________________
૧૫૪
સમ્રાટ અકબર
સ્ત્રી–પુત્રની ચિંતા થતી હોય તે વેળા મનુષ્ય જે સ્વદેશને વિસરી જાય છે તે મનુષ્યને માટે એક સ્વાભાવિક છેષ છે. મનુષ્ય જ્યાંસુધી મનુષ્ય છે, અર્થાત
જ્યાં સુધી મનુષ્ય તે દેવ બની શક્યા નથી ત્યાં સુધી મનુષ્યતરીકેની તેવી નિર્બળતાઓ પણ તેની સાથે જ રહે છે. આવી નિર્બળતાની અમે કોઈપણ પ્રકારે હિમાયત કરીએ છીએ, એમ માનવાનું નથી. મક્ષિકા જેવી રીતે શારીરને સમસ્ત સુંદર ભાગ ત્યજી દઈ માત્ર ત્રણ ઉપર બેસવામજ સાર્થકતા માને છે, તેવી રીતે જેઓ પ્રતાપના સમસ્ત વીરચિત સદ્દગુણની ઉપેક્ષા કરી, તેની આ એકમાત્ર નિર્બળતાની નિંદા કરે છે, તેમને માટેજ અમારે આટલું સ્થળ અહીં રોકવું પડયું છે. પુત્રપાલન એ એક ઈશ્વરી કર્તવ્ય છે. જે માત્ર એ એક કર્તવ્ય જ પિતામાતા સમસ્ત જીવનમાં પૂર્ણ કરે છે, તે પ્રતાપસિંહ અને મેંઝીની જેવા પુત્ર ઉત્પન્ન થાય અને જગતનો ઉપકાર સાધે, એમ પણ આ સ્થળે કહી દેવું જોઈએ.
પ્રતાપસિંહને સંધિને પ્રસ્તાવ વાંચી અકબરના આનંદનો પાર રહ્યો નહિ. જો કે હજી સંધિની સરતે નક્કી થઈ નથી, સમ્રાટની સરતો પ્રતાપ કબૂલ કરશે કે નહિ, તેને હજી નિશ્ચય થયું નથી, છતાં પ્રતાપનો એક માત્ર પત્ર વાંચીનેજ સમ્રાટને શા માટે એટલે બધે આનંદ થયે હશે ? સમ્રાટે વિચાર કર્યો કે-“પ્રતાપના જેવા મહાપુરુષ જ્યારે મારી સાથે મૈત્રી બાંધવાને તૈયાર થયો છે, તે પછી હું ગમે તે પ્રકારે, ગમે તે સરતે તેની મૈત્રીને સ્વીકાર કર્યા વિના રહીશ નહિ. કદાચિત સામ્રાજ્યને અંગે થોડું ઘણું સહન કરવું પડશે તે તે પણ પ્રતાપની ખાતર સહન કરી લઈશ, પણ પ્રતાપની મૈત્રીને પ્રસંગ હવે જાતે નહિજ કરું.” એટલાજ માટે પ્રતાપને પત્ર વાંચી સમ્રાટે પિતાના અંત:કરણને આનદ પ્રકટ કર્યો અને આનંદસૂચક એક મહોત્સવ ઉજવવાની પણ પિતાના અમાત્યોને આજ્ઞા કરી. અકબરને એટલે બધે આનંદ થયો તેનું શું કારણ હશે ? મેવાડ ઉપર તે મોગલેને વિજય સમાપ્ત થઈ ચૂક્યો છે, મહારાણે એક જંગલમાંથી બીજા જંગલમાં ભટકી શેષ જીવન વિતાવી રહ્યો છે, તેની સાહસિક સેનાને પ્રાય: મોટે ભાગ નાશ પામી ગયો છે, છતાં એવા તે કયા મહાન લાભની અકબરે આશા રાખી હશે કે તે આવી રીતે પ્રતાપના માત્ર સંધિપ્રસ્તાવથી આનંદોન્મત્ત થઈ ગયો ? પ્રતાપની મૈત્રીથી અકબરને એવું તે શું લાભ થવાને હતો કે તેણે ઉત્સવ ઉજવવાની પણ આજ્ઞા ફરમાવી દીધી? અમને જે આને ઉત્તર આપવાની આજ્ઞા કરવામાં આવે તે અમે કહીશું કે પ્રતાપસિંહ એક યથાર્થ તપસ્વી મહાપુરુષ હો, એમ અકબર અંતઃકરણપૂર્વક માનતા હત; જે તેના જેવો એક મહાત્મા પિતાને મિત્ર બને અને પિતાની ઉદેશસિદ્ધિમાં લેશ
પણુ સહાયતા આપે, તે હિંદુ-મુસલમાનને સમિંલિત કરવાનું અને તારા A ભારતનું કલ્યાણ સાધવાને પિતાને ઉદ્દેશ અનાયાસે સિદ્ધ થયા વિના રહે નહિ.
Shree Sudi armaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com