________________
રરર
સમ્રાટ અકબર
કુમારના મૃત્યુસંબંધે જે રિવાજ હતો તેજ રિવાજને અનુસરી અબુલફઝલનો વિશ્વાસુ પ્રધાન સમ્રાટ અકબર પાસે હાજર થયા. અબુલફઝલના આકાળમૃત્યુસંબંધી સમાચાર સાંભળતાંની સાથેજ સમ્રાટ અકબરનાં નેત્રેમાંથી અશ્રુધારા વહી નીકળી ! પ્રય મિત્રને સદાને વિયોગ થયો જાણે તેનું હૃદય ચીરાવા લાગ્યું. તેને પિતાને પુત્ર ગુજરી જવા છતાં પણ સમ્રાટે આટલે બધે ખેદ અને વિલાપ કર્યો નહોતે. અકબરે ત્યારપછી કેટલાક દિવસ સુધી કેઈની સાથે વાર્તાલાપ કર્યો નહિ કે કોઈની મુલાકાત પણ કરી નહિ. કેઈપણ પ્રકારનું રાજકાર્ય કરવાનું પણ માંડી વાળ્યું ! પ્રિય મિત્ર અબુલફઝલના વિગદુઃખથી નિરંતર ગમગીન રહેવા લાગ્યા. જે મુસલમાન અમાત્યાએ અબુલફઝલનું આવું કરપીણ ખૂન કરવામાં સલીમને સહાયતા આપી હતી, તેઓ સમ્રાટ હદ ઉપરાંત ખેદ જોઈ ભયથી ધ્રુજવા લાગ્યા. તેમણે વિચાર કર્યો કે જે અકબરને આપણું કાવતરાની જરા પણ બાતમી મળશે તે તે જડમૂળમાંથી આપણું નિકંદન કર્યા વગર રહેશે નહિ. આથી તેઓ પિતાના પ્રાણને બચાવ કરવા જાહેરમાં કહેવા લાગ્યા કે કેવળ સિંહાસનના લાભથીજ સલીમે અબુલફઝલનું ખૂન કરેલું હોવું જોઈએ. સમ્રાટે તેમને બચાવ સાંભળી, આંખમાંથી અશ્રુધારા વહેવડાવતાં કહ્યું કે-“ સલીમને સમ્રાટપદજ જોઈતું હતું, તે પછી તેણે મારું ખૂન કરવાને બદલે મારા પરમ પ્રિય મિત્ર અબુલફઝલનું શામાટે ખૂન કર્યું ? મારા મિત્રને બદલે હુંજ મરાયો હોત તો કેવું સારું !” હા! બંધુસ્નેહ!
અનુદાર મુસલમાને એમજ સમજતા કે અકબરની ઉદાર, રાજનીતિ અને ધર્મનીતિ એ કેવળ અબુલફઝલનીજ અયોગ્ય સલાહનું પરિણામ છે અને તેથીજ તેઓ અબુલફઝલના ખૂનના કાવતરાંમાં જોડાયા હતા. તેમને જયારે તે ખૂનવિષેના સમાચાર મળ્યા ત્યારે તેઓ હર્ષઘેલા થઈ ગયા. સલીમે અબુલ ફઝલ જેવો રાજ્યનો એક મહાન કાંટે દૂર કર્યો, એમ માની તેઓ સલીમની ખુશામત કરવા લાગ્યા. ચતુર સલીમ પણ પિતાને સ્વાર્થ સાધવાની વાસનાથી તે ખુશામતીઆઓને ઉશ્કેરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અબુલફઝલજ મારા પિતાને અયોગ્ય સલાહ આપી ઇસ્લામધર્મની વિરુદ્ધ વર્તાવતા હતા; એટલા માટેજ મેં તેનું ખૂન કરાવ્યું છે. સલીમના ઉકત શબ્દો સાંભળી સંકુચિત નતિના મુસલમાન બહુજ ખુશી થયા અને તેમણે સલીમને બબ્બે હાથ પ્રસારી આશીર્વાદ આપ્યા અને સલીમની ઉન્નતિ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી. આ પ્રમાણે સલીમ પિતાના એક દુષ્કાર્યદ્વારા અનુદાર મુસલમાનોને પિતાના તરફ આધક આકર્ષી શક્યો.
પિતાના પ્રિય મિત્રનું ખૂન કરનાર કુપુત્રને મેગલ સામ્રાજ્યનું અધિપતિ પણું ન આપવું એ સમ્રાટે નિશ્ચય કર્યો; તેમજ વીરસિંહ જેવા નરાધમને તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com