________________
૨૧૬
સમ્રાટ અકબર
રાજનીતિને તિરસ્કાર કરી ખુલ્લી રીતે જણાવી દીધું કે:-“ પિતાજી! મૂતિપૂજક હિંદુઓનાં મંદિર તેડી નાખવામાં આપ શામાટે વાંધો ઉઠાવે છે ?” સમ્રાટ અકબર મેગલ સામ્રાજ્યને હિંદુમુસલમાનોના સંમિલિત મહારારૂપે પરિણત કરવા માગતો હતો, તેથી જ તે આટલે બધો પ્રયત્ન કરતું હતું, એ ગંભીર રહસ્ય સલીમ જે વિલાસી કેવી રીતે સમજી શકે? સલીમને હિંદુઓપ્રત્યે તિરસ્કાર તથા ઇસ્લામ ધર્મ પ્રત્યેને અનુરાગ જોઈ મૂલવીઓ આનંદઘેલા થઈ ગયા. તેઓ સલીમને વિશેષ ઉશ્કેરીને, સમ્રાટ અકબરને સિંહાસન ઉપરથી ઉઠાડી મૂકી તેને બદલે સલીમને ગાદીએ બેસાડવાના દાવ-પેચો રચવા લાગ્યા. સલીમ આ પ્રપંચજાળમાં ફસાયો તે દુષ્ટ ચારિત્ર્યવાળે, દારૂડીઓ તથા તદ્દન નાસ્તિક હવે, એમ પૂર્વે અમે કહી ગયા છીએ. તેણે મલવીઓની બૂરી સલાહપર કશો જ વિચાર કર્યો નહિ અને ગમે તે રીતે અકબરને પદભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આમ કરવામાં તે ખુદ પિતાને કેટલું નુકશાન કરે છે, તે વાત પણ તે સમજ્યો નહિ.
પિતાએ પુત્રને ક્ષમા આપવી, એજ કર્તવ્ય છે, એમ સમ્રાટ માનતે હતે. તે સલીમને કેવળ સ્નેહઠારાજ સુનીતિના માર્ગે વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો; પરંતુ કૃતની પુત્ર ઉપર તે નેહની કશી જ અસર થઈ નહિ. ઉલ પિતાના સ્નેહને તે વિષસમાન માનવા લાગ્યો. તે મેહાંધ અને સ્વર્થધજ બની ગયો હતો. રાજગાદીને વારસ પિતેજ છે, એમ માનવા છતાં તે વૈર્ય ધારણ કરી શકો નહિ. પિતાને સિંહાસન ઉપરથી ઉઠાડી મૂકવાનાં અને મુસલમાન રૈયતને ઉશ્કેરવાનાં કાવતરાંઓ તે રચવા લાગે. અનુદાર મુસલમાન અમાત્યે સલીમને બહુજ ચાહતા હેવાથી, તેઓ પિતાને સહાય આપ્યા વિના રહેશે નહિ, એમ તે માન હતા. જે તે અમાત્ય સલીમને સહાયતા આપવાને તૈયાર ન થયા હતા તે સલીમ કેવળ પિતાનાજ બાહુબળ ઉપર મહાશકિતશાળી સમ્રાટની વિરુદ્ધ યુદ્ધક્ષેત્રમાં ઉતરવા સમર્થ નહોતે.
સમ્રાટે તેને અનેક સદુપદેશ આપ્યા હતા. એકવાર તે એટલે સુધી કહ્યું હતું કે“મારે સદુપદેશ એ તારે એક રીતે સગો ભાઈ છે, એમ જ સમજજે. ભાઈ, ભાઈનું જેવી રીતે પાલન કરે એવી રીતે તારે મારા સદુપદેશનું પાલન કરવું જોઈએ.” આ સદુપદેશનું છેવટ એ જ પરિણામ આવ્યું કે સલીમ પિતાને કક્કો શત્રુ બનીને તેની સામે ઉભો રહ્યો. સમ્રાટ અકબર જે સમયે દક્ષિણ પ્રદેશઉપર વિજય મેળવવાની હિલચાલે કરી રહ્યો છે, તે સમયે તેણે સલીમને રાજા માનસિંહની સાથે મેવાડ જીતવાને મે ; પરંતુ સલીમ તેને બદલે આગ્રાને કબજે લેવા દોડી ગયો ! તેણે યમુનાને ઓળંગી આગ્રાના મુખ્ય દરવાજા પાસે આવીને ત્યાંના શાસનકર્તાને આગ્રા નગરી પોતાને સ્વાધીન કરવાની આજ્ઞા કરી. તે સમયે ખરું જોતાં આમ્રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com