________________
સમ્રાટ અકબર
આ પત્રો લઈ જનાર સવાર-કાસદ છુપી રીતે મેગલસેનામાંથી પસાર નહિ થઈ શાકવાથી સર્વ પત્રો કુમાર મુરાદના હાથમાં આવ્યા. આ પત્રો ફાડી નાખવાની, પત્રવાહકને મારી નાખવાની કે સવારને પુનઃ કિલ્લામાં મોકલવાની દુષ્ટ પ્રવૃત્તિ મુરાદથી થઈ શકી નહિ. પત્રની પ્રત્યેક પંક્તિમાં રાણું ચાંદબીબીનું જે વીરત્વ પ્રત્યક્ષ થતું હતું તે વીરત્વ નિહાળી, મુરાદે ઉલટો રાષ્ટ્રને સહાય આપવાને સંકલ્પ કર્યો. તેણે તે પત્રોને મથાળે એટલા શબ્દ ઉમેર્યા કે:-“ જેમ વહેલા આવશે તેમ વિશેષ લાભ થશે.” ત્યારબાદ તે પત્રો તેણે યથાસ્થાને પહોંચાડવાની પિલા સવારને રજા આપી, એટલું જ નહિ પણ પિતાની સામે થએલી એક બહા. દૂર અબળાને તૈયારી કરવાની બની શકે તેટલી તક આપી. મુરાદે જે કે અહમદનગરના નિવાસીઓને ઉદારહૃદયે કેટલીક અનુકૂળતા કરી આપી હતી, તે પણ રાણી ચાંદબીબી જેવી એક સ્ત્રી, મહાપરાક્રમશાળી મેગલ સમ્રાટ સાથેના યુદ્ધમાં કયાંસુધી ટક્કર ઝીલી શકે? રાણુએ પિતાથી બની શકે તેટલે જન્મભૂમિને બચાવ કર્યો, પરંતુ છેવટે તેની યુદ્ધસામગ્રી નિઃશેષ થઈ અને ગેળાઓને બદલે તાંબાનાણું તથા અંતે રૂપાનાણું બંદુકમાં ભરીને શત્રુને સંહાર કરવાને પ્રસંગ આવ્યો. કાફીખાં લખે છે કે:-“ચાંદરાણીએ મંગલસૈન્યમાં રૂપાની ગળીઓ ફેંકી હતી.” આમ યુદ્ધસામગ્રીની તંગી આવી પડવાથી નછૂટકે રાણીને અંતે સંધિ કરવાની જરૂર પડી. મોગલસેનાએ અત્યારે પૂર્વે જે વરાડ પ્રદેશ જીતી લીધું હતું, તે પ્રદેશ ચાંદબીબીએ મેગલને સેપી દે અને હવે પછી મેગલેએ ચાંદબીબીના રાજ્ય ઉપર હલે ન કરે, એવી શરતે નક્કી થઈ. આ પ્રમાણે મોગલ સામ્રાજ્યને શરમાવે એવી સંધિ કરી મુરાદ અહમદનગર માંથી રવાના થશે. (ઈ. સ. ૧૫૯૬)
તેજ વર્ષે અનાવૃષ્ટિને લીધે સમગ્ર ભારતવર્ષમાં ભયંકર દુષ્કાળે દેખાવ દીધું હતું. અનાજની એટલી બધી તંગી થઇ ગઈ હતી કે મનુષ્ય મનુષ્યના મસને આહાર કરવા લાગ્યાં હતાં, દુષ્કાળ માંડમાંડ પૂરો થયો એટલામાં મહામારી આદિ વિવિધ રોગોને ઉપદ્રવ શરૂ થયો. આથી અનેક મનુષ્ય એકાએક મૃત્યુના પંજામાં સપડાવા લાગ્યાં. અનેક નગરીઓ નિર્જન અને વેરાન બની ગઈ. મુડદાંઓના ઢગલાઓથી જવા-આવવાને માર્ગ પણ રોકાઈ ગયો! મનુષના શબને દાટનાર કે બાળનાર પણ કોઈ રહ્યું નહિ ! સહૃદય સમ્રાટ આબરે દરિદ્ર અને દુઃખીઓને મદદ આપવા તરફ અનેક નેકર મેકલી દીધા ! તેમણે ધર્મ કે જ્ઞાતિના ભેદભાવવિના જે કોઈ દરિદ્ર મનુષ્ય જોવામાં આવે તેમને સહાયતા આપવા માંડી. અકબરની સુવ્યવસ્થાને પ્રતાપે અન્નની તંગી દૂર થઈ, એટલું જ નહિ પણ ઔષધ તથા શુશ્રષાદિને પણ સારો બંદોબસ્ત થયા. આ પ્રમાણે અકબરે મૃત્યુના મુખમાં સપડાતા અને નિર્દોષ મનુષ્યના
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
www.umaragyanbhandar.com