________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ
૨૦૩
બાકી રહેલા સૈનિકા ગઢ તૂટતાંની સાથેજ ગભરાઇને નાસી જવા લાગ્યા. રાણી ચાંદખીખી તેજ વેળા એક યાદ્દાને છાજે તેવા લશ્કરી પાશાક પહેરી, અખ્તરવયે અંગને સુરક્ષિત કરી હાથમાં નગ્ન ખડગ લઇને તે તૂટેલા કિલ્લા પાસે આવીને ઉભી રહી. તે બહાદુરીથી મોગલાના હલ્લાઓને પાછા વાળવા લાગી અને પેાતાના અનુકરણીય વીરત્વ તથા ઉત્સાહવડે પેાતાના સૈન્યને ઉત્સાહિત કરવા લાગી. જેઓ નાસી જવાને તૈયાર થયા હતા, તે આ રમણીનુ અદ્ભુત પરાક્રમ જોઇ પુનઃ લડવાને આગળ આવ્યા ! આ પ્રમાણે ભયંકર યુદ્ધના પ્રારંભ થયા. મોગલસેના પેલા તૂટેલા ભાગમાં થઈને શહેરમાં પ્રવેશ કરવાનેા પ્રમળ પ્રયત્ન કરવા લાગી; પરંતુ તે સેનાના મોટા ભાગ આવી રમણીના વીરત્વને લીધે અણધારી રીતે નાશ પામવા લાગ્યા. રાણી ચાંદખીખીએ કિલ્લાની આસપાસ આવેલી ખાઇમાં ખૂબ દારૂ ભરી તેમાં આગ લગાડી અને એ રીતે અહમદનગરની આસપાસ અગ્નિની નદી પ્રવાહિત કરી ! હવે માગલસેનાને માટે આગળ વધવાના એક પશુ માર્ગ ખાકી રહ્યો નહિ. તે ચાંદમીમીની તીક્ષ્ણ બુદ્ધિ તથા વીરત્વ જોઇને, એટલું જ નહિ પણ તે કડવા અનુભવ મેળવીને દિગ્મૂઢજ બની ગયા ! તેની વ્યવસ્થા— પદ્ધતિ પણ બહુ સુંદર અને સુવ્યવસ્થિત હતી. મેાગલા રાણીને “દ સુલતાન” તથા ચાંદરાણી” ના ખિતાખા આપી તેની પ્રશ ંસા કરવા લાગ્યા. ધીમે ધીમે રાત્રિ પડી. સૂર્યાસ્તની સાથેજ મહાન મેગલસેનાના પરાક્રમને પણુ અસ્ત થઇને તેઓએ નિસ્તેજવદને અને નિરાશયે રાણી ચાંદખીખીની સ્તુતિ કરતે કરતે પેાતાની છાવણીના આશ્રય લીધે.
tr
આ તરફ્, આકાશરૂપી ર'ગમંડપ (સ્ટેજ ) ની અધ્યક્ષ સધ્યાદેવીએ રાણીં ચાંદખીખીના વીરત્વ ઉપર ત્રિમુગ્ધ થઈ, તેને મુબારકબાદી આપવાની ભાવનાથી શ્યામ વસ્ત્રવાળા રોંગમંડપના પડદા ઉપાડી લીધા. નક્ષત્રરૂપી અપૂર્વ રૂપલાવણ્યવાળી અસખ્ય સુરસુંદરીઓએ રાણીનું વીરત્વ નિહાળી, રાણીને ઘેાડીવાર આનંદ આપવાની ઇચ્છાથી, ચદ્રદેવને મધ્યમાં રાખી નાચ-ગાન કરવાના આર’ભ કરી દીધા. જે સુરસુ ંદરી હજી તરુણુ અને અત્યંત રૂપવાળી ગણાતી હતી તેમણે તા સની આગળ વધી જઇને રાણી ચાંદબીબી ઉપર સુધાની વૃષ્ટિ કરવા માંડી ! સમસ્ત તારકાસુંદરીઓએ આન ંદત્સવ રચી રાણીની નગરીને જયાતિમય અનાવી દીધી !
છતાં રાણી ચાંદખીખી એક ક્ષણના પણુ વિશ્રામ નહિ લેતાં અને ક્ષણવાર પણ આંખ નહિ મીંચતાં આખી રાત કિલ્લાની પાસે જાગતી ઉભી રહી અને સુરંગ કાઢવાને લીધે ગાબડુ પડયું હતું તે રાતમાં ને રાતમાં પૂરાવી દીધું! તે પેાતાના પક્ષવાળાઓને તેમજ સહાયાને પશુ આ યુદ્ધમાં સહાયતા આપવાના અને ક્ષણમાત્રના વિલખ નહિ કરતાં હાજર થવાના પત્રા તેણે માલી આપ્યા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com