________________
મહારાણા પ્રતાપસિંહ
૧૫૫
એમ સમ્રાટ અકબર માનતે હતા.
સમ્રાટે આનંદના આવેગમાં ને આવેગમાંજ પ્રતાપવાળો પત્ર પ્રિયબધુ પૃથ્વીરાજને બતાવ્યો. પૃથ્વીરાજે કહ્યું કે “ આપ સમસ્ત મોગલ સામ્રાજ્ય મહારાણા પ્રતાપને સમર્પિત કરે તો પણ તે કદાપિ પરાધીનતાને સ્વીકાર નહિ કરે, એવી મને ખાત્રી છે.” ત્યારબાદ તેણે મહારાણું પ્રતાપના પવિત્ર વ્રતની
સ્તુતિ કરનાર અને ઉત્સાહ આપનારે એક પત્ર ખાનગી રીતે પ્રતાપ ઉપર રવાના કર્યો. પત્ર કાવ્યમાં જ લખ્યા હતા. તેમને કેટલોક ભાવાર્થ અમે નીચે ઉદ્ધત કરીએ છીએ –
* “હિંદુઓની આશા હિંદુઓ ઉપરજ નિર્ભર છે. હિંદુઓને ઉદ્ધાર જે હિંદુ નહિ કરે તે બીજું કોણ કરશે? સમસ્ત ભારતવર્ષના હિંદુઓ એકમાત્ર તમારા ઉપર આશા અને વિશ્વાસ રાખી રહ્યા છે. દુર્ભાગ્યે તમે પણ એ આશા વિસર્જન કરવા તૈયાર થઈ ગયા છે. હવે હિંદુ પ્રજા કોના આધારે ટકી રહેશે? અત્યારપર્યત જે પ્રતાપ જેવો પુરુષસિંહ પૃથ્વીમાં ન જન્મો હેત, તે અકબરે કયારનાએ હિંદુ-મુસલમાનને ભેળવી દીધા હત! કારણકે હિંદુ રાજાઓમાં હવે પ્રથમના જેવું બળ-વિક્રમ રહ્યું નથી, તેમજ ભારતની રમણીઓમાં પણ પ્રથમના જેવું ગોરવ રહ્યું નથી. * અકબર આપણી જાતિને ખરીદદાર છે. તેણે એક માત્ર પ્રતાપ સિવાય બાકી સઘળાને ખરીદી લીધા છે. કેવળ પ્રતાપનું મૂલ્ય આપવાને તે સમર્થ નથી. શું કોઈ પણ રાજપૂત રાજા નૈરેજનિમિત્તે પિતાનું આત્મસંમાન ત્યાગ કરવાને તૈયાર થાય? છતાં આજે કેટલા બધા રાજપૂતોએ કુળૌરવને તિલાંજલિ આપી છે, તે તે તમે જુઓ ત્યારે જ ખરેખર ખ્યાલ આવી શકે. ૪ પ્રાયઃ સઘળા ક્ષત્રીઓએ પોતાનું ક્ષત્રિયત્ન વેચી નાખ્યું છે. ચિતાનું રાજકુળ પણ શું એ શ્રેણીમાં પ્રવેશ કરી કરશે?” જો કે પ્રતાપે પિતાના એશ્વર્યને વંસ કર્યો છે, તથાપિ તેણે ક્ષત્રિયસ્વરૂપી અમૂલ્ય ઐશ્વર્ય સુરક્ષિત રાખ્યું છે.
* રાજપૂતલલનાઓ મુસલમાન સાથે પરણતી અને નૈરોજના મેળામાં ભાગ લેતી, એટલામાટેજ આ ઇમારે પૃથ્વીરાજે કર્યો હશે.
* વર્તમાનકાળે જેવી રીતે કેટલાક મનુષ્ય કુળલલનાઓને બહાર ફરતી જોઈ વ્યથિત થાય છે, તેવી રીતે તે કાળે પણ અનેક હિંદુ, મુસલમાનના નિરજના દિવસે તથા ખુશરેજના મેળામાં હિંદુકુળબાળાઓને જતી જોઈ. દુઃખી થતા હતા. મુસલમાન સ્ત્રીઓ સાથે હિંદુ સ્ત્રી મળે છે તે કાળે શરમભર્યું તથા તિરસ્કારપાત્ર કાર્ય ગણાતું હતું. બાદાઉનીને પણ ભારે ખેદપૂર્વક લખવું પડયું છે કે સમ્રાટ અકબર ઈસ્લામધર્મ નષ્ટ કરવાના ઇરાદાથીજ મુસલમાન
કુળવધૂઓને તે મેળામાં સમિલિત કરતા. કુળગૌરવની વાત વર્ણવી પ્રતાપને સારી જ ભાવનાઓ વડે ઉશ્કેરવાને પણ કવિને આશય હશે, એ નિઃસંદેહ છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat