________________
૨૦૨
સમ્રાટ અકબર
દક્ષિણ પ્રદેશમાં પ્રવેશ કર્યો. દક્ષિણ દેશના લેકે જો કે આ કાળે સ્વાર્થ અને કલેશના પંજામાં પૂરેપૂરા સપડાઈ ગયા હતા તે પણ સ્વદેશની સ્વાધીનતાનું રક્ષણ કરવા એ કાળે એક વીરરમણ બહાર પડી અને જન્મભૂમિની ખાતર આત્માનું બલિદાન આપવા સર્વથી મેખરે આવી ઉભી રહી ! આ રમણી અન્ય કેઈ નહિ પણ તે પ્રાતઃસ્મરણીય રાણી ચાંદબીબી હતી. એફીન્સ્ટન સાહેબે લખ્યું છે કે – “ભારતવર્ષે તેણીના જેવાં રમણીરત્નો બહુજ ઓછી ઉત્પન્ન કર્યા છે” તે જેવી અસીમ સાહસિક્તાવાળી હતી, તેવી જ તીક્ષ્ણ બુદ્ધિવાળી પણ હતી. રાણી ચાંદબીબી ઉપલા પ્રસંગે અહમદનગરના સિંહાસન ઉપર એક બાળક રાજાને પ્રતિષ્ઠિત કરી પોતે પોતાના બાહુબળવડે રાજ્યની સર્વ વ્યવસ્થા કરતી હતી. તેણીએ વિચાર કર્યો કે જે એક પ્રબળ મનુષ્ય દુર્બળ મનુષ્યના ઘરમાં એકવાર માત્ર પ્રવેશ પણ કરે તે પછી તે ગ્રહની બહાર નીકળવાનું તે કદિ પણ પસંદ કરે નહિ. કદાચ એક પ્રબળ મનુષ્ય બંધુભાવે પણ જે નિર્બળ મનુષ્યની કોટડીમાં દાખલ થાય તે પછી વખત વીતતાં તે પ્રબળ નર ગરીબની ઝુંપડીને સ્વામી બન્યા વિના રહેજ નહિરાણી ચંદબીબીના ઉપદેશથી તથા તેની ઉશ્કેરણીથી રાજ્યના સમસ્ત વિરોધીઓ પરસ્પરને જ ભૂલી ગયા અને સર્વે સાથે મળીને ખરા અંતઃકરણપૂર્વક મેગલસેનાની સામે લડવાને તૈયાર થઈ ગયા.
- કુમાર મુરાદ નિમંત્રણ મેળવ્યા પછી જ દક્ષિણ તરફ આવ્યો હતો. તેને હવે પિતાના મને પાર પાડ્યા વિના રાજ્યમાં પાછું જવું શરમભર્યું લાગ્યું. તેણે હવે પિતાના બાહુબળદ્વારા અહમદનગર ઉપર વિજય મેળવવાને દઢ નિશ્ચય કર્યો. ઉપરાછાપરિ હલ્લાઓ કરી તે ગઢના દ્વારે ભેદવાને તેણે ભગીરથ પ્રયત્ન આરંભ્યો. અહમદનગરને કિલે કાળા પથ્થરોવતી બધેિલ હતો. તેની દિવાલ પર હાથ જેટલી ઉંચી હતી. કિલ્લાની આસપાસ એક ઉંડી ખાઈ આવેલી હતી. તે ખાઇ ૬૦ થી ૮૦ હાથ પહોળી તથા ૧૪ હાથ ઉંડી હતી. રાણી ચાંદબીબી આવા સુરક્ષિત અને સુદઢ કિલ્લામાં રહી મેગલસેનાના હુમલાએ તરફ ઉપહાસ્ય કરવા લાગી. આ તરફ કુમાર મુરાદ પણ કિલ્લાની દિવાલતળે મેટી સુરંગ ખોદી તેમાં ખૂબ દારૂ ભરવા લાગ્યો. રાણી ચાંદબીબી મોગલ લશ્કરની હીલચાલેથી છેક અજ્ઞાત રહે તેવી નહતી. તેણી મુરાદની હીલચાલ બરાબર સમજતી હતી અને પ્રસંગ આવ્યે મેગલની સમસ્ત તૈયારીઓને એક ક્ષણવારમાં ધૂળધાણી કરી નાખતી હતી. એક દિવસે મોગલસેના પિતાના દાવપેચમાં ફાવી ગઈ અને કિલ્લા નીચેની સુરંગમાં દારૂ ભરીને સુરંગ ફોડવામાં ફતેહમંદ થઈ. સુરંગ ફુટતાંની સાથેજ એક મહા ભયંકર ધ્વનિ થયે ! પ્રલયકાળના જેવા ગંભીર અવાજે દિકપાળને પણ થોડીવાર પ્રપતિ કરી દીધા ! કિલ્લાને કેટલાક ભાગ આથી અચાનક તૂટી પડવાને લીધે રાણી ચાંદબીબીના અનેક કુશળ સિનિકે પણ તેમાં દટાઈ ગયા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com