________________
૨૨૦
સમ્રાટ અકબર
સદ્દભાવ રહ્યો નહતો. સલીમ તે વેળા એક બળવારરૂપે અલાહાબાદમાં રહેતા હતા. સમ્રાટના મુસલમાન અમાત્યાએ અબુલફઝલ ઉપરના પત્રને સારાંશ સલીમને ગુમ રીતે જણાવી દીધું. સલીમ જાણતા હતા કે અબુલફઝલ મને મારા કુકર્મને બદલે, તેમજ સમ્રાટને પણ તેવી જ સલાહ આપ્યા વિના રહેશે નહિ. અબુલફઝલ અનીતિને અને વિલાસિતાને ધિક્કારતા હતા, એ વાત પણ સલીમ સમજતા હતા, તેથી તેણે વિચાર કર્યો કે અબુલફઝલને માર્ગમાંજ મારી નખાવ્ય હેય, તે મારી વિરુદ્ધ સમ્રાટને ઉશ્કેરે એ કઈ પણ અમલદાર રાજ્યમાં રહે નહિ. દક્ષિણ માંથી આગ્રા જવાના માર્ગમાં વિરસિંહ નામને એક લૂંટારે રહેતું હતું. તેણે લૂંટફાટે તથા ખૂનામરકી દ્વારા અનેક સ્થળે ત્રાસ વર્તાવ્યા હતા. આગ્રા જવા માટે અબુલફઝલ પિતાની સાથે ચેડા સૈનિકાને લઈ ક્રમે ક્રમે ઉક્ત પાપાત્માના પાપક્ષેત્રની નજીકમાં આવી પહોંચ્યો. આગ્રા ખાતે પહોંચવાની ઉતાવળ હોવાથી તેણે વિશેષ લશ્કર પિતાની સાથે રાખ્યું ન હતું. થોડા ઘણું જે સૈનિકે તેણે સાથે લીધા હતા, તેમાંથી પણ અનેકને પાછળ રાખી એક દિવસે તે પેલા દુષ્ટ લૂંટારાની સીમામાં આવી પહોંચ્યા. ગણ્યાગાંઠયા નેકરેને સાથે લઇને તે વેગપૂર્વક આગળ ચાલતા હતા; એટલામાં જ તેમને એક ફકીર સામે મળ્યા. ફકીરે અબુલફઝલને ઘડીવાર ઉભે રાખીને કહ્યું કે “વીરસિંહના હાથથી કાલે તમારૂં ખૂન થશે.” અબુલ ફઝલે તેને ઉત્તર આપતાં કહ્યું -“હું મૃત્યુથી ડરતા નથી. મૃત્યુને રેકવાને જગતમાં કોણ સમર્થ છે?” છેવટે તે પિતાના સ્વાભાવિક નિયમ પ્રમાણે પેલા ફકીરને અમુક દાન આપી મધુર વચનવડે સંતોષીને મૃત્યુના પંજામાં સપડાવાને આગળ ચાલ્યો. આવતી કાલે શુક્રવાર હતા. પ્રાત:કાળે તે વહેલો ઉઠે અને ઉપાસના વગેરેમાંથી નિવૃત્ત થઈ નિર્મળ સ્વચ્છ વસ્ત્રો પહેરી પોતાના તંબુમાંથી બહાર નીકળ્યા. તે વેળા તે પ્રદેશના સંખ્યાબંધ જાગીરદારે તથા રાજના નેકરે તેમજ ૨૦૦ જેટલા ઘોડેસ્વાર અબુલફઝલને વિદાયગીરીનું માન આપવાને તેના તંબુ પાસે હાજર થયા હતા. અબુલ ફઝલે તે સર્વેને મધુર વાર્તાલાપદ્વારા સંતુષ્ટ કરી સ્વસ્થાને જવાની આજ્ઞા આપી. જમીનદારે વગેરે ગયા એટલે તેણે પિતે પણ આગ્રાભણી જવાની તૈયારી કરી, પરંતુ અબુલફઝલને તંબુ હજી ઉપડે નહેતા તેમ તેના નેકરે પણ જવાને તૈયાર થયા ન હતા, એટલામાં જ અકસ્માત વીરસિંહ અબુલફઝલ ઉપર હલ્લો કર્યો. હલો થતાંની સાથે જ અબુલફઝલના સિનિમાં ગભરાટ ફેલાયે. હલ્લો કોણે કર્યો તથા કયાંથી કર્યો તેને સમજવા જેટલો, તેમ શસ્ત્રઅસ્ત્રો ધારણ કરવા જેટલો પણ વખત તેમને મળ્યો નહે. એક બહાદુર સૈનિકે અબુલફઝલની પાસે દેડી જઇને સવિનય વિનતિ કરી કે “આ પ્રસંગે આપે ગમે તે રીતે નાસી છૂટવું જોઈએ.” અબુલ ફઝલે તેને તીવ્ર સ્વરે ઉત્તર આપ્યો કેશું તમે મને પીઠ બતાવવાની સલાહ આપે છે?” એટલું કહીને તે પિત્તાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com