________________
સમ્રાટ અકબર
પ્રધાન સેનાપતિ હતા, એટલું જ નહિ પણ સમ્રાટની એક ધાત્રીને પુત્ર થતું હતું, તોપણ બીરબલને પ્રાણ નહિ બચાવવા બદલ રાજદરબારમાંથી તેને બહિષ્કૃત કર્યો અને પુનઃ મુખ નહિ દર્શાવવાની આજ્ઞા કરી. પર્વતની જંગલી પ્રજા કે જેણે બીરબલનું ખૂન કર્યું હતું, તે સમસ્ત પ્રજા ઉપર ક્રોધે ભરાઈ સમ્રાટે તે યુદ્ધાર્થે બહાર પડવાની અને જંગલી જાતિને એગ્ય દંડ આપવાની અભિલાષા અમાત્યવર્ગ પાસે પ્રકટ કરી. અમાએ અકબરને વિવિધ પ્રકારે સલાહ આપી શાંત કર્યો. ત્યાર બાદ તેણે પોતાના કુમાર મુરાદને અને રાજા ટોડરમલને યુદ્ધાથે ઉકત પહાડોવાળા પ્રદેશમાં મોકલવાનો ઠરાવ કર્યો, પરંતુ આ ઠરાવની સામે વાંધો ઉઠાવતાં રાજા ટોડરમલે અતિ વિનીતભાવે સમ્રાટને કહ્યું કે –“ બહુ ગંભીર યુદ્ધ સમયેજ રાજકુમાર જેવા સંમાન્ય પુરુષોએ બહાર પડવું જોઈએ. પહાડી જાતિને શિક્ષા કરવાનું કાર્ય એવું તે સામાન્ય છે કે રાજકુમાર જેવાએ તેમાં જોડાવું એ યોગ્ય ન ગણાય. આવું નજીવું કામ તે રાજ્યને એક સાધારણ નેકર પણ કરી શકે તેમ છે.” રાજા ટોડરમલને કહેવાને યથાર્થ આશય સમ્રાટ અકબર બરાબર સમજી ગયો અને રાજકુમારને યુદ્ધમાં મેલવાનો ઠરાવ માંડી વાળ્ય. છેવટે રાજા માનસિંહને ઉકત યુદ્ધમાં મોકલવાનો નિર્ણય થયો અને માનસિંહની ગેરહાજરી દરમિયાન કાબૂલના શાસનકર્તાતરીકે રાજા ભગવાનદાસ કામ કરે એમ ઠર્યું. અકબરે પ્રથમ રાજ્યના બે મુખ્ય સેનાપતિઓને પર્વતીય જંગલી જાતિ સામે યુદ્ધાર્થે મોકલવાને જે નિર્ણય કર્યો હતો, તે ઉપરથી આ યુદ્ધ કેવું ગંભીર અને ભયંકર હોવું જોઇએ, તેને કિંચિત ખ્યાલ પાઠકોને આવી શકશે.
ડા દિવસ પછી કેાઈએ અકબરની પાસે આવીને એવા સમાચાર આપ્યા કે કેટલાક મનુષ્યોએ રાજા બીરબલને નગરકોટ ખાતે એક પર્વતમાં યોગીઓની એક જમાત સાથે જ પ્રત્યક્ષ જોયું હતું. સમ્રાટ આ અફવા સાંભળી બહુ આનંદ પામે અને પિતાને પ્રિય બંધુ જે જીવતો હોય તો તેનાં દર્શન કરવાની પ્રબળ આકાંક્ષા ઉદ્દભવી. તેણે તત્કાળ નગરકોટના શાસનકર્તાને રાજા બીરબલસંબંધી સંપૂર્ણ તપાસ કરવા આજ્ઞા ફરમાવી. નગરકોટના શાસનકર્તાએ સૂક્ષ્મ તપાસના અંતે અકબરને જણાવ્યું કે-“રાજા બીરબલનાં કોઈએ દર્શન કર્યા હોય, એવું પ્રમાણ મળી આવતું નથી.” આવો નિરાશાજનક ઉત્તર સાંભળી સમ્રાટને પુનઃ બહુ દુઃખ થયું. થોડા દિવસ પછી કોઈએ એવા સમાચાર આપ્યા કે કાલિંજ ખાતે રાજા બીરબલનાં કેટલાકોએ દર્શન કર્યા હતાં. સમ્રાટને પુનઃ આનંદ થયો અને રાજાની તપાસ માટે ત્યાંના કારભારીને આજ્ઞા કરી. સમ્રાટની આશાના ઉત્તરમાં કાલિંજના કારભારીએ લખ્યું કે “અલબત, રાજા બીરબલનાં કેટલાંક મનુષ્યએ દર્શન કર્યા હતાં, પણ પાછળથી તે (રાજા) મૃત્યુ પામ્યા હોય એમ જણાય છે” હવે સમ્રાટના દુ:ખની અવધિ રહી નહિ. નિરાશા ઉપર નિરાશા
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com