________________
ફતેપુર-સીકી, આગ્રા અને દિલ્હી
૧૭૨
રહે નહિ.એક એક ખાસ ગુણને લઇને આ પ્રત્યેક મકાન જગતમાં અપૂર્વ અને અતુલનીય ગણાય છે.”
દિલ્હીથી થોડે દૂર એક પર્વત આવેલ છે. અગ્રેજોએ આનંદવિહારાર્થે તે પર્વતમાં સુધારે–વધારે કરી એક સુંદર રાજમાર્ગ તૈયાર કર્યો છે. સમુદ્રના તરગે જેવી રીતે હીલોળા લેતા વહી જાય છે, તેવી રીતે આ પર્વતની ટેકરીએ પણ ઉંચા-નીચાભાવે આગળ ચાલી જાય છે. તેની પાસે જ છેલ્લા મહાન બળવાનું સ્મૃતિમંદિર તથા અશોકના સમયને એક સ્તંભ આવે છે.
નૂતન “ દિલ્હી ” નામના દરવાજામાંથી બહાર નીકળીને દક્ષિણ તરફ ચાલતાં પુરાતન દિલ્હીનાં દર્શન થાય છે. આ પુરાતન દિલ્હી ૧૦ માઇલ લાંબી તથા ૬ માઈલ પહોળી છે. રાજમાર્ગના ડાબા હાથ તરક પથ્થરના એકજ ટુકડામાંથી કાતરી કહાડેલો અશોક સ્તંભ કે જે ૪૨ ફીટ અને ૭ ઈચ ઉંચો છે, તે જાણે ઉંચું માથું કરીને ભારતવાસી પથિકોને સ્વદેશને પ્રાચીન મહિમા સાંભળવાનું આમંત્રણ કરતા હોય તેવી રીતે અડગભાવે ઉભો રહ્યો છે. ત્યાંથી આગળ ચાલતાં ઇંદ્રપ્રસ્થ કે જ્યાં પાંડવોએ એકવાર રાજસૂય મહાયજ્ઞ કર્યો હતો, તે સ્થાનમાં જવાય છે. પાંડેના પ્રબળ પ્રતાપની સાથે તેમની રાજધાની પણ આજે અંતહિત થઈ ગઈ છે. કાળના ભયંકર પંજામાં સપડાઈ એ મહાનગરી પણ આજે વિલુપ્ત થઈ ગઈ છે. આ સ્થળે એક સમયે એક ઉચો કિલ્લે તથા એક ઉંડી ખાઈ હતી, તેનાં ખંડીએ આજે પણ જોઈ શકાય છે. જોકે તેને “પુરાણું કિલ્લા”ના નામથી ઓળખે છે. એજ કિલ્લામાં રહીને એક દિવસે હુમાયુ, અકબર તથા જહાંગીરે પિતાને પ્રબળ પ્રતાપ ભારતવર્ષમાં વિસ્તાર્યો હતો. ત્યાંથી સહેજ આગળ જતાં અકબરનાં માત-પિતાની મનહર સમાધિઓ આવે છે. સમસ્ત પુરાતન દિલ્હી અને તેની પૂર્વ દિશામાં આવેલ પર્વત પઠાણ રાજાઓના ધ્વસાવશેષો (ખંડીએરો), પ્રાસાદ, કિલ્લાઓ તથા સમાધિમંદિરોથી પરિપૂર્ણ છે. અમે તે સર્વ અવશેષોનું આ સ્થળે વર્ણન આપી શકતા નથી. વસ્તુતઃ અમે જ્યારે તે સમસ્ત પ્રાસાદની તથા જિલ્લાઓની શોચનીય દુરવસ્થા જોઈ ત્યારે અમારું હૃદય ભરાઈ આવ્યું ! પઠાણ નપતિઓ જાણે છે કે પેલાં ભાંગ્યાં-તૂટયાં મંદિરમાંથી પિતાને શુષ્ક અસ્થિમય હસ્ત ઉચા કરીને અમને કહી રહ્યા હોય કે –“અરેરે !! જે અમે હિંદુ-મુસલમાનોને મૈત્રીભાવવડે સંમિલિત કરી શક્યા હતા અને ભારતવર્ષને મહાશક્તિશાળી બનાવવાનો પ્રયત્ન કર્યો હત, તે આજે આવી દુર્દશા ન થાત,” એવા ભણકારા અમને થવા લાગ્યા. ત્યારબાદ અમે પ્રાચીન હિંદુ-દિલ્હીમાં આવ્યા. આ સ્થળ એકવાર હસ્તિનાપુર કિંવા ભીમ અને અર્જુનનું લીલાક્ષેત્ર હતું. તે મહાન પુરુષોની
સ્મૃતિ આપણા હૃદયમાં જાગ્રત થાય, એવું એક પણ ચિન્હ આ સ્થળે જણાતું Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com