________________
મહારાણા પ્રતાપસિંહ
૧૫૧
થયે, પણ તેજ વેળા શીતકાળની સ્વાભાવિક આપત્તિ મેવાડની ચતુઃસીમામાં પરિરૂ વ્યાત થઈ ગઈ. ધૂમસ અને શીતળતા મેવાડની ભૂમિ ઉપર સાંજથી આરંભી પ્રાત:કાળપર્યત આક્રમણ કરવા લાગ્યાં; અને મનુષ્ય, પશુઓ તથા વૃક્ષને પણ કપાવવા લાગ્યાં. ધીમે ધીમે શીતઋતુના જુલમથી વૃક્ષપત્રો કરમાઈને ખરી જવા લાગ્યાં, નયનાનંદપ્રદ ઉદ્યાન, ઉપવન અને સુંદર ક્ષેત્રે નિસ્તેજ જણાવા લાગ્યાં, મેવાડ સૈદયરહિત બન્યું. પક્ષીઓ શાખાઓમાં નીરવપણે બેસી ગમગીની પૂર્વક દિવસે ગુજારવા લાગ્યાં. છેવટે મેવાડની સહાયતાથે વસંત ઋતુએ આગમન કર્યું. પુન: મેવાડની ભૂમિ આનંદથી ઉફુલ્લ થઈ ! નવીન શોભાથી શરીર સુશોભિત કરી, વિવિધ વર્ણનાં મનહર કુસુમવડે મસ્તક તથા વેણ અલંકૃત કરી, વિવિધ પુષ્પોની સુગંધીને વહન કરતી સહસ્ત્ર પક્ષીકઠે સુલલિત સંગીત ગાતી વસંતઋતુ દશે દિશામાં આમેદ-પ્રમોદ વિસ્તારવા લાગી. જેમનું વૈવન પસાર થઈ ગયું હોય, એવી રમણીઓ જેવી રીતે પતિના મનોરંજનાથે, પિતાનું નષ્ટ ૌરવ છુપાવી રાખવાની લાલસાથી ટાપટીપ અને વેષભૂષણને વ્યર્થ આડંબર કરી, અતિરિક દુર્દશા દાબી દેવાને પ્રયત્ન કરે તેવી રીતે મેવાડભૂમિ પણ પુન: મનહર પષાક પહેરી આંતરિક દુર્દશા છુપાવી રાખવાનો પ્રયત્ન કરવા લાગી. કરૂપ રમણી, સ્વરૂપવાન યુવતીને નિરખીને જેવીરીતે ઈર્ષાથી દગ્ધ થાય, કર્કશકહેવાળે ગાયક મધુરકંઠવાળા ગવૈયાનું ગાન સાંભળી જેમ બળી મરે અને એક નિર્ગણ મનુષ્ય સદ્દગુણી મનુષ્યનું બહુમાન થતું જોઈ દ્વેષથી સળગી ઉઠીને તીવ્ર સમાલોચના કરવા તત્પર થાય, તેવી રીતે મેવાડનું આ સેંદર્ય નિરખીને કરૂપ કાગડાઓ કર્કશકઠે કોલાહલ કરી મેવાડનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તુરીના ગમનાગમનવડે જેવી રીતે વણકર વસ્ત્ર તૈયાર કરે છે, તેવી રીતે ધૂર્ત લકે મેવાડમાં આવ-જા કરી, અહીંની વાત ત્યાં તથા ત્યાંની વાત અહીં કરી વિવાદરૂપી વસ્ત્ર વણવા લાગ્યા. કેઈએ માનસિંહની પાસે જઈ મેવાડનું ઉકત સૌંદર્ય વર્ણવ્યું. પુનઃ તે વસંતઋતુમાં સૈન્યસહિત મેવાડ ઉપર ચડી આવ્યા અને ક્રમે ક્રમે મેવાડમાં આવેલા પ્રદેશને પરાજિત કરી પરાધીનતાની બેડીમાં જકડવા લાગ્યો. આ પ્રમાણે વસંત ઋતુમાં ચડી આવી, બની શકે તેટલી મેવાડની ખુવારી કરી પુન: વર્ષા સમયે માનસિંહ પોતાના આવાસસ્થાને પાછો ફરવા લાગે. વર્ષે વર્ષે નવા નવા બળપૂર્વક અને ઉત્સાહપૂર્વક તે મેવાડ ઉપર આક્રમણ કરવા લાગ્યા. બીજી તરફ મહારાણા પ્રતાપ ઉપરાઉપર આક્રમણથી દિનપ્રતિદિન વિશેષ બળહીન, અર્થહીન તથા સહાયહીન થવા લાગ્યો. કાળક્રમે તેના અનેક પ્રવીણ સૈનિકે પંચત્વ પામ્યા, અનેક બહાદુર સેનાનીઓ વિનષ્ટ થયા અને એવી રીતે મેવાડ વીરશન્ય બનવા લાગ્યું. પ્રતાપ હવે પ્રત્યેકવાર પરાજિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sura
www.untaragyanbhandar.com