________________
૧૭૪
સમ્રાટ અકબર
નથી. એ પછી ભારતવર્ષમાં અંધકારમયી રાત્રિનો આરંભ થએલ. તે સમયને પૃથ્વીરાજનો કિલે તથા તેની રાજધાની પણુ આજ સ્થળે આવેલી હતી. તે કિલ્લાના ખંડીએ આજે પણ જોઈ શકાય છે. પ્રથમ મુસલમાન સમ્રાટે જે કબમિનાર બંધાવેલ હો, તે પણ આજ સ્થળે આવેલ છે. તે મિનાર પૂર્વે ૨૨ ફીટ જેટલે ઉંચે હતો, પણ પાછળથી તેને શિરે ભાગ પડી જવાથી આજે તે ૨૪૨ ફીટ જેટલે ઊંચે દેખાય છે. જગતમાં સર્વ કરતાં ઉચ્ચ સ્તંભ એકમાત્ર કુતબમિનારજ છે. જો કે મીસર અને ઈટાલીમાં બેએક સ્તંભો આ કુતબમિનાર કરતાં પણ બે હાથ ઉચ્ચ છે, તે પણ ફર્ગ્યુસન સાહેબના મત પ્રમાણે –“કુતબમિનારની કલ્પના એટલી બધી સુંદર છે અને તેનું મહત્વ પણ એટલું બધું છે કે જગતના સર્વ ઉચ્ચ સ્તંભ કરતાં પણ કુતબમિનાર શ્રેષ્ઠ છે એમ કહેવું જ જોઈએ. ” સ્લીમન સાહેબ લખે છે કે –“કુતબમિનાર એવો તે સુંદર છે કે તેના દર્શન માત્રથી આનંદ અને આશ્ચર્ય ઉત્પન્ન થયા વિના રહે નહિ. પૃથ્વીમાંની સર્વ કબરે (સમાધિમંદિર) માં જેમ તાજમહાલ સત્કૃષ્ટ ગણાય છે તેમ પૃથ્વીના સમસ્ત સ્તંભોમાં કુતુબમિનારને સ્તંભ પણ ઉત્કૃષ્ટ છે, એમ કહેવામાં દોષ તેથી.” આ મિનાર હિંદુઓના હાથથી જ તૈયાર થયે હતે. મિનારની પાસે એક લેહસ્તંભ આવે છે, તેનું વર્ણન અમે પ્રથમ પ્રકરણમાં આપી ગએલા છીએ. ઍલ સાહેબ તે વિષે લખે છે કે “ આવો મહાન સ્તંભ બનાવવાનું કામ કેટલાંક વર્ષો પૂર્વે પૃથ્વીની સર્વ કરતાં મહાન લેખાતી શિલ્પશાળામાં પણ અસંભવિત મનાતું હતું, એટલું જ નહિ પણ વર્તમાનકાળે પણ આ સ્તંભ બનાવી શકે એવી શિલ્પશાળા ભાગ્યેજ ક્યાંય હશે.” પૃથ્વીરાજનું મંદિર તોડી નાખીને, તારા મુસલમાનેએ અહીં મજીદ બંધાવી છે. આથી કરીને એ મજીદના પથ્થરમાં પણ અનેક હિંદુ ચિન્હ રહી ગયાં છે. કોઈ કોઈ સ્થળે ગવાળો ગાયા દેહી રહ્યા છે, કઈ સ્થળે ગોવાળણો છાશ લેવી રહી છે અને કોઈ કોઈ સ્થળે વાછરડાઓ આંચળમાંથી દૂધ પી રહ્યાં છે. આવી જાતનાં અનેક ચિત્રો પથ્થર ઉપર કોતરવામાં આવેલા, મજીદની દિવાલમાં જોઈ શકાય છે, પરંતુ ખેદ માત્ર એટલું જ છે કે ઉકત સમસ્ત ચિત્રોનાં મસ્તિષ્ક પાડી નાખવામાં આવ્યાં છે. એક સ્થળે એક ગુંબજના અત્યંતર ભાગમાં કેટલાક યુવકે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય કરી રહ્યા હોય, એવું ચિત્ર પ્રત્યક્ષ થાય છે, પણ તે મનુષ્ય મસ્તહીન હોવાથી જેવું જોઈએ તેવું સાંદર્ય ઉત્પન્ન કરતાં નથી. આવી રીતે અમે શેકસતત હૃદયે હિંદુ-દિલ્હીનું નિરીક્ષણ કરતાં આગળ ચાલ્યા. તે સમયે પ્રાચીન હિંદુ-દિલ્હીનગરી જાણે કે અમને સંબોધીને
* કઈ કાઇને એવો પણ મત છે કે દિલ્હીથી ૬૫ માઈલ ઉત્તર-પશ્ચિમમાં Shસંગાકિનારે હસ્તિનાપુર આવેલું હતુંsurat
[I
ST
I ! Shree Sudharmaswami Gyanbhandar-Umala, Surat
www.umaragyanbhandar.com