________________
૧પ૦
સમ્રાટ અકબર
હિંદુઓને જ સંહાર કરવાનો છે અને તે એક પવિત્ર કાર્ય છે, તે પછી આપણે શામાટે શસ્ત્ર ધારણ ન કરવું ?” છેવટે હું મારા મિત્રો વગેરેને મળી ઉક્ત સ્વારીમાં જોડાયા અને યુદ્ધક્ષેત્રમાં ભાગ લેવા લાગે. એકવાર પ્રતાપનું સિન્ય અને સમ્રાટનું સૈન્ય ભેટભેટા થઈ ગયું. બંને પક્ષો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું ત્યારે આસફખાં પાસેથી મેં જાણવા માગ્યું કે –“ આમાં આપણું પક્ષના રાજપૂત કયા છે અને પ્રતાપના પક્ષના કયા છે, તેને કેવી રીતે નિર્ણય કરે ?” તેણે ઉત્તરમાં જણાવ્યું કે “ આંખ મીંચીને ગમે તે રાજપૂતને શરપ્રહારથી વિધવા માંડે. જેટલા રાજપૂતે વધારે મરે તેટલું વધારે સારૂં.” ત્યારબાદ અમે સતત શરનિક્ષેપ કરવાનું ચાલુ કર્યું અને સ્વપક્ષ તથા પેરપક્ષના અનેક રાજપૂતોને જમીનદોસ્ત કર્યા. '' હિંદુ સૈનિકોને તેમની સેવાનું ફળ કેવું મળ્યું હતું, તેસંબંધી હવે વિશેષ વર્ણન કરી વાચકની કામળ લાગણીઓને આઘાત કરવાનું અમે યોગ્ય ધારતા નથી. મુસલમાન અને હિંદુઓ વચ્ચે જે કાળે આ પ્રમાણેન વિદ્વેષ પ્રવર્તી રહ્યો હતો તે કાળે ઉભય પ્રજા વચ્ચે સ્નેહસંબંધ સ્થાપિત કરવાનું કામ કેટલું બધું વિષમ, દુર્ઘટ અને ભગીરથ શ્રમસાધ્ય હોવું જોઈએ, તેને પાઠકે કિંચિત ખ્યાલ કરી શકશે. હતભાગિની ભારતભૂમિ, સમ્રાટ અકબર જેવા સપુત્રોના પ્રયત્નનું સફળ પણ પ્રાપ્ત કરી શકી નહિ.
ક્રમે ક્રમે વર્ષાઋતુને સમય આવી પહોંચે, આકાશ ઘનઘટાથી આચ્છાદિત થયું, વૃષ્ટિસૂચક ચિન્હ સર્વત્ર સ્પષ્ટ થવા લાગ્યાં. વર્ષોની સાથે પવનનું તેફાન પણ શરૂ થયું, પવનના પ્રબળ પ્રતાપે અનેક વૃક્ષ, લતાઓ તથા શાખાએ સ્થાનચુત થવા લાગી અને એ રીતે પ્રકૃતિના સુવ્યવસ્થિત સૌદર્યમાં સર્વત્ર વિશંખલતા જેવો આભાસ દષ્ટિગોચર થવા લાગ્યા. વિદ્યુત પણ રહી રહી. ને ચમકવા લાગી અને એક વાદળમાંથી પસાર થઈ આકાશસ્થિત સમસ્ત વાદળોને સ્પશી પુનઃ અંતહિત થઈ જવા લાગી. કાયર સૈનિકોની માફક વાદળાં-- ઓ પણ આડાંઅવળાં નાસવા લાગ્યાં. વર્ષાના વારિથી તળા, ખેતરો તથા જંગલે જળપૂર્ણ થઈ ગયાં. અત્યારપર્યત શાંતભાવે બેસી રહેલાં દેડકા પણ હવે ઉચ્ચઠે લાહલ કરવા લાગ્યાં. રજનીને અંધકાર દૂર કરવાને વ્યર્થ પ્રયત્ન કરતા ખદ્યોતે સ્વેચ્છાપૂર્વક વિહરવા લાગ્યા. તેમને આ નિષ્ફળ પ્રયત્ન જેઠ, તમરાંઓ કેમ જાણે પિતાની અસ્પષ્ટ ભાષામાં તેમનું ઉપહાસ્ય કરી રહ્યાં હાયની મેવાડ-પ્રદેશ પોતે જાણે કે રાજા માનસિંહને વિનાશ કરવા મૂર્તિમાનરૂપે હાજર થયા હોય, તે આભાસ દષ્ટિગોચર થવા લાગે. મેવાડની પ્રકૃતિદેવીની, પોતાની વિરુદ્ધની આવી તૈયારીઓ જોઈને હવે વિશેષવાર ત્યાં રોકાવાનું માનસિંહે યોગ્ય ધાર્યું નહિ. તેણે ત્યાંથી છાવણી ઉઠાવી સ્વસ્થાને પાછા કરવાનો હુકમ પિતાના સૈનિકોને ફરમાવી દીધો. યુદ્ધને કાલાહલ મેવાડમાં શાંત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com