________________
૧૪
સમ્રાટ અકબર
લાગ્યા. અકબરે મહારાણા પ્રતાપસિંહને માત્ર એક હાથી મેકલવાનું અને મેગલની કિંચિત તાબેદારી સ્વીકારવાનું કહેણ મોકલ્યું. મહારાણાએ મેગલની તાબેદારી સ્વીકારવાને ખુલ્લો ઇનકાર કર્યો.
હવે સમ્રાટને નછૂટકે સમગ્ર મેવાડ ઉપર અધિકાર મેળવવા સૈન્ય મેકલવું પડયું. આ સૈન્યના અધિનાયક્તરીકે કુમાર સલીમની નિમણુક કરવામાં આવી હતી, છતાં રાજા માનસિંહને આ ભયંકર યુદ્ધના સર્વપ્રધાન સેનાપતિતરીકે કામ કરવાની અને કુમાર સલીમને પણ રાજા માનસિંહની આજ્ઞાનુસાર વર્તવાની સમ્રાટે આજ્ઞા કરી હતી. મુસલમાને તે સમયે હિંદુઓ પ્રત્યે એવી તે તિરસ્કારપૂર્ણ દૃષ્ટિથી જોતા હતા કે જે સમ્રાટ સેનાના અધિનાયક તરીકે કાઈ હિંદુની નિમણુક કરે તે મુસલમાને એ સિન્યમાંથી પૃથફ થઈ ગયા વિના રહે નહિ. હિંદુ સેનાપતિની આજ્ઞાને માન આપવું તે તેમને માટે અપમાનજનક લેખાતું હતું, એટલા માટે સેનાનું નેતૃત્વ સલીમને આપવાની સમ્રાટને ફરજ પડી હતી.
સમ્રાટ અને મહારાણું પ્રતાપસિંહનાં સાધને વચ્ચે જમીન-આસમાન જેટલો ભેદ હતું. સમ્રાટ અકબર ભારતવર્ષને એકાધિપતિ હતા, તેનું ઐશ્વર્યા અને રાજ્યવિસ્તાર અપૂર્વ હતું, જ્યારે મહારાણાનું રાજ્ય, અશ્વર્ય તથા આધિપત્ય કેવળ અમુક હદમાંજ હતી અને તેટલા પ્રદેશનો મોટો ભાગ પણ લગભગ વેરાન જે હતો. અકબરનું અર્થ બળ અસીમ હતું, સહાયકોની સંખ્યા અસંખ્ય હતી; જ્યારે મહારાણા પ્રતાપસિંહ પાસે અર્થ બળ કે સહાય બળ નહિવત જ હતું, અકબર તે સમયે એક સર્વપ્રધાન સમ્રાટ તરીકેનું પદ ભગવત હતો, તેના જેવા એક પ્રતાપી અને સમર્થ સમ્રાટની સામે શત્રુતા કે વિરુદ્ધતા દર્શાવવી એ કાંઈ સહેલ નહતું; છતાં પ્રતાપે સ્વદેશની સ્વાધીનતાનું રક્ષણ કરવા માટે જે પરાક્રમ કર્યું હતું, જે સાધના કરી હતી તથા જે તપસ્યા કરી હતી તે આજે ભારતીય ઇતિહાસમાં હિંદુકુળને સમુજજવલ કરી રહી છે. તેણે કોઇપણ સરતે પરાધીનતા ન સ્વીકારવાને જે અડગ મનેભાવ દર્શાવ્યો હતો તે આદર્શ વીર પુરુષોને માટે પણ માર્ગ સૂચક થઈ પડ્યો છે. જયાં સુધી આ હતભાગ્ય દેશમાં સૂર્ય-ચંદ્ર ઉદય પામતા રહેશે ત્યાં સુધી તેને કીર્તિકલા ભારતનાં ભીરુ સંતાન પણ મુકતકંઠે લલકારશે.
પ્રબળ હિંદુ-મુસલમાન સેના પિતાના પ્રતાપવડે રાજસ્થાનની ભૂમિને ધ્રુજાવતી, પર્વત ઉપરથી અતિ વેગથી નીચે વહી જતા ઝરણની માફક આગળ વધવા લાગી. અહંકારથી મર્દોન્મત્ત થયેલે મહાબળશાળી રાજા માનસિંહ સિન્યની વ્યવસ્થા કરતા આગળ ચાલી રહ્યો છે ! તેણે પિતાના અપમાનનો બદલો લેવા રાજસ્થાનના વક્ષસ્થળ ઉપર વિરાજતા મેવાડને મૂળમાંથી ઉખેડી કહાડી
પરાક્રમ નું
આ
ફળને સમાજના દર્શાવ્યું
અથવા મહામળીને અપાર પહાડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com