________________
સમ્રાટ અકબર
સમ્રાટે યથાસમયે કાશ્મીરનો ત્યાગ કર્યો, પરંતુ કાશ્મીરમાં આવતી વેળા અંતઃકરણમાં જે આનંદ અને સંતોષને તે સાથે લાવ્યા હતા, તે આનંદ અને સંતોષ ત્યાંથી પાછા ફરતી વેળા પ્રાયઃ અદશ્ય થઈ ગયા હતા. કાશ્મીરમાંથી પ્રયાણ કરવા પહેલાં તેના હૃદય ઉપર અનેક ગંભીર આઘાત થયા હતા. તેને પ્રિય મિત્ર તથા વિશ્વાસુ નકર અમીર ફૉઉલા કાશ્મીરમાંજ અકાળે મૃત્યુ પામ્યો હતો. તે અમીર એક મહાપંડિત અને બુદ્ધિશાળી પુરુષ હતા. અબુલ ફઝલ તેના સંબંધમાં લખે છે કે:-“મુસલમાન પ્રજાના સમસ્ત પ્રાચીન ગ્રંથ એકવાર નાશ પામે તોપણ ફૉઉલા પોતાની સ્મરણશક્તિના પ્રતાપે તેનો ઉદ્ધાર કરી શકવાને સમર્થ હતા.” અર્થાત તેની સ્મૃતિ એવી અપૂર્વ હતી કે તેણે મુસલમાન ધર્મના અનેક ગ્રંથ કંઠસ્થ કરી રાખ્યા હતા. સમ્રાટ અકબરની આજ્ઞાને માન આપી તેણે કેટલાક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કરવાને પ્રારંભ કર્યો હતે. સમ્રાટ અકબર પોતે પણ તેના વિષયમાં કહે છે કે –“તે જેમ મારો વિશ્વાસુ બંધ હતો તેમ તે મારો એક દાર્શનિક, તિષી તથા વૈદ્ય પણ હતા. તે જે મારા કાઈ પણ શત્રુના હાથમાં સપડાય હેત અને તેના છૂટકારો માટે મારે કદાચ મારી સમસ્ત ધનસંપત્તિ આપવી પડી હેત તોપણ ફઉલ્લાની પ્રાપ્તિથી હું મને પિતાને વિશેષ ધનવાન માનત.” અર્થાત ફોઉલ્લાની ખાતર અકબર પિતાના સર્વસ્વને ભેગ આપવાને સદા તત્પર રહે . કાશ્મીરની સરહદ ઉપર અકબરને બીજો પણ એક વિશ્વાસુ અને હૃદયપ્રિય બધુ મરણને શરણ થયે હતો. તેનું નામ હાકીમ અબુલફત હતું. તેણે સમ્રાટના નૂતન ધર્મને સ્વીકાર કર્યો હતો. તે પણ એક મહા બુદ્ધિશાળી અને ડાહ્યો પુરુષ હતો. સમ્રાટ તેને અંતઃકરણપૂર્વક ચાહતો હતો, એટલું જ નહિ પણ રાજકીય ગુંચવાડાઓના પ્રસંગે તેનો અભિપ્રાય લેતે હતો. સમ્રાટ અકબરે કાશ્મીરની મુલાકાત લીધી તે પ્રસંગે રાજા ટેડરમલ કે જે પંજાબના શાસનકર્તાતરીકેનું સઘળું કામકાજ કરતા હતા, તે પણ ત્યાં પચત્વ પામ્યો. (ઈસ. ૧૫૮૯) રાજા ટોડરમલ એક નિષ્ઠાવાન અને શ્રદ્ધાળુ હિંદુ હતું, છતાં તેણે સિંધુ નદીને ઓળંગવામાં સંકોચ કર્યો ન હતે. તે નિત્ય પ્રાત:કાળે પ્રભુની મૂર્તિની પૂજા કરતા અને પૂજા થઈ રહ્યા પછી રાજકાર્યમાં મન પરોવતે. એક દિવસે પંજાબ તરફ જતાં મુસાફરીમાં પ્રભુની મૂર્તિ અને પૂજાની સમસ્ત સામગ્રી પાછળ રહી ગઈ, તેથી રાજા ટોડરમલે કેટલાક દિવસ સુધી ખાવાનું કે પાણી પીવાનું પણ માંડી વાળ્યું હતું. છેવટે જ્યારે સમ્રાટ અકબરને સમાચાર મળ્યા કે પ્રભુની પૂજા નહિ થવાથી રાજાએ આહાર લીધે નથી, ત્યારે સમ્રાટે પોતે રાજાને સમજાવી આહાર કરાવ્યું. ટોડરમલની અંત્યેષ્ટિક્રિયાપ્રસંગે રાજા ભગવાનદાસ હાજર હતો. સ્મશાનમાંથી ઘેર આવતાજ તે એકાએક માંદ પડે અને બહુ આશ્ચર્ય પામવા જેવું છે કે તેજ દિવસે તે મૃત્યુ પામ્યો ! ઉક્ત ઉભય રાજાઓ સમ્રાટના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com