________________
૧૯૬
સમ્રાટ અકબર
જ્યારે પંજાબ પ્રદેશમાં ગયે (પૂર્વના અધ્યાયમાં તે સંબંધી વર્ણન આપી ગયા છીએ) ત્યારે તેણે યુસુફસાને પિતાની સામે આવવાનું કહેણ મોકલ્યું; પરંતુ યુસુફસાએ અકબરની આજ્ઞાને માન આપ્યું નહિ અને સમ્રાટની સામે આવ્યો નહિ. સમ્રાટ અકબરે એથી બહુ ઉશ્કેરાઈ જઈને રાજા ભગવાનદાસ આદિની સરદારી નીચે પાંચ હજાર સૈનિકનું એક લશ્કર યુસુફસાની સામે લડવા માટે મોકલી દીધું. (ઈ. સ. ૧૫૮૫)
ઉક્ત સૈન્ય બિંબરના ઘાટમાં થઈને કાશ્મીરમાં આગળ વધવા લાગ્યું. આ ઘાટે વાળ પહાડી માર્ગ લેવાનું સેનાધિપતિઓએ એટલા માટે યોગ્ય ધાર્યું કે તે માર્ગ બહુ વિશાળ હો, તેમજ તે માર્ગમાં રહેતા નિવાસીઓ પણ મેગલસેનાનીતરફેણવાળા હતા, પરંતુ તે સમયે માર્ગમાં એટલે બધે બરફ પડ્યા હતા કે માર્ગને ઘણો ખરો ભાગ જવા-આવવાને લગભગ નિરુપયેગી બની ગયે હતા. સમ્રાટને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા. તેણે વિચાર કર્યો કે હવે એ લશ્કરને કાશ્મીર ખાતે પહોંચવામાં અણધાર્યો વિલંબ થયા વિના રહેશે નહિ અને જે બહુ વિલંબ થશે તે શત્રુપક્ષ યુદ્ધની વિશેષ તૈયારી કર્યા વિના રહેશે નહિ. આમ બન્ને પક્ષો જે સરખી તૈયારી કરીને યુદ્ધમાં ઉતરશે તે હાનિ બહુજ સહન કરવી પડશે. આ વિચાર કરી અકબરે મોગલસેનાને પાખલીને અતિ ભયંકર અને દુર્ગમ માર્ગ ગ્રહણ કરવાનો અને એ માર્ગે થઈને કાશ્મીર ઉપર હલ્લો કરવાનો આદેશ કર્યો. જ્યારે મેગલસેના લગભગ કાશ્મીરની પાસે આવી પોંચી ત્યારેજ યુસુફસાની આંખ ઉઘડી ! તે પોતે મોગલસેનાપતિની છાવણી પાસે હાજર થયા અને સ્વયં સમ્રાટ અકબર પાસે જઈ તેની તાબેદારી સ્વીકારવાનો મનોભાવ જણવ્યા. સમ્રાટે યુસુફસાની યાચનાને ઉત્તર આપતાં જણાવ્યું કે –“ કાશ્મીરને રાજા મારી પાસે હાજર થવાને તૈયાર થયો છે તે જાણી મને સંતોષ થયો છે, પણ તે શરણે આવે તે પહેલાં તે પ્રદેશ ઉપર આપણે અધિકાર મેળવી લેવું જોઈએ. હું કાશ્મીરનું રાજ્ય મારી અધીનતા નીચે રાખીશ અને તે વર્તમાન રાજાને ( યુસુફસાને) એક ખંડીઆ રાજતરીકે સુપ્રત કરીશ.” ત્યારબાદ મોગલસેનાપતિઓએ આગળ પ્રયાણ કર્યું. કાશ્મીરવાસી સેના યુદ્ધાથે તૈયાર થઈ અને પાખલીના પહાડી માર્ગમાં મેગલસેના સામે આવીને ઉભી રહી. રાજા ભગવાનદાસના પુત્ર મધુસિંહ રાજપૂત સેનાને સાથે લઈને અત્યંત બહાદુરીપૂર્વક શત્રુની સેનાને પાછી હાંકી કહાડી. માર્ગમાંનાં સઘળાં વિનો દૂર થયાં. કાશ્મીરનું સૈન્ય મધુસિંહનું વીરત્વ અનુભવી ભયભીત બની ગયું, જેથી છેવટે સંધિ કરવા સિવાય અન્ય માર્ગ તેમને માટે રહ્યો નહિ. કાશ્મીરે પુનઃ સમ્રાટની સત્તાને રવીકાર કર્યો અને તેની મારવાળું નાણું દેશમાં
she started wami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com