________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ
છે. (આ સ્થળે અમારે એટલું જણાવવું જોઈએ કે ચાર માઈલ જેટલી દીધું બજાર હેવાનું જે જણાવવામાં આવ્યું છે, તે માત્ર એવી રીતે કે રાજમાર્ગની બન્ને બાજુએ કેવળ એકેક દુકાન જ હોય. તે દુકાનની પાછળ ગામ કે વસ્તી જેવો ભાગ ન હેય.) પ્રત્યેક દુકાનના આગલા ભાગમાં એક સુંદર વૃક્ષ આવેલું છે. સમગ્ર બજાર સ્વચ્છ અને મનહર જણાય છે. તેમાં વિવિધ પ્રકારની અસંખ્ય વસ્તુઓ મળી શકે છે. વસ્ત્ર વયનારાઓ, ઝવેરીઓ તથા યુદ્ધસામગ્રી વેચનારાઓની દુકાને તે એટલી બધી છે કે તેની ગણત્રી પણ કરવી મુશ્કેલ થઈ પડે. ઝવેરી અને મણિકાની દુકાને રત્નજડિત અનેક પ્રકારના અલંકારે, સુંદર મોતી જડેલી છરીઓ, અરિસા તથા કૃત્રિમ પક્ષીઓ વેચવાને માટે તૈયાર જ રાખવામાં આવે છે. કબાટનાં ખાનાઓમાં ખુલ્લી રીતે તે વસ્તુઓ ગોઠવી રાખે છે કે જેથી પ્રજાવર્ગ તેને અનાયાસે જોઈ શકે. વસ્ત્ર વેચનારાઓ પણ એવી જ રીતે પોતાનાં કિ. મતી વ ખુલ્લી રીતે ગોઠવે છે. સુગંધી દ્રવ્યો વેચનારાઓની દુકાને અનેક પ્રકારનાં વાસણ, કિંમતી ટિપાત્ર તથા અતિ ઉત્કૃષ્ટ સુગંધી દ્રવ્યો મળી શકે છે. ફળ વેચનારાઓની દુકાને ભારતવર્ષમાં ઉત્પન્ન થતાં તમામ પ્રકારનાં સુમિષ્ટ ફળ મળી શકે છે. દારૂ વેચનારાઓની દુકાને જુએ તે નાચનારી સુંદરીઓ અને મધુર ગીતથી મને રંજન કરનારી ગાયિકાઓ તમારી આજ્ઞાપાલન કરવાને સદા તૈયારજ ઉભી હેય ! ટુંકામાં કહું તે સમસ્ત બજાર મહેલાત, મણિમુક્તાઓ, ખાદ્ય વસ્તુએ, સુગંધીદ્રવ્ય, મદિરા તથા નાચનારી સુંદરીઓથી પરિપૂર્ણ છે. એક રાજમાર્ગ ઉપર એક હજાર મનુષ્ય દારૂ પીવાને એકત્ર થયા હોય અને નાચનારી ગણિકાઓ, પ્રેમી જોડાઓ તથા વિલાસી યુવકોનાં ટોળેટોળાં નજરે પડતાં હોય, છતાં આશ્ચર્ય જેવું તે એજ છે કે તેઓ પરસ્પર કલેશ કે ટટ કરતાં નથી. મને તે એમજ લાગે છે કે આ સુવિશાળ પૃથ્વીના પડ ઉપર અન્ય કોઈ સ્થળે, અહીંના જે આશ્ચર્યકારક દેખાવ પ્રવાસીની દષ્ટિએ પડે અસંભવિત જ છે.” અમે પૂછીએ છીએ કે અધઃપતનનો આથી વિશેષ પ્રબળ હેતુ અન્ય શું હોઈ શકે?
દક્ષિણપ્રદેશ, વરાડ, ખાંડવપ્રદેશ, માળવા તથા ગુજરાતના શાસનકર્તાતરીકે કુમાર દાનીઆલની નિમણૂક કરવામાં આવી. સમ્રાટ અકબરે આ પ્રમાણે ભારતવર્ષના સઘળા અગ્રગણ્ય વિભાગોને પિતાના મોગલ સામ્રાજ્યમાં મેળવી દઈ, અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક આગ્રા તરફ પ્રયાણ કર્યું, જો કે તે સમયે પણ દક્ષિણની સીમા ઉપર સ્વતંત્ર હિંદુ રાજાઓ હિંદુૌરવની રક્ષા કરી રહ્યા હતા, એમ કહેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, suatu
- - - -
www.umaragyanbhandar.com