________________
અફઘાનીસ્તાન
મળવાથી તે ખેદના સાગરમાં ડૂબી જાય તે તદ્દન સ્વાભાવિક વાત છે. તેણે બીરબલના વિરહદુઃખથી દુઃખિત થઈ રાજદરબારમાં આવવાનું બંધ કર્યું અને શોકપ્રદર્શક વેષ ધારણ કર્યો.
રાજા ટોડરમલે કાબૂલની નદી ઓળંગી સપાત રાજ્યની સીમામાં પ્રવેશ કર્યો. રાજા માનસિંહે ત્યાંથી આગળ પ્રયાણ કરી પિતાની છાવણી નાખી. બન્ને સરદારે પિતાપિતાની છાવણીમાં ગોઠવાઈ ગયા. તેમણે ઉપરાઉપરિ હલાઓથી અફઘાન પ્રજાને એવો તે ત્રાસ આપવા માંડ્યો અને ખેતીવાડીમાં એવી તે હરકતો ઉભી કરવા માંડી કે અફધાન પ્રજાને અમુક અંશે તાબેદારી સ્વીકારવા સિવાય બીજો ઉપાય રહ્યો નહિ. રાજા માનસિંહને શત્રુ પક્ષના અનેક દેશે તથા ગામડાઓ સળગાવી દેવાં પડ્યાં હતાં, તેમને હેરાન કરવાને બની શકે તેટલે ત્રાસ આપ્યા હતા. છેવટે ત્રણ વર્ષના સખ્ત પરિશ્રમને અંતે ઉકત જંગલી પ્રજા સહેજસાજ વશીભૂત થઈ હતી, પરંતુ અકબરની પછી તુરતજ તેઓ સત્તાધીશ બની બેઠા હતા અને ઈરાન તથા કાબૂલના રાજાને રંજાડવાની શરૂઆત કરી હતી. અકબરના મૃત્યુ પછી મોગલસેનાને કિંચિત પણ ભય તેઓ રાખતા હતા. વર્તમાનકાળે પણ ઉકત જંગલી પ્રજા અંગ્રેજ ગવર્નમેંટને પ્રસંગોપાત જે ત્રાસ આપે છે, તે ઉપરથી તેમના સાહસને અને બળવાનપણાને વાચકને બહુ સારી રીતે ખ્યાલ આવી શકશે. ભારતવર્ષની સરહદ ઉપર વસતી આ સાહસી અને બળવાન પ્રજા જે સુધરી શકી હતી અને તે જાતિ હિંદીઓની સાથે મળી ગઈ હેત, તે ભારતવર્ષનું કેટલું કલ્યાણ થયું હતું, તેની કલ્પના થઇ શક્તી નથી.
સમ્રાટ અકબર જે અબદુલ્લાની ખાતર નિરંતર ચિંતાતુર રહ્યા કરતે હતે તેણે પણ છેવટે હારીને સમ્રાટની કૃપા પ્રાપ્ત કરવા એક દૂતને રવાના કર્યો અને તેની સાથે અનેક કિંમતી ભેટ પણ મેલી આપી. સમ્રાટે પિતાની શક્તિને, બાહુબળને અને રાજસત્તાને ખ્યાલ આપવા અબદુલ્લાના દૂતને પિતાની પાસે થોડે સમય રહેવા દીધો. પેલો દૂત પિતાની (અર્થાત અકબરની) સત્તા જોઈ અબદુલ્લાને તે વિષે વાત કરે અને એ રીતે અબદુલા ભારતવર્ષ ઉપર હલ્લે કરવામાં નિરાશ થાય, એવો સમ્રાટ અકબરને અતિરિક ઉદ્દેશ હતા. ત્યારબાદ અબ્દુલ્લાના દૂતને અનેક બક્ષિસે અર્પણ કરી પુન: સ્વસ્થાને વિદાય કર્યો; એટલું જ નહિ પણ તેની સાથે સમ્રાટે પોતે કેટલા દેશો પિતાના બાહુબળથી હસ્તગત કર્યા છે, કેટલા પ્રબળ નરપતિએ પિતાની આજ્ઞાને આધીન છે અને મોગલ સામ્રાજય કેટલું અપૂર્વ બળ ધરાવે છે ઈત્યાદિ સમસ્ત વિગત અતિ મધુરભાવે–અતિ સહયતાપૂર્વક અબ્દુલાને તેણે લખી જણાવી. આ વિગત વાંચી સમ્રાટની સહાયતાને અનુભવ કરી અબ્દુલ્લા એક રીતે જે આનંદિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com