________________
કાશ્મીર
૧૯૫
ની તાખેદારી કબૂલ કરી અને તે દૂતને અનેક બક્ષિસા આપી રવાના કર્યાં. સમ્રાટ અકબરની સાથે પેાતાની એક પુત્રીનાં લગ્ન કરવા સારૂ તે પુત્રીને પણ તેણે વિવાહાથે દિલ્હી ખાતે વિદાય કરી.
પેલા એ દૂતા કાશ્મીરમાંથી પાછા ફરતાં તેમણે કાશ્મીરમાં કરેલા અન્યાયસંબધી હકીકત સમ્રાટના જાણુવામાં આવી. સમ્રાટને એથી અતિશય ક્રોધ ચડયા. ન્યાયના તે એવા પક્ષપાતી હતા કે પોતાના પ્રતિનિધિએ અન્ય રાજ્યમાં જઈ આવી રીતે પેાતાની સત્તાના દુરુપયેાગ કરે, તે તેનાથી ખીલકુલ સહન થઈ શકે તેમ નહાતું. રાજ્યના એક પ્રતિષ્ઠિત અમલદાર ભૂલેચૂકે એકાદ અન્યાયી કાય કરે તેા છેવટે રાજ્યના ગૈારવ (પ્રેસ્ટીજ )ની ખાતર પણ તે નભાવવુ જોઇએ, એવી રાજનીતિને અને પ્રેસ્ટીજને તે માનતા નહાતા. અન્યાયી હાય તા અત:કરણપૂર્વક ધિક્કારતા હતા. અકબરે ઉકત અને દૂતને આગ્રામાં ખુલ્લી સભામાં એલાવી તેમની આત્મકથા સાંભળી અને છેવટે તે બન્ને અમલદારાને તેમણે કરેલા અપરાધ બદલ ખુલ્લી રીતે દેહાંતદંડની સજા ફરમાવી દીધી. તે સિવાય કાશ્મીરરાજ કે જેના રાજ્યમાં જઈ ઉકત દૂતાએ અતિ નિંદનીય કાર્ય કર્યુ હતું, તેમને તે રાજાએ અટકાવવાને બદલે ઉલટુ ઉત્તેજન આપ્યું, તે માટે સમ્રાટે કાશ્મીરના અધિપતિ ઉપર અત્યંત ક્રોધ દર્શાવ્યા અને તેની કન્યા સાથે વિવાહ કરવાની સાક્ ના પાડી. આથી તે રાજકન્યા પુનઃ પેાતાના પિતાના રાજ્યમાં પાછી ગઈ. કાશ્મીરની રમણીએ કુદરતી રીતેજ અતિ સુંદર ઢાય છે; તેમાં પણ એક રાજબાળા અપૂર્વ રૂપ-લાવણ્યસપન્ન હોય એમાં તા પૂછ્યુજ શું? છતાં સમ્રાટ અકબર તેનાથી મેહિત થયા નહિ અને એક અન્યાયી કા પ્રત્યેતા તિરસ્કાર પ્રકટ કરવા તે રાજકન્યાના પણ અસ્વીકાર કર્યાં. અકારના ક્રોધસબંધી દુ:ખદાયક સમાચાર હુસેનશાએ સાંભળ્યા ત્યારે તેને બહુજ ખેદ થયા અને એ ખેદના આધાતથી તે ટુંક સમયમાં મૃત્યુ પામ્યા. ત્યારબાદ તેના ભાઈ કાશ્મીરની રાજગાદીએ આવ્યા. સમ્રાટ અકબરે તેના સમયમાં પુનઃ પેાતાના રાજદૂતાને કાશ્મીર, ખાતે મેાકલ્યા અને નવીન રાખને કાશ્મીરના નરપતિતરીકેની સધળી સત્તા સુપ્રત કરી. મસ્જીદમાં તેના રાજ્યાભિષેક પ્રસંગે પ્રાર્થના થઈ તે પ્રસગે પણ સમ્રાટના દૂતાએ હાજરી આપી હતી. તેના મૃત્યુ પછી તેના પુત્ર યુસુફસા અમાત્યાનાં કેટલાંક કાવતરાંઓને લીધે કાશ્મીરમાંથી નાસી ગયા. સમ્રાટ અકબરે રાજવિદ્રોહી અમાત્યાને દાખી દઇ યુસુક્સાને પુનઃ સિંહાસને પ્રતિષ્ઠિત કર્યાં. યુસુક્સાને કાશ્મીરની ગાદી મળવામાં રાજા માનસિંહ વગેરેએ પશુ સમ્રાટ અમ્મરની આજ્ઞાને અનુસરીને આગળ પડતા ભાગ લીધા હતા. ત્યારખાદ યુસુ સામે અનેક કિમતી ભેટા સાથે પેાતાના બે પુત્રોને દિલ્હીની રાજસભામાં માળી સમ્રાટની તાખેદારીને નમ્રતાપૂર્વક અ ંગીકાર કર્યાં. ઈ સ૦ ૧૫૮૫ માં અકબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com