________________
સલીમને બળ અને અબુલફઝલની હત્યા ૨૧૫ અમે આ સ્થળે માત્ર એક જ વાકય રજુ કરીએ છીએ. બાદાઉની લખે છે કે“શેખ ઊંઝીએ ખાનગીમાં તથા જાહેરમાં નિરંતર મુસલમાન ધર્મની તથા મુસલમાન કેમની નિંદાજ કરી છે. જે ક્રિયા કરવાનું ઇસ્લામધર્મ ફરમાન કરે છે તેવી ક્રિયા તેણે કદાપિ કરી નથી એટલું જ નહિ પણ જે વિધિઓને ઇસ્લામધર્મ નિષેધ કરે છે તે વિધિઓને માન આપવામજ તે પિતાની મહત્તા માનતો હતો. તેને સ્વભાવ પણ એટલે બધો નિંદાપાત્ર હતો કે તેના કરતાં હિંદુઓ, યહુદીઓ તથા ખ્રિસ્તીઓ હજાર દરજજે સારા છે, એમ કહી શકાય. તેણે ૪૦ વર્ષપર્યત કાવ્યજ લખ્યાં છે; પરંતુ તેમાં ન મળે સિંદર્ય કે ન મળે કળા. ધાર્મિક ભાવનાઓનો તે તેમાં છટ પણ નથી.” સંકુચિત દષ્ટિવાળા અને શુદ્ર મતિવાળા મુસલમાને તે સમયે ફેઝીના મૃત્યુથી પરમ આનંદિત થયા હતા.
આ પ્રમાણે જેઓ પિતે ઉદાર વિચારના હતા અને જેઓ સમ્રાટની ઉદાર ધર્મનીતિ તથા રાજનીતિને માન આપતા હતા, તેમના પ્રત્યે એવા સુદ-૯દયના મુસલમાન આગેવાને તિરસ્કારની દૃષ્ટિથી જોતા હતા. અનુદાર મુસલમાન શહેરીઓ સમ્રાટ અકબરને પણ ધિક્કારતા અને તેની વિરુદ્ધમાં બળ ઉઠાવવા મુખ મુસલમાનોને ઉશ્કેરતા અને તેનું શું પરિણામ આવ્યું હતું, એ વાત અમે પૂર્વે એકવાર જણાવી ગયા છીએ. તેઓ પોતાના પ્રપંચમાં નિષ્ફળ નિવડવાથી ઢંકાઈ રહેલા અગ્નિની પેઠે મનમાં ને મનમાં બળ્યા કરતા હતા. હવે તેમણે કુમાર સલીમને પિતાના પક્ષમાં મેળવી સમ્રાટ અકબરની વિરુદ્ધ બળ ઉઠાવવાની ઉશ્કેરણી ફેલાવવા માંડી. મૌલવીઓ સલીમની પાસે આવીને તેની પિતાની સ્તુતિ તથા તેના પિતાની મુકતકંઠે નિંદા કરવા લાગ્યા. વખત વિચારીને તથા લાગ જોઇને તેઓ સલીમના કાનમાં અગ્ય સલાહે રૂપી વિષ દાખલ કરવાનું પણ ભૂલતા નહિ. પરિણામ એ આવ્યું કે સલીમની સુબુદ્ધિને થોડા જ સમયમાં લેપ થયા. સમ્રાટે સલીમને સુધારવા અનેક ઉપાય અજમાવ્યા પણ તે વ્યર્થ થયા. સલીમને મૂળથીજ વિલાસિતામાં ઉછેરવામાં આવેલ હોવાથી તે મોજશેખને સુખનું સાધન માનતા હતા. તેની આસપાસ હિંદુવિદ્વેષી મુસલમાને નિરંતર વીંટાયલાજ રહેતા. ખુશામતીઆઓના પંજામાંથી તે ક્ષણવાર પણ મુક્ત થઈ શકો નહિ અને તેઓ રાતદિવસ તેને ઉશ્કેર્યા જ કરતા. પરિણામે સલીમના અંતઃકરણમાં હિંદુઓ પ્રત્યે દ્વેષ વધવા લાગે. અફસોસ ! અકબરની સઘળી આશા ઉપર પાણી ફરી વળ્યું. તેણે ધાર્યું હતું કે ભવિષ્યના મેગલ સમ્રાટોના શરીરમાં હિંદુ લેહી પ્રવાહિત કરવાથી તેઓ હિંદુઓના પક્ષપાતી થશે અને તેથી હિંદુ -મુસલમાનમાં સુલેહ-સંપ થયા વિના રહેશે નહિ; તે આશા હવે નિષ્ફળ થઈ.
કુમાર સલીમ મુસલમાનોને પિતાના પક્ષમાં ખેંચવાને હિંદુઓ ઉપર ત્રાસ વર્તાSHવવા લાગ્યા. મૌલવીઓને સારું લગાડવાની ઇચ્છાથી તેણે પોતાના પિતાની સુંદર
વિવાહ
Shree Sudhaimaswami Gyanbhandal. Umara, Surat
www.umaragyanbhandar.com