________________
૧૩૮
સમ્રાટ અકબર
ખાતર ” જોડાયા અને તેમણે સમ્રાટ અકબરને પદય્યત કરી, તેના ભાઇ મિજ મહમદ હાકીમને રાજગાદીએ બેસાડવાની હિલચાલ કરી. હાકીમને બેલાવવા માટે એક દૂત રવાના કરવામાં આવ્યો. હકીમે એક પ્રબળ સેના લઈ પંજાબ ઉપર હલે કર્યો. આ હલ્લાનું વર્ણન અમે હવે પછી આપીશું. ગુજરાતના મુસલમાને પણ બળવાખોરો સાથે જોડાઈ ગયા હતા, એ વાત પૂર્વના પ્રકરણમાં કહેવાઈ ગઈ છે. બરાબર એ જ સમયે મેવાડમાં મહારાણા પ્રતાપસિંહને પ્રતાપ પણ પ્રસરવા માંડ્યા હતા.
બંગાળ-બિહાર તથા ઉડીસાના શાસનકર્તાતરીકે રાજા ટોડરમલની સમ્રાટે નિમણુક કરી અને તેને બંગાળ તથા બિહારને બળ શાંત કરવાનું ફરમાન થયું. રાજાએ સસૈન્ય મુંગેરના દુર્ગમાં પડાવ નાખ્યો. દુર્ગની જે દિવાલે જીર્ણ થઈ ગઈ હતી તે પુનઃ સુધરાવી અને દુર્ગની આસપાસ એક મેટી ખાઈ ખોદાવી સૈન્યને નિરાપદ્દ રાખવાની તેણે વ્યવસ્થા કરી. બળવાખોર કે જે અત્યાર પર્યત વિજયી થતા આવ્યા હતા તેમણે મુંગેર ઉપર ઘેરો ઘાલ્યો. બળવાખોરેની સંખ્યા રાજાના સૈનિકે કરતાં ઘણી વિશેષ હતી, એટલું જ નહિ પણ જે મેગલ સૈન્ય રાજા ટોડરમલ પાસે હતું, તેમાંના મુસલમાન સૈનિકે તથા સેનાપતિઓ બળવાખોરો સાથે મળી જાય એ પણ ભય હતા. આવા સંગેને લીધે રાજાએ હલે કરવાની પદ્ધતિને પરિત્યાગ કરી બયાવના ઉપાયે લેવા માંડયા. આમ છતાં પ્રસંગોપાત દુર્ગમાંથી એકાએક બહાર નીકળી વિદ્રોહીઓ ઉપર છાપો મારવાનું અને તેમને દંડ આપવાનું પણ તે ભૂલો નહિ. રાજા ટોડરમલ કયારે બહાર નીકળે છે અને કેવી રીતે ધસી આવે છે તે વિદ્રોહીઓ સમજી શકતા નહિ. રાજા વિદ્રોહીઓને વધતેઓછો ભોગ લઈ પુનઃ દુર્ગમાં દાખલ થઈ જતું. સમ્રાટના જે કાર્યને લીધે તેના સ્વાતિબંધુઓ અર્થાત મુસલમાને તેના પ્રત્યે દ્વેષ રાખતા હતા, તેજ કાર્યને લીધે હિંદુઓ સમ્રાટ પ્રત્યે પ્રેમ અને અનુરાગની દૃષ્ટિથી જોતા હતા. આથી રાજા ટોડરમલની હિલચાલના પરિણામે બિહારના સમસ્ત હિંદુ જમીનદારોએ સમ્રાટ અકબરને પક્ષ લીધો. તે હિંદુ જમીનદારો પિતાપિતાનું સૈન્ય એકત્ર કરી વિદ્રોહીઓ ઉપર અકસ્માત હલ્લો કરવા લાગ્યા અને તેમની પાસે જે કાંઈ ખોરાકી કે-અસ્ત્ર શસ્ત્ર હોય તે લૂંટી જવા લાગ્યા. વિદ્રોહીઓ આવા અકસ્માત આવી પડતા છાપાઓને લીધે છેવટે કંટાળી ગયા, તેથી તેઓ મુંગેર ઉપરને ઘેરે ઉઠાવી લઈ બંગ અને બિહારમાં આડાઅવળા વિખરાઇ ગયા. ત્યાર બાદ રાજા ટેડરમલે ધીમે ધીમે બળવાખોરો. ની નાની-મોટી સંખ્યાઓ પરાજિત કરી. છૂટા થઈ ગએલા વિદ્રોહીઓને દાબી દેવા, એ રાજા જેવા વીર નરને માટે બહુ કઠિન કાર્ય નહતું. કાળક્રમે એ
Shree Julianaswami Gyanbhandar Umara, sürat"
www.umaragyanbhandar.com