________________
૧૮૬
સમ્રાટ અકબર
થયે, તેવી જ રીતે તેનું બાહુબળ અનુભવી કિંચિત ભયભીત કિંવા શંક્તિ પણ થયો.
હિમાલયના પહાડી પ્રદેશમાં અનેક હિંદુ રાજ્ય પ્રબળ પ્રતા૫પૂર્વક હિંદુશક્તિનું સંરક્ષણ કરી રહ્યાં હતાં. એમ કહેવાય છે કે તેમની પાસે લગભગ એક લાખ સૈનિકનું પાયદળ તથા દશ હજાર ઘોડેસ્વારનું લશ્કર હતું. ઉક્ત હિંદુ રાજાઓને વશીભૂત કરવા સમ્રાટે જેનખને રવાના કર્યો. અત્યારે પૂર્વે સમ્રાટ અકબરને સુયશ સર્વત્ર સુપ્રતિષ્ઠિત થઈ ચૂક્યો હતો. આથી હિંદુ રાજાઓએ સેનાપતિની સાથે સમ્રાટની પાસે હાજર થઈ અકબરના ચરણમાં પિતાનું મસ્તક નમાવ્યું અને એ રીતે તેની સત્તાને મૂંગે મેએ સ્વીકાર કર્યો.
અકબર જ્યારે ભારતવર્ષના ઉત્તર-પશ્ચિમ ભાગમાં રહેતા ત્યારે પણ તે ત્યાંથી વિસ્તૃત સામ્રાજ્યની સર્વ પ્રકારની દેખરેખ રાખત અને અતિ ઉપયોગી આશાઓ બહાર પાડી સર્વત્ર તેને અમલ કરવા મોકલી આપતે. અમ્બરની આજ્ઞાવિના રાજ્યનું કેઇ પણ મહત્વનું કાર્ય થતું નહિ.
તે જ સમયે રાજા ભગવાનદાસને ઉન્માદરેગ નામનું દર્દ લાગુ પડ્યું. સમ્રાટને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને બહુ દુ:ખ થયું અને રાજા ભગવાનદાસના વીરત્વનું તથા ઉદારતાનું વર્ણન કરી તેના ગુણોનું યશગાન કર્યું. ભગવાનદાસની સારવાર માટે સમ્રાટે પિતાના રાજ્યના સુપ્રસિદ્ધ હિંદુ અને મુસલમાન બે ચિકિત્સકેને મેક્લી આપ્યા. રાજ ભગવાનદાસના સ્થાને રાજા માનસિહની કાબૂલના શાસનíતરીકે નિમણુક કરી. તે પછી રાજા માનસિંહે બંગાળા, બિહાર અને ઉડીસાના શાસનકર્તાતરીકેનું પદ ભોગવ્યું હતું, એ વાત આપણે પૂર્વે જાણી ગયા છીએ.
અકબરને દશ સ્ત્રીઓ હતી. તેમાં રાજા ભગવાનદાસની બહેને જેલબાઈ કિંવા મરિયમ ઉજજામિની સમ્રાટની સર્વથી અધિક પ્રિય મહારાણી હતી. જેબાઈ સમ્રાટ જહાંગીરની જનની હતી. બહેરામખાંની વિધવા સ્ત્રી સાથે પણ અકબરે વિવાહ કર્યો હતે. એમ કહેવાય છે કે તેણી બહુ સુંદર કવિતાઓ રચી શક્તી હતી.
સમ્રાટને દશ સ્ત્રીઓ હતી, એટલા માટે તેના પ્રતિ આક્ષેપ કરવાની જરૂર નથી. રાજા માનસિંહને કેટલી સ્ત્રીઓ હતી, તેનું જે અમે અમારા પાઠકોને સ્મરણ કરાવીશું તે તેમને આશ્ચર્ય થયા વિના રહેશે નહિ. ઇતિહાસ જણાવે છે કે તેને ૧૫૦૦ સ્ત્રીઓ હતી અને તેમાં ૬૦ રાણીઓ રાજના મૃત્યુ થવા સાથે સતી થઈ હતી. રાસિનના કિલ્લામાં જે એક હિંદુ રાજા રાજ્ય કરતો હતો તેને લગભગ બે હજાર સ્ત્રીઓ હતી. ફિરિસ્તાએ લખ્યું છે કે “સમ્રાટોજ અનેક સ્ત્રીઓ પરણી શકે, એવા આપખુદી નિયમનું જેઓ ઉલ્લંઘન કરતા તેમને કેમ શિક્ષા કરવામાં આવતી અને એટલાજ માટે શેરશાહે ઉત હિંદુ રાજાની રાજધાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com