાજસિંહને, રાજા પત્રદાસને તથા રાયરાયણને એક પ્રબળ સેના આપી રવાના કર્યો. ઉકત સરદારોને સમ્રાટે પિતે એવી ખાસ આજ્ઞા કરી કે ગમે તે ભોગે પણ વીરસિંહનું મસ્તક મારી આગળ આવવું જોઈએ. જ્યાં સુધી હું તેનું છિન્નમુંડ મારી દષ્ટિએ નહિ નિહાળું ત્યાં સુધી મારે મિત્રવિયોગી આત્મા કદિ પણ શાંત થશે નહિ. વીરસિંહ જેવો એક લૂંટારો મેગલ પરાક્રમની સામે કાંસુધી ટકકર ઝીલી શકે ? તે આત્મરક્ષા કરવા એક સ્થળેથી બીજે સ્થળે, એમ નાસભાગ કરવા લાગે. મેગલસૈન્ય પણ તેને પીછો પકડે અને તેની પાછળ હલાઓ કરવા માંડયા. છેવટે વીરસિંહે - છૂટકે ૪૦૦ સિનિની સાથે એક કિલ્લાને આશ્રય લીધો. મોગલસેનાએ પણ વિનાવિલંબે તે કિલ્લાની આસપાસ ઘેરો ઘાલી પડાવ નાખ્યો. કિલ્લાની પાસે જ એક નદી આવેલી હતી. જ્યારે રાત્રિ પડી અને દિશાઓમાં ગાઢ અંધકાર ફેલાવા લાગે ત્યારે સર્વ સિનિકે શાંતરીતે નિદ્રા લેવાની તૈયારીઓ કરવા લાગ્યા. વીરસિંહ મેગલસેનાની સ્થિતિ સમજી ગયો. તેણે મોગલના વિલાસનો લાભ લઈ કિલામાંથી બહાર છટકી જવાને વિચાર કર્યો અને રાત્રે મોગલ લશ્કર મીઠી ઉંધ લઈ રહ્યું હતું, તે સમયે વીરસિંહ નદીકિનારા ઉપર આવેલા ભાગમાં એક મોટું ગાબડું પાડી તેમાં થઈને અશ્વની સાથે નદીમાં કૂદી પડે ! તુરતજ મોગલોમાં ગભરાટ ફેલાયે; પરંતુ તેઓ તૈયાર થાય તેટલામાં તે વીરસિંહ નદી ઉતરીને કયાં કયાંય નાસી ગયા ! મોગલસેનાપતિઓ વીરસિંહના પલાયન માટે પરસ્પરને દોષ આપવા લાગ્યા. “પિતાની ભૂલ થઈ છે ” એમ કેાઈ સેનાપતિએ કબૂલ કર્યું નહિ. વીરસિંહના પલાયનના સમાચાર સમ્રાટને પહોંચાડવામાં આવા; પરંતું કયા સેનાપતિની ગફલતથી વીરસિંહ છટકવા પામ્યો તેને નિર્ણય થઈ શક્યો નહિ. સમ્ર ટને આથી બહુ ક્રોધ ચડે. તેણે કયા સેનાપતિની અસાવધાનીથી દુશ્મન નાસી ગયા તેનો નિર્ણય કરવા સારૂ આસાદબેગને રવાના કર્યો. આસાદબેગે એક વિશાળ વસ્ત્ર ઉપર કિલાને અને નદીને આબેહુબ નકશો તૈયાર કર્યો; અને વીરસિંહ જે સ્થળેથી ગાબડું પાડીને નાસી ગયા હતા તે ભાગ પણ તેમાં ચીતર્યો. કિલ્લાની આસપાસ જે જે સેનાપતિઓની જે જે સ્થળે છાવણીઓ આવેલી હતી તે તે છાવણીઓનું પણ તેમાં ચિત્ર કહાડયું. ત્યારબાદ તેના ઉપર પ્રત્યેક સેનાપતિની સહી તથા મહેર લઈ તે નકશો સમ્રાટ અકબર પાસે પિતે જાતે હાજર કર્યો. આસાદબેગ જેવો સમ્રાટ પાસે હાજર થયા કે તુરતજ સમ્રાટે પ્રશ્ન કર્યો કે કોની ગફલતથી તે નાસી જવા પામ્યો ? આસાદે મસ્તક નમાવી સવિનય ઉત્તર આપ્યો કે “એ સર્વ વૃત્તાંત હું આપની પાસે રજુ કરું છું.” સમ્રાટ અકબર પોતાના પ્રિય મિત્રનું ખૂન કરનાર વીર
Shreesugrammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com