________________
. શાસનનીતિ
રર૫
શાસનનીતિ–સમ્રાટની રાજનીતિ ઘણીજ ઉચ્ચ પ્રકારની, ઉદારતાપૂર્ણ તથા લેકહિતકર હતી. તેણે રાજાઓનાં કર્તવ્યને નિર્ણય કરતાં એક સ્થળે એ જણાવ્યું છે કે, “ પ્રજાના સર્વ પ્રકારના કલ્યાણમાં રાજા એજ મુખ્ય કારણરૂપ છે; અર્થાત રાજાની ઉપરજ પ્રજાની ઉન્નતિ-અવનતિને મુખ્ય આધાર છે. ગુણોની કદર કરીને તથા ન્યાયપૂર્વક રાજનીતિને વળગી રહીને ઈશ્વરનો આભાર માન, એ રાજાઓનું પ્રધાન કર્તવ્ય છે. ગુણાનુરાગ તથા ન્યાયપ્રિયતાધારા ઈશ્વરની પૂજા કરવી એજ રાજાઓને માટે બસ છે. જુલમી થવું એ પ્રત્યેક માણસને માટે નહિ ઇચછવાયેગ્ય છે અને તેમાં પણ રાજા એ પૃથ્વીને રક્ષક હેવાથી તેણે જુલમી બનવું એ તે અત્યંત તિરસ્કારપાત્ર છે. અસત્ય બોલવાનો દુર્ગુણ સર્વથા સર્વને માટે નિંદનીય છે. રાજાઓને માટે તે તે સર્વથી અધિક નિંદનીય છે. જગતનાં પ્રાણીઓ જેટલાં દયાથી વશીભૂત થાય છે, તેટલાં અન્ય કેઈ ઉપાયથી થતાં નથી. એટલા માટે દરેક પ્રાણી તરફ દયા રાખવી, એ આપણું કર્તવ્ય છે. દયા અને પરોપકારના મૂળમાં સમાજનું સુખ તથા કલ્યાણ રહેલું છે. ભારતવર્ષને જુદી જુદી કામોમાં તથા જાદા જુદા ધર્મોમાં વહેંચાઈ ગયેલું જેવાથી, મને કઈ રીતે શાંતિ થતી નથી; છતાં ધર્મની ખાતર કેઈના પ્રત્યે જુલમ કરો અથવા કોઈને હેરાન કરે એ ઠીક નથી. વસ્તુતઃ તે સર્વ કેાઈને પિતપોતાની સ્વતંત્ર વિવેકશકિતને અનુસરી ચાલવાને એકસરખો અધિકાર છે. જે પોતાની વર્તમાન અવસ્થા સમજતા નથી તથા પિતાની જરૂરિયાત અને ઉદ્દેશોને જાણતા નથી, તેઓજ એક નવી બીનાને ખાતર લડે છે અને ભયંકર કલેશનાં મૂળ રેપે છે. રાજ્ય સંબંધી જે કાર્યો પ્રજા પોતે કરી શકે તેમ હોય, તેવાં કાર્યો રાજાએ કરવાં એ ઉચિત નથી. કારણ કે પ્રજા જે ભૂલ કરે તે રાજા તેમની ભૂલ સુધારી શકે; પણ જે રાજા પોતે જ ભૂલ કરે તે તે ભૂલ કઈ સુધારી શકે નહિ. દીનતા કિંવા ર્દરિદ્રતા એ સમાજના મહાન શત્રુરૂપ છે. મારા રાજયમાંથી ગરીબાઈને સદાને માટે હાંકી કહાડવી, એ મારે દઢ સંકલ્પ હતા. પ્રજાકીય દારિદ્ય દૂર કરવાનો ભાર મેં મારા રાજ્યના અમલદારેના શિરે નાખ્યો હતો અને તેઓ તે અર્થે પિતાથી બનતું કરતા હતા, પરંતુ ભારે ખેદની બીના એ છે કે તેઓ લાંચ અને લેભમાં પડવાથી, જેવું જોઈએ તેવું સામાજિક કલ્યાણ કરી શકયા નથી. જ્ઞાનનો અભ્યાસ તથા અનુશીલન ચાલુ રાખવું, એ પ્રત્યેકનું અત્યાવશ્યક કર્તવ્ય છે. હિંદુશાસ્ત્રમાં તે એટલે સુધી લખ્યું છે કે મનુષ્ય પિતાને અજર-અમર માનીને જ અસીમ પરિશ્રેમપૂર્વક વિદ્યાભ્યાસ કરવો જોઈએ. આ વાત સત્ય છે. વિદ્યા અને ધનની પ્રાપ્તિ વેળા મનુષ્ય નિરાશાના વિચાર કરવા અનુચિત છે. વહેલું-મેહું મરવું છે, માટે શા માટે મહેનત કરવી? એવા દુષ્ટ વિચારે તે વિલાસી મનુષ્યોના મગજમાંજ
સ. અ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com