________________
સલીમને બળ
અને અબુલફઝલની હત્યા
ર૧૩
રાજધાનીના કોલાહલને પાછળ રહેવા દઈ, નિંદા અને સ્તુતિના પ્રસંગમાંથી મુકત થઈ લાહેરમાં રહેવા લાગ્યો અને ત્યાં પ્રભુપ્રાર્થનામાં પિતાને સમય વીતાવવા લાગ્યો. ઇ. સ૧૫૯૭ માં એજ સ્થળે તે શાંતિપૂર્વક મૃત્યુ પામે. પિતાના મૃત્યુથી ઊંઝી તથા અબુલફઝલને અત્યંત ખેદ થશે. બંને ભાઈઓએ હિંદુ રીત-રિવાજ પ્રમાણે મસ્તકાદિનું મુંડન કરાવ્યું. સમ્રાટ અકબરે પણ ઉકત બંધુકયના શાકમાં અંત:કરણપૂર્વક ભાગ લીધો અને મરહુમ શેખ મુબારકના ગુણોનું મુક્તકઠે સ્મરણ કર્યું. એમ કહેવાય છે કે તે પોતે કુરાનની એક વિશાળ અને ઉત્કૃષ્ટ વ્યાખ્યા લખી ગયો છે. બાદોઉની વગેરે પુરુષો જો કે શેખ મુબારકના ઉદાર ધર્મમતની ખાસ નિંદા કરવામાં જ પિતાની મહત્તા માનતા હતા, છતાં તેમને પણ એટલું તે સ્વીકારવું જ પડયું છે કે મુબારક તે જમાનામાં એક મહાબુદ્ધિમાન અને સદાચારી નરવીર હતે.
સમ્રાટ ફેંકી તથા અબુલફઝલને હૃદયના સાચા પ્રેમથી ચાહત હતું, એમ પૂર્વે અનેકવાર કહેવાઈ ગયું છે. સમ્રાટે જે ઉદારનીતિને અમલ કરી ભારતવર્ષને મહા ઉપકાર કર્યો છે અને જેને માટે હિંદુ, મુસલમાને, અંગ્રેજો તથા જર્મને પણ એકેઅવાજે તેને સર્વશ્રેષ્ઠ પતિને એક મહાન સમ્રાટ લેખી માન આપે છે, તે ઉદાર નીતિને ઉકત બંને સાધુઓએ સંપૂર્ણ ટેકે આ હતા. અકબરની ઉદાર નીતિને માટે તેને જેટલું માન આપવામાં આવે તેટલું જ માન આપણે ફેંકી તથા અબુલ ફઝલને પણ આપીએ તો તે અયોગ્ય નથી. વળી જે સમયે સમસ્ત મુસલમાન પ્રજા અકબરની ઉદાર નીતિની વિરુદ્ધ હતી, તે પ્રસંગે એ બને બંધુઓ તેને હૃદયથી વળગી રહ્યા હતા, એ વાત પણ વિસરી જવા ગ્ય નથી.
રાત્રિના દ્વિતીય પ્રહરે કોઈએ આવીને સમ્રાટ અકબરને એવા સમાચાર આપ્યા કે ઊંઝી મૃત્યુની પથારીએ પડે છે અને છેલ્લા શ્વાસોચ્છવાસ ખેંચી રહ્યો છે. સમ્રાટ અકબરે એક ક્ષણમાત્રને પણ વિલંબ નહિ કરતાં ઉતાવળે પગલે કવિવરના ભવનમાં પ્રવેશ કર્યો. પ્રિય મિત્રની પાસે થોડીવાર બેસીને તપાસ કરી તે તે સમયે ફેઝી બેભાન અવસ્થામાં પડયા હતા. સમ્રાટના નેત્રમાં અશુજળ ભરાઈ આવ્યું. શોકથી સંતપ્ત થયેલું અંતઃકરણ વિશેષવાર સંયમમાં રહી શકયું નહિ. તેની આંખમાંથી અશ્રુને પ્રવાહ વહેવા લાગે. ભારતવર્ષને એકાધિપતિ આજે એક બાળકની માફક, પિતાના પ્રિયતમ મિત્રની અવસ્થા નિરખી રડી રહ્યો છે, તે દેખાવ કોને દ્રવીભૂત ન કરે ? તેણે નિશ્વાસપૂર્ણ સ્વરે પૂછ્યું કે-“મેં વૈદ્યશિરોમણિ આલીને રવાના કર્યો છે તે શું હજી નથી આવ્યો?” સમ્રાટના પ્રશ્નનો ઉત્તર આપવાની કોઈનામાં શકિત રહી નહતી. તેને પિતાને શકાતુર બનેલ જેઇ સર્વ કરો પણ ગમગીનીમાં ઉ ડૂબી ગયા હતા. જે
Shree Suharmăswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com