________________
કાશમીર
૧૯૭
- આ પ્રમાણે જે કે કાશ્મીરમાં શાંતિની સ્થાપના તે થઈ, પરંતુ તે વિશેષ વાર ટકી શકી નહિ. કાશ્મીરના રહેવાસીઓ અંદર અંદર લડીને નબળા પડવા લાગ્યા. જયારે મનુષ્ય પોતે જ પોતાનું સત્યાનાશ કહાડવા તૈયાર થાય, ત્યારે તેમનું રક્ષણ કાર્ય કરી શકે નહિ. સમ્રાટે પુનઃ એક મહાન સૈન્ય મોકલી કાશ્મીરમાં શાંતિ પ્રસરાવી. કાશ્મીરવાસીઓ આવા અંતરકલહથી બહુજે નબળા પડી ગયા હતા. ત્યારબાદ અકબરે કાશ્મીરના રાજાની બિહારના શાસનકર્તા તરીકે નિમણુક કરી.
સમ્રાટે આજે કાશ્મીરનું અપૂર્વ સૈદર્ય નિરખવા માટે કાશ્મીરમાં પ્રવેશ કર્યો છે. (ઇ. સ. ૧૫૮૯) બિંબરના ગિરિધામાં થઈને તે કાશ્મીરમાં સહિસલામત પહોંચી ગયા છે. તેની સાથે તેના કેટલાક બંધુઓ તથા મિત્રો પણ આવેલા છે. સમ્રાટ અકબર પહાડી માર્ગમાં કઈ કઈ વાર અશ્વપૃષ્ઠ તથા કોઈ કોઈ વાર પગે ચાલીને મુસાફરી કરતો. આસપાસના કુદરતી સૈયે તેના મનમાં બહુજ ઉડી અસર કરી હતી. જેણે આવા અદ્દભુત સંદર્યવાળી સૃષ્ટિની રચના કરી છે, તે પ્રભુ પોતે કે સિદર્યસાગર હશે, તેને વિચાર કરી તે પ્રભુની અંતઃકરણપૂર્વક સ્તુતિ કરતે આગળ વધતા હતા. અલંકાર કંઠમાં હોય તેજ શેભે, એમ ધારી અમે આ અધ્યાયના આરંભમાંજ કાશ્મીરના સૈદર્યનું કિંચિત વર્ણન આપ્યું છે.
સમ્રાટ અકબરે છે કે કાશ્મીરમાં બહુજ અલ્પ સમય વાસ કર્યો હતે છતાં પણુ કાશ્મીરના પ્રજાજનો તેના પ્રત્યે અસાધારણ પ્રેમ દર્શાવવા લાગ્યા હતા. તેનું સૌજન્ય, મધુર વાર્તાલાપ કરવાની શૈલી તથા દયા આદિ સદ્દગુણોને અનુભવ કરવાથી, સમ્રાટ અકબર એક અસાધારણ મહાપુરુષ છે, એવી સર્વની ખાત્રી થઈ ગઈ હતી. ઈસ્લામપદ અને શ્રીનગરના રાજમાર્ગ પાસે જે ઉન્નત, લાંબી અને સુંદર વૃક્ષણિ આજે પણ જોઈ શકાય છે અને જે વૃક્ષઘટા આજે પણ મુસાફરેના સંતાપને હરી રહી છે, તે વૃક્ષાવલિ સમ્રાટના પિતાના હાથથીજ રપાઈ હતી. ખેતીવાડીની સગવડ અર્થે ત્યાં જે નહેરે આવેલી હતી, તેને પણ સમ્રાટે બહુ સારી રીતે પુનરુદ્ધાર કર્યો હતો. શ્રીનગરની ઉત્તર પૂર્વ દિશામાં હરિપર્વત નામના એક ઉચ્ચ પહાડ ઉપર તેણે એક સુદઢ અને સુંદર કિલ્લો બંધાવ્યા હતા. એ કિલ્લા પાછળ લગભગ અગિયાર લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. તે કિલ્લે આજે પણ દર્શનીય લેખાય છે. તે સિવાય તેણે ખાસ પોતાના નિવાસ અર્થે સાડા ત્રણ - લાખ રૂપિયાના ખર્ચે એક મહેલ પણ બંધાવ્યા હતા, એમ કહેવાય છે, પરંતુ આજે તે વિલુપ્ત થઈ ગયો છે. અકબરના આગમન પછી કાશ્મીરમાં સર્વત્ર શાંતિ પ્રસરી. અત્યાર સુધી આંતરવિગ્રહોથી જે પ્રદેશ છેક અધઃ પતિત થવાની - અણી ઉપર આવી પહોંચ્યો હતો, તે અકબરના પ્રતાપે પુનઃ ઉન્નતિ કરવા લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com