________________
સલીમના મળવા અને અબુલક્ઝુલની હત્યા ૧૭
યથાર્થ રાજધાની હતી. અસંખ્ય રને તથા જવાહી) ત્યાંજ રાખવામાં આવતાં હતાં. આગ્રાના શાસનકર્તા સલીમને આગ્રા સોંપવાને કાઈ રીતે તૈયાર થયા નહિ; તેથી છેવટે સલીમે ત્યાંથી નિરાશ થઇને અલાહાબાદ ઉપર અધિકાર મેળ વવા પ્રયાણ કર્યું.
તીક્ષ્ણ બુદ્ધિવાળા રાજા માનસિંહ સલીમના દાવપેચ આગળથીજ સમજી ગયે હતા. તેથી તેણે તે સમાચાર સમ્રાટ અક્બરને વિદિત કર્યાં હતા; પરંતુ ઉદારહૃદય સમ્રાટે તે સમાચારની ઉપેક્ષા કરી હતી. તેણે ધાર્યું હતું કે મારા જેવા નિરપરાધી અને સ્નેહી પિતાની સામે મારા પોતાનાજ પુત્ર શત્રુતા દાખવે એ સંભવિત નથી. છેવટે જ્યારે સમાચાર મળ્યા કે સલીમ પેાતાનું મેવાવિજયનુ કામ પડતું મૂકી, રાજા માનસિહુથી જૂદો પડીને આગ્રાને જો લેવા દોડી ગયા છે; ત્યારેજ સમ્રાટ તેનું કાવતરૂં કંઇક અંશે સમજી શકયા. આમ છતાં પાતે તેની દુષ્ટ વાસના સમજી ગયા છે, કિવા આજ્ઞાનું ઉલ્લંધન થવાથી પોતાને અસ તાષ થયા છે, એવા લેશ પણ ઉલ્લેખ સમ્રાટે પેાતાના પત્રમાં કર્યાં નહિ. પુનઃ તેણે સલીમને રાજા માનસિહની સાથે રહેવાની અને તેની સાથે રહી બંગાળના અળવા શમાવવાની સૂચના અતિ સ્નેહપૂર્વક લખી મેલી,
1
કુમારને મન પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કરવું એ કાંઇ મહત્ત્વની વાત નહેાતી.તેણે પૂર્વે જેમ પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કર્યું હતું. તેમઆપ્રસંગે પણ કર્યું. સમ્રાટ અકબરની માતાએ પાત્ર–સલીમને મળી તેને યાગ્ય સલાહ આપી સન્માર્ગે વાળવાની ભાવનાથી સલીમની પાસે જવાની તૈયારી કરી; પરંતુ પોતાની વૃદ્ધ પિતામહી પેાતાને મળવા આવે છે એવા સમાચાર સાંભળતાંજ તે એક ઉતાવળી ચાલવાળી નાકામાં બેસી દૂર નાસી ગયા. પિતામહીને યાગ્ય આદરસત્કાર સલીમ તરફથી થવાની આશા પૃથા હતી. સમ્રાટની માતા આ વાત સમજતી હાવાથી તે દીલગીર ન થતાં પેાતાના નિવાસસ્થાને પાછી ફરી.
આ તરફ્ સલીમે અલાહાબાદ ઉપર અધિકાર મેળવ્યા. ત્યાં તેને ૩૦ લાખ મુદ્રા પ્રાપ્ત થઇ. હવે, તેને એટલા બધા ગવ આવી ગયા કે તેણે પિતાની હૈયાતી. મંજિ ૮ સમ્રાટ ” ની ઉપાધિ લીધી અને પિતાની સાથે ખુલ્લી રીતે હરિફાઇ કરવાતે ખડ઼ાર પડયા. જો કે તે કેવળ પોતાના સ્વાર્થ ઋથે જ સધળાં કાવતરાં રચતા હતા, તેાપણુ મુસલમાન પ્રજાને પોતાની તરફ ખેંચવાને માટે તે એમજ કહેતા મારા પિતા વિધર્મીઓને રક્ષણુ આપતા હોવાથી, કેવળ ઇસ્લામધના સંરક્ષણાર્થે જ હું બળવાખેારતરીકે બહાર પડયા છું. ” મુસલમાન પ્રજાને સમ્રાટ અમ્મરની શક્તિ અને પ્રતાપના બહુજ સારી રીતે પરિચય થઇ ચૂકયા હતા, તેથી તે સલીમને જો કે ખુલ્લી રીતે મદદ આપવાને બહાર આવ્યા નહિ તાપણુ તેમણે ગુપ્તરીતે સલીમને બનતી સહાય આપવાનું સ્વીકાર્યું હતુ. સલીમે સમ્રાટને
(6
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com