________________
૨૧૮
સમ્રાટ અકબર
પિતાની સત્તા દર્શાવવાની વાસનાથી પિતાની મહેરવાળી સેના-રૂપાની કેટલીક મુદ્રાઓ તેની પાસે મેકલી આપી. પુત્રની સાથે યુદ્ધ કરવા સજજ થવું, એ યોગ્ય ન ગણાય એમ ધારી અકબરે સ્નેહામૃતધારા પુત્રને વશીભૂત કરવાનો પ્રયત્ન કર્યો. પ્રેમપૂર્ણ અને સ્નેહસૂયક પત્ર લખી તેને શાંત કરવાને સમ્રાટે પિતાથી બનતું કર્યું; પણ સ્નેહ કે પ્રેમવડે સર્પ શું વશીભૂત થાય? સલીમ એક ઝેરી સર્પ હતા, તેથી સમ્રાટની સઘળી સહૃદયતા નિષ્ફળ જ નિવડી! તેના સઘળા પ્રયત્ન વ્યર્થ જ થયા !
જે પુરુષ પોતાની સ્વાભાવિક ઉદારતાવડે સમ્રાટની શાસનનીતિને અને ધર્મનીતિને અંતઃકરણપૂર્વક ટેકો આપતા હતા, તેઓમાંનો મોટો ભાગ અત્યારપૂર્વે જ આ ફાની દુનિયાનો ત્યાગ કરી ચૂક્યો હતો. સમ્રાટના અનુદાર મુખ્ય મુસલાન અમાએ વિચાર કર્યો કે હવે જે એકમાત્ર અબુલફઝલ, અકબરની પાસેથી કેમે કરતાં દૂર થાય, તે સમ્રાટ અકબર પિતાના સઘળા વિચારો ફેરવ્યા વિના રહે નહિ. સંકુચિત વિચારના અમાત્ય અબુલફઝલને અંતઃકરણપૂર્વક તિરસ્કારતા હતા. તેથી તેમણે ગમે તે રીતે તેનું ખૂન કરવાનું કાવતરું રચ્યું.
અકબર અબુલફઝલને અંત:કરણપૂર્વક ચાહતે હતો, તેના ઉપર વિશ્વાસ રાખતા હતા અને તેની સલાહને માન આપતે હતે. અબુલફઝલ પોતે પણ સમ્રાટને એક દેવની માફક સમજતો અને તેના પ્રત્યે શ્રદ્ધા અને માનની દૃષ્ટિથી જોઈ તેની આજ્ઞાનું તન-મન-ધનના ભાગે પાલન કરતે હતે. અબુલફઝલ મહાબુદ્ધિશાળી પુરુષ હતા. તેનું હદય પણ તેટલું જ ઉદાર હતું. સર્વ ધર્મોપ્રત્યે તે સમાનભાવ રાખતા હતા. તેણે કદાપિ હિંદુધર્મને તિરસ્કાર કર્યો ન હતો, કે હિંદુઓને ત્રાસ આપ્યો ન હતો. તેનામાં અનેક ગુણે હતા તેથીજ સમ્રાટને તેના ઉપર અપાર પ્રેમ હતો. ગુણોઠારા કેણ પરાજિત થતું નથી? ખરું જોતાં આપણે સર્વ ગુણોનાજ પૂજારી છીએ. અતિ સામાન્ય અવસ્થામાંથી વિશાળ મેગલ સામ્રાજ્યના સર્વ પ્રધાન અમાત્યના પદે અબુલફઝલ પહોંચ્યા અને રાજ્યને અતિ માનનીય આગેવાન થયો, તેમાં કેવળ તેના સદ્દગુણોજ એકમાત્ર હેતુરૂપ હતા. સમ્રાટે એકવાર આનંદમાં આવી જઈ અબુલફઝલને ૫૦ હજાર મુદ્રાનું ઈનામ આપ્યું હતું. તેની દાનશીલતા પણ એટલી બધી હતી કે તેનું વર્ણન થઈ શકે નહિ. એમ કહેવાય છે કે તેના રસોડામાં અનેક રસોઇયા હતા. તેને પુત્ર અબ્દુલ રહેમાન અબુલ ફઝલના રસોડાને મુખ્ય અધ્યક્ષ હતા. તે દક્ષિણ પ્રદેશમાં રહેતા ત્યારે પણ રોજ નવાં નવાં વિવિધ પકવાને તૈયાર કરી રાજ્યના અમલદારેને વહેંચી આપતા હતા. હરકોઈ ગરીબ મનુષ્ય પ્રાતઃકાળથી લઇને રાત્રિના બે પહેર વિતવા સુધીમાં અબુલફઝલના રસોડામાં આવી સતિષપૂર્વક ખીચડીને આહાર કરી શકતું હતું.
દરિદ્રોને ધનદાન આપવામાં અને દુઃખીઓનાં દુઃખ દૂર કરવામાં તેણે કદાપિ પાછી Shree sudharmaswami Gyanbhandar-Umára, Surat
www.umarágyanbhandar.com