________________
સલીમને બળ અને અબુલફઝલની હત્યા રરર આત્મરક્ષણ કરવા લાગે. શત્રુઓની સંખ્યા ૫૦૦ જેટલી હતી, તેમજ તેઓ સર્વે અબદ્ધ હતા. તેમણે આંખ મીંચીને જે આવે તેની હત્યા કરવા માંડી તથા શરણે આવે તેમને કેદ કરવા માંડયા. યુદ્ધ ચાલતું હતું એવે સમયે એક સાહસી કરે અબુલફઝલના અશ્વની લગામ પકડીને કહ્યું કે:-“આપે આ પ્રસંગે અહીં રહેવું
ગ્ય નથી. મહેરબાની કરીને આપ અહીંથી સહિસલામત નાસી જાઓ, એજ અમારી એકમાત્ર પ્રાર્થના છે. આપ જે કાર્ય અહીં બજાવી શકશે તે કાર્ય અમે પણ બજાવી શકીશું.” છતાં અબુલફઝલે ત્યાંથી પલાયન કર્યું નહિ; એટલામાં એક શત્રુએ પાછળથી ધસી આવીને અબુલ ફઝલના વાંસામાં એક તીવ્ર ભાલે માર્યો. ભાલાની અણુ અબુલફઝલના શરીરને ભેદ કરી છાતીમાં થઈને બહાર નીકળી ! મહાત્મા અશ્વ ઉપરથી નીચે ઢળી પડે. તે જ ક્ષણે બીજા એક શત્રુએ આગળ આવી મહાત્માના મસ્તકને તરવારના એક ઝટકાવડે શરીરથી જુદું કરી નાખ્યું. ત્યારબાદ કેદીઓને છ મૂકી તેઓ ત્યાંથી નાસી ગયા. વીરસિંહનાં માણસોએ અબુલફઝલની કઈ પણ વસ્તુને સ્પર્શ કર્યો નહિ, તેમજ તેની છાવણીમાં પણ પ્રવેશ કર્યો નહિ. તેઓ માત્ર અબુલફઝલનું મસ્તકજ લઈને ચાલ્યા ગયા. આસાદબેગ પિતે લખે છે કે:-“ઉક્ત ખૂનના ખેદકારક સમાચાર સાંભળી તે સ્થાને હાજર થયો. હતું અને અબુલફઝલની રત્નપૂર્ણ કિંમતી પેટીઓ તથા ૪-૫ લાખ રૂપિયાની કિંમતવાળી અન્ય સામગ્રી, વિનાજખમે ત્યાંથી આઝાખાતે લઈ ગયે હતે.”
સલીમે લખ્યું છે કે અબુલફઝલનું ખૂન કરવાને તેણે પોતેજ વીરસિંહને હુકમ કર્યો હતે. વીરસિંહે કેવળ પુષ્કળ ઈનામની લાલચથીજ સલીમના હુકમને માન આપી તેનું ખૂન કર્યું હતું અને તેનું મસ્તક સલીમની પાસે અલાહાબાદ મોકલી દીધું હતું.
આ રીતે એક મહાત્મા પુરુષે સંસારમાંથી સદાને માટે વિદાયગીરી લીધી ! એક સ્વદેશહિતૈષી પુરુષ સ્વદેશીઓનાજ કાવતરાને ભેગા થઈ પડ્યો ! ખરેખર, આ બનાવ હતભાગી ભારતભૂમિનું યથાર્થ હતભાગ્યજ સૂચવે છે. જે તેમ ન હતા તે જે મહાપુરુષો ભારતવષને ઉન્નત બનાવવાના ભગીરથ પ્રયત્નો કરતા હતા તેઓ આમ એક પછી એક શામાટે ચાલી નીકળે છે આસાદબેગે યથાર્થ જ કહ્યું છે કે – “અબુલફઝલ તેના સમયના પ્રતિભાશાળી પુરુષોમાં એક મહાન પ્રતિભાશાળી પુરુષ મનાતું હતું. તે જમાનામાં તે એક દુર્લભ રત્નસ્વરૂપજ હતો.”
અબુલફઝલનું ખૂન થયું, પણ તે ખૂનસંબંધી સમાચાર અકબરને કેવી રીતે પહોંચાડવા તે એક ગંભીર પ્રશ્ન થઈ પડે. સમ્રાટ તેને અંત:કરણપૂર્વક ચાહતે હતો અને હૃદયના સાચા ભાવથી તેના પ્રત્યે શ્રદ્ધા રાખતા હતા. તે સમયે એ રિવાજ હતો કે જ્યારે કોઇ રાજકુમાર મૃત્યુ પામે ત્યારે તેના અમાત્ય શોકચક Shશ્યામ વસ્ત્ર કેડે વીંટાળી દીનભાવે-અવતત મસ્તકે સમ્રાટ પાસે હાજર થતા. રાજ
www.umarağyanbhandar.com