________________
મહારાણા પ્રતાપસિંહ
૧૪૩
રાજસ્થાન તે શું પણ સમસ્ત ભારતવર્ષને ઇતિહાસ, આજે અશ્રુજળવડે લખવાને પ્રસંગ આવત નહિ. એક માત્ર પ્રતાપે જ એકવાર મેવાડના ક્ષેત્રમાં એવું વીરત્વ દર્શાવ્યું હતું કે જેના પ્રતાપે આજે હિંદુઓને પ્રાચીન ઇતિહાસ ઉજજવળપણે પ્રકાશી રહ્યો છે.
પ્રતાપ એ પ્રમાણે દેશદ્ધારની તપસ્યામાં પ્રવૃત્ત હતા તે સમયે રાજા માનસિંહ સોલાપુર પ્રદેશ ઉપર વિજય મેળવી દિલ્હી ખાતે પાછો ફરતો હતો. માર્ગમાં તેને મહારાણા પ્રતાપસિંહનાં દર્શન કરવાની ઇચ્છા ઉદ્દભવી. મહારાષ્ટ્રવંશ રાજસ્થાન સર્વોપરિ–વંશ લેખાય છે. રાજસ્થાનમાં તેમના જેટલું અન્ય કોઈ પણ રાજવંશનું સન્માન થતું નથી. રાજા માનસિંહ કમલમેરમાં પહેચતાં મહારાણા પ્રતાપે આદરપૂર્વક તેનું સ્વાગત કર્યું, પરંતુ આહાર વેળા તે રાજા માનસિંહની સાથે એક સ્થાને બેસીને જમવા તૈયાર થયો નહિ, કારણ કે રાજા પોતે અકબરની સાથે સાંસારિક સંબંધથી જોડાઈ ચૂક્યા હિતે. રાજા માનસિંહને આ અપમાનથી બહુ ક્રોધ ચડ્યો. આ અપરાધ બદલ મહારાણાને સખ્ત દંડ આપવાને તેણે નિર્ણય કર્યો. ત્યારબાદ તે તુરતજ મહારાણુ પાસેથી ચાલી નીકળ્યો. હાય ! આ હતભાગ્ય દેશનું એજ દુદૈવ છે કે જ્યારે બે મહાપુરુષે એક સાથે ઉદ્દભવે છે ત્યારે તેઓ સંમિલિત થઇ સ્વદેશસેવામાં જોડાવાને બદલે પરસ્પરની સાથે સંગમ કરવાને તત્પર થઈ જાય છે ! જે એ એક દુર્ભાગ્ય આ દેશના શિરે ન હેત તે ભારતવર્ષની સ્થિતિ વર્તમાનકાળે અત્યંત ઉન્નત હેત, એમ કહેવાની જરૂર છે ?
રાજા માનસિંહે પિતાના અપમાન સંબંધી સઘળી વાત સમ્રાટ અકબરને કહી. સમ્રાટ પોતે હિંદુ અને મુસલમાનને એકત્ર કરવા માગતું હતું, ઉભય પ્રજાને મિત્રતા અને સહૃદયતાની ગ્રંથિથી બાંધવા માગતા હતા, એટલા માટે મહારાણા પ્રતાપસિંહનું ઉકત પવિત્ર કાર્ય પણ અકબરને વધાભર્યું લાગે, એ સ્વાભાવિક છે. પિતાના પવિત્ર ઉશમાં મહારાણાને વિધ્યભૂત થતા જોઈ સમ્રાટને બહુ દુઃખ થયું. અકબર સારી પેઠે સમજતો હતો કે પ્રતાપસિંહ જેવો પ્રબળ પુરુષ અને રાજપૂત નેતા, જે તેની સંકલ્પસિદ્ધિમાં કંટકરૂપ થાય છે તે (સમ્રાટ અકબર) કદાપિ સફળતા પ્રાપ્ત કરી શકે નહિ. તે એમ પણ સમજતો હતા કે જે રાજપૂત રાજાઓ અત્યારે પોતાના ઉદ્દેશની સિદ્ધિમાં થોડી ઘણી સહાયતા આપી રહ્યા છે, તેઓ પણ મહારાણા પ્રતાપસિંહનું વિરુદ્ધાચરણ જઈ પ્રતાપસિંહની સાથે મળી ગયા વિના રહેશે નહિ. ટુંકામાં કહીએ તે પ્રતાપસિંહનું પ્રજજવલંત ચારિત્ર્યબળ અને એ ચારિત્ર્યને અન્ય રાજપૂત પતિઓ ઉપરને પ્રભાવ ઇત્યાદિ બાબતે સમ્રાટ અકબર બહુ સારી રીતે સમજી ગયો. હતા. એટલા માટે તે મહારાણાને પિતાના પક્ષમાં મેળવવાનો પ્રયત્ન કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com