________________
सप्तदश अध्याय-सलीमनो बळवो अने
अबुलफझलनी हत्या
“માણસ પોતાની ખરી જરૂરીઆતોની વાત બાજુ મૂકીને વધુ પડતી ચિંતાઓમાં પડે છે, એજ બધા ગુંચવાડાનું કારણ છે.”
અકબર ભારતીય આકાશમાંથી વાદળની ઘનઘેર ઘટા અદશ્ય થઈ છે, હવે અંધકારને બદલે ઉજજવળ ચંદ્ર અને નક્ષત્રો ગગનમાં પ્રકાશી રહ્યાં છે ! ભારતરૂપી ઉદ્યાનમાં વિવિધ મનોહર પુષે કુંજેમાં પ્રફુટિત થઈ રહ્યાં છે. વેલ, જુઈ, ચબેલી તથા રજનીગંધા આદિ અસંખ્ય કુસુમકામિનીએ સ્વચ્છ અને નિર્મળ વિસ્ત્રો પહેરી, ચંદ્રપ્રભાવટે પિતાના મુખને સ્નિગ્ધ તથા ઉજજવળ કરી, જાણે કે મણિમુક્તા પહેરી બહાર નીકળી હેય, તેમ નવા અંકુરને સ્નાદ્વારા પ્રતિભાસિત કરી, મંદ મંદ હાસ્યપૂર્વક, શીતળ પવનની લહેરમાં નિત્ય કરતી પિતાની મનહર સુંદરતાને વિસ્તાર કરી રહી છે ! સાંજને મૃદુ પવન તેમના પરિમલને વહન કરતે સર્વની પાસે આવ-જા કરી રહ્યો છે. રૂપકપ્રિય ભાટ-ચારણો સમ્રાટ અકબરની અપૂર્વ કીર્તિને સર્વત્ર પ્રચાર કરી રહ્યા છે! સમ્રાટના ઉપકારોને કુદરતી ઉપકારો સાથે સરખાવી તેનો મહિમા વર્ણવી રહ્યા છે. સરળ પ્રકૃતિવાળા હિંદુઓ પણ અકબરના સદ્ગુણોથી હિત બનીને “વિશ્વ વા ની અને રા” આદિ યશગાન લલકારી રહ્યા છે.
સમ્રાટ અકબર હવે ઉન્નતિના સર્વથી ઉચ્ચતમ શિખરે વિરાજવાને ભાગ્યશાળી થયો છે. તેના લેકહિતકર કીર્તિ કલાપોથી ભારતવર્ષ પરિપૂર્ણ થઈ ગયો છે. તેની યશસુરભિ ચારે દિશાઓમાં વ્યાપી રહી છે. સુવિશાળ ભારતવર્ષમાં હવે એવું કોઈ પણ રાજ્ય નથી કે જે અકબરની સાથે હરિફાઈ કરી શકે. તેનું સામ્રાજય હિંદુકુશ પર્વતથી લઈને બ્રહ્મપુત્રાપર્યત અને હિમાલયથી લઇને દક્ષિણપ્રદેશપર્યત વિસ્તાર પામી ચૂક્યું છે. તેણે પિતાના બાહુબળથી સમગ્ર દેશમાં શાંતિની સ્થાપના કરી છે. પોતાના જ બાહુબળથી પરદેશી શત્રુઓના હુમલાઓ હાંકી કહયા છે. દીર્ધદષ્ટિવાળી સુગ્ય રાજનીતિકારો તેણે હિંદુ અને મુસલમાને વચ્ચે સદ્દભાવ અને સુલેહનાં મૂળ રોપ્યાં છે. સંક્ષિપ્તમાં કહીએ તે અકબરે સ્વદેશહિતૈષિતાની ઉગ્ર લાગણીવડે આ અધપતિત ભારતવર્ષને પુનરુદ્ધાર કર્યો છે અને તેની પવિત્ર કીતિને પુનઃ પ્રચાર કરવાનું ભગીરથ પ્રયત્ન આરંભ્યો છે.
શેખ મુબારકે ધર્મસંબંધી સર્વ પ્રકારની સત્તા સમ્રાટ અકબરને અર્પણ કરી, સંસારનાં કાર્યોમાંથી મુકત થઈ નિવૃત્તિ સ્વીકારી. તે રાજદરબારના તથા
Shree'Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com