________________
અફઘાનીસ્તાન
૧૮૭
ઉપર હલે કર્યો હતો.” હુમાયુ અને જહાંગીરને તે અકબર કરતાં પણ અનેકગણી સ્ત્રીઓ હતી. મુસલમાન સમાજમાં અનેક નૃપતિઓએ હજારથી અધિક રમણીઓ રાખી હેય, એવા હેવાલ મળી આવે છે. રમણએની આવી વિશાળ સંખ્યાને અને એક મહાનગરી સમાન તેમનાં આવાં સ્થળને જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણને એમ લાગ્યા વિના રહેતું નથી કે પ્રત્યેક સ્ત્રીના નામનું, વયનું તથા મહેલના નામનું એક પત્રક તેમના સ્વામીના હાથમાં રહેતું હોવું જોઈએ. જે આવું પત્રક રાખવામાં ન આવે તે ગમે તેવા બુદ્ધિમાનને પણ આટલી બધી સ્ત્રીઓનું તથા તેમના ઠામ-ઠેકાણનું સ્મરણ રહેવું અસંભવિત થઈ પડે, એમ કહેવાની જરૂર નથી. અકબરને તે શું પણ તેના એક સુબેદારને પણ ૧૨૦ સ્ત્રીઓ હેવાનું એક ઈતિહાસલેખક જણાવે છે. પ્રાચીનકાળમાં અનેક સ્ત્રીઓ કરવાને જે રિવાજ પ્રચલિત હતું, તે રિવાજની સાથે અકબરની સ્ત્રીસંખ્યાને મુકાબલે કરીએ તો અકબરપ્રત્યે આક્ષેપ કરવાની જરૂર રહે નહિ, એ વાત સ્પષ્ટજ છે.
સમ્રાટ અકબરને ચાર કન્યાઓ પણ હતી.
સમ્રાટના અંતઃપુરમાં તેની સ્ત્રીઓ અને કન્યાઓ સિવાય અનેક નર્તકીએ ( નાચનારી), સંગીત-ગાયીકાઓ તથા દાસીઓ વગેરે રહેતી હતી. અબુલ ફઝલે લખ્યું છે કે –“ઉકત સમસ્ત સંખ્યાને જે સરવાળો કરીએ તે લગભગ પાંચ હજાર જેટલે થયા વિના રહે નહિ. રાણીઓને માસિક પગાર ૧૦૨૮ થી ૧૬૧૦ રૂપિયાપર્યત આપવામાં આવતા હતા.” સમ્રાટ શાહજહાન તથા આરંગઝેબના સમયમાં તે તે કરતાં પણ અધિક પગાર અંત:પુરની રાણીઓને આપવામાં આવતા, એવો ઉલ્લેખ મળી આવે છે. શાહજહાન પિતાની વિમાતા નૂરજહાનને વાર્ષિક બે લાખ રૂપિયા તથા પિતાની મહારાણી મુમતાજમહાલને દશ લાખ રૂપિયા આપતા હતા. ઓરંગઝેબ પિતાની પટ્ટરાણીને બાર લાખ રૂપિયાનું વર્ષાસન આપતો હતો.
અકબરના અંતઃપુરમાં રહેતી દાસીઓને બે રૂપિયાથી લઈ ૫૧ રૂપિયા સુધી માસિક પગાર આપવામાં આવતું. દાસીઓમાંની કેટલીક કુશળ સ્ત્રીઓ અંત:પુર ન આવક તથા ખર્ચસંબંધી હિસાબ રાખતી હતી. શહેરના સથ્રહસ્થાની સ્ત્રીઓ તથા પુત્રીઓ પિતાની ઈચ્છા થાય ત્યારે સમ્રાટના અંતઃપુરમાં આવ-જા કરી શકતી હતી. સમ્રાટની રાણીઓ તથા મહારાણીઓ પણ નાગરિક સ્ત્રીઓને બહુજ આદર-સત્કાર આપતી હતી. સ્ત્રી–અતિથિઓ અંતઃપુરમાં એક માસપર્યત રહી શકે, એવી પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
અબુલ ફઝલ કહે છે કે “ઈ. સ. ૧૫૯૫ માં સમ્રાટના પરિવારને કુલ - ખર્ચ ૭૭ લાખ પચીસ હજાર રૂપીએને થયે હતો. તે સિવાય સૈનિક વિભાગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com